IND vs SA: બીજી ટેસ્ટમાંથી કોહલી કેમ અચાનક ખસી ગયો ? કોને બનાવાયો કેપ્ટન
IND vs SA, 2nd Test: બીજી ટેસ્ટમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો કર્યો છે. આ મેચમાં વિરાટ કોહલી નથી રમી રહ્યો.
![IND vs SA: બીજી ટેસ્ટમાંથી કોહલી કેમ અચાનક ખસી ગયો ? કોને બનાવાયો કેપ્ટન IND vs SA: Know why KL Rahul done captainship of Team India instead of Virat Kohli in 2nd test against south Africa IND vs SA: બીજી ટેસ્ટમાંથી કોહલી કેમ અચાનક ખસી ગયો ? કોને બનાવાયો કેપ્ટન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/03/495ccb92ee59ed4a60e4448edca28e2d_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
IND vs SA, 2nd Test: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સીરિઝનો બીજો મુકાબલો આજથી જોહનિસબર્ગમાં રમાઈ રહ્યો છે. આ મેચમાં ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો ફેંસલો છે. ભારતનો ટેસ્ટ કેપ્ટન કોહલી આ મેચમાંથી ખસી ગયો છે, તેના સ્થાને કેએલ રાહુલ ટેસ્ટ કેપ્ટનશિપ કરી રહ્યો છે.
કોહલી કેમ ખસી ગયો
કોહલીને પીઠમાં સ્નાયુનો દુઃખાવો હોવાથી તે આ ટેસ્ટ મેચમાંથી ખસી ગયો છે. કોહલી તેના કરિયરની 100મી ટેસ્ટ રમવાનો હતો. કેએલ રાહુલ ભારત તરફથી ટેસ્ટમાં કેપ્ટનશિપ કરનારો 34મો સુકાનો બન્યો છે. આજે મેચમાં કોહલીના સ્થાને હનુમા વિહારીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય ભારતીય ટીમમાં કોઈ બદલાવ નથી કરવામાં આવ્યો.
આ પ્લેઇંગ ઇલેવન સાથે મેદાનમાં ઉતરી છે ભારતીય ટીમ: કેએલ રાહુલ (વાઈસ કેપ્ટન),મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રિષભ પંત (વિ.કી.), આ અશ્વિન, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, સિરાજ
Toss Update - KL Rahul has won the toss and elects to bat first in the 2nd Test.
— BCCI (@BCCI) January 3, 2022
Captain Virat Kohli misses out with an upper back spasm.#SAvIND pic.twitter.com/2YarVIea4H
વરસાદ બની શકે છે વિલન
જોહાનિસબર્ગમાં પણ વરસાડ મેચમાં ભંગ પાડી શકે છે.મેચના પહેલા દિવસે પણ વરસાદ પડવાની સંભવના જણાવાઈ છે. તેવામાં મેચના બીજા દિવસે 50થી 60% વરસાદ પડી શકે છે, જ્યારે ત્રીજા દિવસે વાતાવરણ વાદળછાયું રહેશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચોથા અને પાંચમા દિવસે પણ 60થી 70% વરસાદ પડવાની સંભાવના છે.
આ પણ વાંચોઃ PNB Recruitment 2022: પંજાબ નેશનલ બેંકમાં નીકળી ભરતી, 10 જાન્યુઆરી પહેલા કરો અરજી
સાઉથ આફ્રિકા સામે વન ડે સીરિઝમાં આ યુવા ખેલાડીઓ પર રહેશે નજર
IPO 2022: આ વર્ષે આવશે અનેક આઇપીઓ, જાણો શું કહે છે એક્સપર્ટ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)