શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

IND vs SA 2nd T20: ભારતને કટકમાં પણ મળી હાર, દક્ષિણ આફ્રિકાએ 4 વિકેટથી મેચ જીતી, હેનરિક ક્લાસની તોફાની બેટિંગ

કટકમાં રમાયેલી T20 શ્રેણીની બીજી મેચમાં દક્ષિણ આફ્રિકાએ 4 વિકેટે જીત મેળવી હતી. ભારતની આ સતત બીજી હાર છે.

India vs South Africa, Barabati Stadium, Cuttack: કટકમાં રમાયેલી T20 શ્રેણીની બીજી મેચમાં દક્ષિણ આફ્રિકાએ 4 વિકેટે જીત મેળવી હતી. ભારતની આ સતત બીજી હાર છે. આ પહેલાં ભારતે શ્રેણીની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. કટકમાં રમાયેલી બીજી T20માં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 149 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં આફ્રિકાની ટીમે 5 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. દક્ષિણ આફ્રિકા માટે હેનરિક ક્લાસને તોફાની ઇનિંગ્સ રમી હતી. તેણે 46 બોલમાં 81 રન બનાવ્યા હતા અને બાજી પલટી દીધી હતી.

ભારતે આપેલા 149 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી આફ્રિકન ટીમની શરૂઆત ખરાબ રહી હતી. દક્ષિણ આફ્રિકાએ 29 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ આ પછી પાંચમા નંબરે બેટિંગ કરવા આવેલા હેનરિક ક્લાસને મેચનું પરીણામ બદલી નાખ્યું. તેણે 46 બોલમાં 7 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 81 રન બનાવ્યા અને ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

ટીમના કેપ્ટન ટેમ્બા બાવુમાએ શરૂઆતમાં સંઘર્ષ કર્યો હતો. તેણે 30 બોલમાં 4 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 35 રન બનાવ્યા હતા. રીઝા હેન્ડ્રીક્સ અને પ્રેટોરિયસ વધુ કંઈ કરી શક્યા ન હતા. આ બંને ખેલાડીઓ 4-4 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. ડ્યુસેન માત્ર એક રન બનાવીને આઉટ થયો હતો. અંતમાં ડેવિડ મિલર 20 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે 15 બોલમાં એક ફોર અને એક સિક્સર ફટકારી હતી.

ભુવનેશ્વર કુમારે ટીમ ઈન્ડિયા માટે ઘાતક બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં માત્ર 13 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. હર્ષલ પટેલે પણ સારી બોલિંગ કરી હતી. તેણે 3 ઓવરમાં 17 રન આપીને એક વિકેટ લીધી હતી. યુઝવેન્દ્ર ચહલે 4 ઓવરમાં 49 રન આપીને એક વિકેટ લીધી હતી. જો કે ચહલ ખૂબ ખર્ચાળ સાબિત થયો હતો. અવેશ ખાન અને હાર્દિક પંડ્યાને એક પણ વિકેટ સફળતા મળી નહોતી. 

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. ભારતની પ્રથમ વિકેટ પહેલી જ ઓવરમાં પડી હતી. દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર કાગીસો રબાડાએ પાંચમા બોલ પર ઋતુરાજ ગાયકવાડને પેવેલિયન મોકલી દીધો હતો. તે માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે ઓપનર ઇશાન કિશને મહત્વની ઇનિંગ રમી હતી. તેણે 21 બોલમાં 3 સિક્સર અને 2 ચોગ્ગાની મદદથી 43 રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યરે પણ મહત્વનું યોગદાન આપ્યું હતું. તેણે 35 બોલમાં 40 રન બનાવ્યા હતા. અય્યરે બે ચોગ્ગા અને બે સિક્સ ફટકારી હતી.

કેપ્ટન ઋષભ પંત કંઈ ખાસ કરી શક્યો નહોતો. તે માત્ર 5 રન બનાવીને આઉટ થયો હતો. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પણ વધુ રન નહોતો બનાવી શક્યો અને 12 બોલનો સામનો કરીને એક ફોરની મદદથી 9 રન બનાવ્યા હતા. એ જ રીતે અક્ષર પટેલ માત્ર 10 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 11 બોલનો સામનો કરતાં ચોગ્ગો ફટકાર્યો હતો. અંતમાં દિનેશ કાર્તિકે જોરદાર બેટિંગ કરી હતી. તેણે 21 બોલમાં અણનમ 30 રન બનાવ્યા હતા. કાર્તિકની ઇનિંગમાં બે ચોગ્ગા અને બે સિક્સરનો સમાવેશ થાય છે. હર્ષલ પટેલે 9 બોલમાં અણનમ 12 રન બનાવ્યા હતા. તેણે બે ચોગ્ગા ફટકાર્યા. આ રીતે ભારતે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 148 રન બનાવ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
Advertisement
ABP Premium

વિડિઓઝ

BIG New: રાજકોટમાં ભાજપના નેતા પર હુમલો! PI સંજય પાદરીયાએ હુમલો કર્યો હોવાનો લગાવ્યો આરોપHun To Bolish : હું તો બોલીશ : નશેડી નબીરોHun To Bolish : હું તો બોલીશ : માસૂમની તસ્કરીના માફિયા કોણ?Valsad News : વલસાડ જિલ્લામાં ટોલટેક્સમાં વધારો, વાહનચાલકોમાં તોતિંગ વધારાથી રોષ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો
બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો
તમારી આ મનપસંદ વસ્તુ બાળકો માટે ઝેર સમાન છે, આજે જ આપવાનું બંધ કરો નહીંતર....
તમારી આ મનપસંદ વસ્તુ બાળકો માટે ઝેર સમાન છે, આજે જ આપવાનું બંધ કરો નહીંતર....
Embed widget