IND Vs SA, Innings Highlights: ભારતે દક્ષિણ આફ્રિકાનેે જીતવા આપ્યો 212 રનનો ટાર્ગેટ, સાઈ સુદર્શન - કે એલ રાહુલની ફિફ્ટી
દક્ષિણ આફ્રિકાના સુકાની એડન માર્કરામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમ 46.2 ઓવરમાં 211 રનમાં સમેટાઈ ગઈ હતી.
IND vs SA: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની બીજી મેચ મંગળવારે (19 ડિસેમ્બર) રમાઈ રહી છે. ગકબેરાહના સેન્ટ જ્યોર્જ પાર્કમાં બંને ટીમો સામસામે છે. દક્ષિણ આફ્રિકાના સુકાની એડન માર્કરામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમ 46.2 ઓવરમાં 211 રનમાં સમેટાઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 212 રનનો ટાર્ગેટ મળ્યો છે.
ભારત 46.2 ઓવરમાં 211 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારત તરફથી સાઈ સુદર્શને સૌથી વધુ 62 રન બનાવ્યા હતા. કેપ્ટન કેએલ રાહુલે 56 રનની ઇનિંગ રમી હતી. અર્શદીપ સિંહે 18 રન બનાવ્યા હતા. રિંકુ સિંહ પોતાની ડેબ્યૂ વનડેમાં માત્ર 17 રન બનાવી શક્યો હતો. સંજુ સેમસન 10 રન બનાવીને આઉટ થયા હતા અને તિલક વર્મા 10 રન બનાવીને આઉટ થયા હતા. અવેશ ખાન નવ, અક્ષર પટેલ સાત, ઋતુરાજ ગાયકવાડે ચાર અને કુલદીપ યાદવ એક રન બનાવીને આઉટ થયા હતા. મુકેશ કુમારે ચાર અણનમ રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી નાન્દ્રે બર્જરે ત્રણ વિકેટ ઝડપી હતી. બ્યુરેન હેન્ડ્રીક્સ અને કેશવ મહારાજને બે-બે સફળતા મળી. લિઝાદ વિલિયમસન અને એડન માર્કરામે એક-એક વિકેટ લીધી હતી.
An impressive bowling performance from South Africa restrict India in Gqeberha 🌟#SAvIND 📝: https://t.co/0aj6vbRkld pic.twitter.com/RMtlZzWZoe
— ICC (@ICC) December 19, 2023
બીજી વન ડે માટે ભારતીય ટીમ
કે.એલ રાહુલ (WK/C), ઋતુરાજ ગાયકવાડ, સાંઈ સુદર્શન, તિલત વર્મા, સંજુ સેમસન, રિન્કુ સિંહ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, આવેશ ખાન, કુલદીપ યાદવ, મુકેશ કુમાર
દક્ષિણ આફ્રિકાની ટીમઃ ટોની ડી જોર્ગી, રીઝા હેન્ડ્રીક્સ, રાસી વાન ડેર ડ્યુસેન, એડન માર્કરામ (કેપ્ટન), હેનરિક ક્લાસેન (વિકેટકીપર), ડેવિડ મિલર, વિઆન મુલ્ડર, કેશવ મહારાજ, નાન્દ્રે બર્જર, લિઝાદ વિલિયમ્સ, બ્યુરેન હેન્ડ્રીક્સ.
ઇન્ડિયન પ્રીમિયર લીગની મિની ઓક્શન અત્યારે દુબઇમાં ચાલી રહી છે. જેમાં ક્રિકેટરો પર રૂપિયાનો વરસાદ થયો હતો.
- કોલકાતા નાઇટ રાઇડર્સે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલરને 24.75 કરોડમાં કરારબદ્ધ કર્યો. જે આઈપીએલનો સૌથી મોંઘો ખેલાડી છે.
- સનરાઇઝર્સ હૈદરાબાદે ઓસ્ટ્રેલિયન કેપ્ટ અને ઓલરાઉન્ડરને 20.50 કરોડમાં ખરીદ્યો હતો. જે આ હરાજીનો બીજો સૌથી મોંઘો ખેલાડી હતો.
- ચેન્નાઈ સુપર કિંગ્સે ન્યુઝીલેન્ડના ડેરિલ મિચેલને 11.75 કરોડમાં ખરીદ્યો. જે આ હરાજીનો ત્રીજો સૌથી મોંઘો ખેલાડી હતો.
- આઈપીએલ હરાજીમાં સૌથી મોંઘા ખેલાડીના લિસ્ટમાં ગુજરાતી ક્રિકેટર હર્ષલ પટેલ ચોથા ક્રમે રહ્યો. પંજાબ કિંગ્સે તેને 11.75 કરોડમાં કરારબદ્ધ કર્યો.
- અલઝારી જોસેફ આઈપીએલ હરાજીનો પાંચમો મોંઘો ખેલાડી હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેને 11.50 કરોડમાં ખરીદ્યો હતો.