શોધખોળ કરો

IND vs WI: ટીમ ઈન્ડિયામાં બદલાશે શુભમનનો બેટીંગ ક્રમ, ડોમિનિકા ટેસ્ટમાં ક્યાં નંબર પર રમશે ગિલ 

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બુધવારથી ડોમિનિકામાં ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ રમાશે. આ મેચ માટે ટીમ ઈન્ડિયામાં ઘણા ફેરફાર જોવા મળશે.

Shubman Gill India vs West Indies 1st Test: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બુધવારથી ડોમિનિકામાં ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ રમાશે. આ મેચ માટે ટીમ ઈન્ડિયામાં ઘણા ફેરફાર જોવા મળશે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ જણાવ્યું કે યશસ્વી જયસ્વાલ ડેબ્યૂ કરશે. શુભમન ગીલની બેટિંગનો ક્રમ બદલાઈ જશે. ટીમ ઈન્ડિયામાં ગિલ હજુ ઓપનિંગ કરી રહ્યો હતો. પરંતુ હવે નંબર 3 પર બેટિંગ કરશે. રોહિતે ગિલની બેટિંગ વિશે મહત્વપૂર્ણ વાતો શેર કરી છે.

શુભમન ગિલ પોતે નંબર 3 પર રમવા માંગે છે

હિત શર્માએ ડોમિનિકા ટેસ્ટ પહેલા કહ્યું હતું કે, ગિલ નંબર 3 પર રમશે. ગિલ પોતે નંબર 3 પર રમવા માંગે છે. તેણે આવીને રાહુલ ભાઈ (કોચ રાહુલ દ્રવિડ) સાથે ચર્ચા કરી. તેણે કહ્યું છે કે મેં તમામ ક્રિકેટ નંબર 3 અને 4 પર રમી છે. જો હું નંબર 3 પર બેટિંગ કરીશ તો હું ટીમ માટે વધુ સારું કરી શકીશ.  કેપ્ટન રોહિતે શુભમનના બેટિંગ નંબર વિશે કહ્યું, "અમારા માટે એ પણ સારું છે કે લેફ્ટ અને રાઈટ હેન્ડના ખેલાડીઓનું કોમ્બિનેશન બનશે."

શુભમન ગિલની અત્યાર સુધીની કારકિર્દી પર નજર કરીએ તો તે અસરકારક રહ્યો છે. ગિલે નંબર 2 પર સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે 25 ઇનિંગ્સમાં 846 રન બનાવ્યા છે. આ નંબર પર બેટિંગ કરતી વખતે ગિલે 2 સદી અને 4 અડધી સદી ફટકારી છે. તેણે નંબર વન પર બેટિંગ કરતા 3 મેચ રમી છે. આમાં તે સફળ થયો ન હતો. ગિલે માત્ર 28 રન બનાવ્યા હતા. તેને નંબર 3 પર માત્ર એક જ તક મળી. પરંતુ હવે તે ફરી એકવાર આ નંબર પર બેટિંગ કરશે. ગિલે ડોમેસ્ટિક મેચોમાં 3 અને 4 નંબર પર વધુ બેટિંગ કરી છે.

30 ટેસ્ટ ઇનિંગ્સમાં 921 રન બનાવ્યા

શુભમને ભારત માટે અત્યાર સુધી રમાયેલી 30 ટેસ્ટ ઇનિંગ્સમાં 921 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 2 સદી અને 4 અડધી સદી ફટકારી હતી. ગિલે 24 વનડેમાં 1311 રન બનાવ્યા છે. આ દરમિયાન 4 સદી અને 5 અડધી સદી ફટકારી છે. તેણે બેવડી સદી પણ ફટકારી છે. વનડેમાં ગિલનો સર્વશ્રેષ્ઠ સ્કોર 208 રન છે. તેણે ટીમ ઈન્ડિયા માટે 6 ટી20 મેચમાં 202 રન બનાવ્યા છે.         

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જોખમમાં જીવ ?
Nitin Patel : વાહન પર ખેસ લગાવી ફરવાથી નેતા ન બનાય, નીતિન પટેલે યુવાનોને ચોખું સંભળાવી દીધું
Congress MLA Vimal Chudasma : કોંગ્રેસ MLAનો આક્રમક અંદાજ, પોલીસને લીધી આડેહાથ
Raghavji Patel : પૂર્વ મંત્રી રાઘવજી પટેલે ફોટા એડિટ કરી મુકવા મામલે નોંધાવી ફરિયાદ
Hun To Bolish : હું તો બોલીશ : આવું કેમ ચાલે છે પંચાયતોમાં ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?
GIFT City: ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, હવે આ લોકોને પરમિટની જરૂર નહીં
GIFT City: ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, હવે આ લોકોને પરમિટની જરૂર નહીં
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી!
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી! "ચૂંટણી જીતવા વાયદા કર્યા, પણ હવે અમલ માટે પૈસા નથી"
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
Embed widget