IND vs SA, ODI Series: દક્ષિણ આફ્રીકાની ટીમને લાગ્યો મોટો ફટકો, વનડે સીરીઝમાંથી બહાર થયો આ સ્ટાર બોલર
ભારત (India) અને દક્ષિણ આફ્રીકા (South Africa) ની વચ્ચે પ્રથમ વનડે મુકાબલો બુધવારે રમાશે. વનડે શ્રેણી પહેલા યજમાન ટીમને મોટો ઝટકો લાગ્યો છે.
IND vs SA: ભારત (India) અને દક્ષિણ આફ્રીકા (South Africa) ની વચ્ચે પ્રથમ વનડે મુકાબલો બુધવારે રમાશે. વનડે શ્રેણી પહેલા યજમાન ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ક્રિકેટ સાઉથ આફ્રિકા (CSA) એ મંગળવારે કહ્યું કે સ્ટાર ફાસ્ટ બોલર કાગિસો રબાડા આગામી સિરીઝમાં નહીં રમે. આફ્રિકન ટીમ માટે આ મોટો આંચકો છે, કારણ કે રબાડાએ ટેસ્ટ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરીને 20 વિકેટ ઝડપી હતી. તેની ઘાતક બોલિંગને કારણે આફ્રિકાએ ટેસ્ટ શ્રેણી 2-1થી જીતી લીધી હતી.
આ કારણે રબાડા નહીં રમે
દક્ષિણ આફ્રિકન ક્રિકેટ બોર્ડના જણાવ્યા અનુસાર, કાગિસો રબાડાને વધુ પડતા વર્કલોડના કારણે ભારત સામેની ODI શ્રેણીમાંથી આરામ આપવામાં આવી રહ્યો છે. આગામી મહિને ટીમ ટેસ્ટ શ્રેણી માટે ન્યુઝીલેન્ડ જશે. તેના સ્થાને કોઈ ઝડપી બોલરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. ક્રિકેટ સાઉથ આફ્રિકા (CSA) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "રબાડાને છોડવાનો નિર્ણય તેના "વર્કલોડ" ને મેનેજ કરવા અને આગામી મહિનાના ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે પુનઃપ્રાપ્ત કરવા માટે લેવામાં આવ્યો છે.
કાગીસો રબાડા ODI સિરીઝમાં નહી રમવાથી ટીમ ઈન્ડિયાને ચોક્કસપણે રાહત મળશે. 26 વર્ષીય ફાસ્ટ બોલરે ભારત સામે ODI ફોર્મેટમાં 12 મેચમાં 17 વિકેટ ઝડપી છે. રબાડા ઘર આંગણે વધુ ખતરનાક છે, તેણે 37 મેચમાં 54 વિકેટ ઝડપી છે.
કેએલ રાહુલે પ્રેસ કોન્ફરન્સ કરી
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બુધવારથી વન-ડે સિરીઝ શરૂ થઈ રહી છે. મેચના એક દિવસ પહેલા કેપ્ટન કેએલ રાહુલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. કેએલ રાહુલે આ દરમિયાન સંકેત આપ્યો છે કે યુવા ઓલરાઉન્ડર વેંકટેશ ઐયરનો આગામી સમયમાં છઠ્ઠા બોલર તરીકે ઉપયોગ કરી શકાય છે. પ્રેસ કોન્ફરન્સમાં કેએલ રાહુલને સવાલ કરવામાં આવ્યો હતો કે શું પ્લેઈંગ-11માં છઠ્ઠા બોલર તરીકે કોઈને તક મળી શકે છે. કેએલ રાહુલે આ અંગે વેંકટેશ અય્યરનું નામ લીધું અને તેમના વખાણ કર્યા. કેપ્ટને કહ્યું કે વેંકટેશે આઈપીએલમાં સારૂ પ્રદર્શન કર્યું છે, તેને ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણીમાં પણ તક મળી છે.
કેપ્ટન રાહુલે કહ્યું કે વેંકટેશ અય્યર નેટમાં ઘણો સારો દેખાવ રહ્યો છે, તેને છઠ્ઠા બોલર તરીકે તક મળી શકે છે. વિશ્વની તમામ ટીમો આ વિકલ્પ શોધી રહી છે, તેથી અમે પણ આ યોજના પર કામ કરી રહ્યા છીએ.
તમને જણાવી દઈએ કે વેંકટેશ અય્યરે IPL 2021ના બીજા ભાગમાં શાનદાર કામ કર્યું હતું. કોલકાતા નાઈટ રાઈડર્સ માટે 10 મેચ રમનાર વેંકટેશ અય્યરે ઓપનિંગ વખતે સારી બેટિંગ કરી હતી. તે જ સમયે, તે મધ્યમ ગતિથી બોલિંગ પણ કરે છે, તેથી તેને ટીમ ઇન્ડિયામાં તક આપવામાં આવી હતી.