IND vs WI: આજે વેસ્ટ ઇન્ડિઝ અને ટીમ ઇન્ડિયા વચ્ચે પ્રથમ વન-ડે, જાણો બંન્ને ટીમોની પ્લેઇંગ ઇલેવન?
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે પ્રથમ ODI રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે શરૂ થશે
India vs West Indies 1st ODI Match Preview: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે પ્રથમ ODI રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે શરૂ થશે. બંને ટીમો આજે બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલમાં ટકરાશે. ટીમ ઈન્ડિયા ટેસ્ટ શ્રેણીની જેમ વનડે શ્રેણીમાં પણ વિજયી શરૂઆત કરવા ઈચ્છશે. આ સાથે જ યજમાન ટીમની નજર પણ જીત સાથે શ્રેણીની શરૂઆત કરવા પર રહેશે.
#TeamIndia Captain @ImRo45 on the importance of West Indies series 🔽#WIvIND pic.twitter.com/hSDjubcSNr
— BCCI (@BCCI) July 26, 2023
વેસ્ટ ઈન્ડિઝ 17 વર્ષથી ભારતથી વનડે સીરિઝ જીતી શક્યું નથી. વેસ્ટ ઈન્ડિઝ 17 વર્ષથી ભારત સામેની વનડે શ્રેણીમાં ખરાબ પ્રદર્શન કરી રહ્યું છે. આ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝ કોઈ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી શક્યું નથી. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ દ્વિપક્ષીય વન-ડે સીરિઝ 9 માર્ચ 1983ના રોજ રમાઈ હતી. ત્યારબાદ વેસ્ટ ઈન્ડિઝે ભારતીય ટીમને તેના ઘરે 2-1થી હરાવ્યું હતું. 1989 સુધી માત્ર કેરેબિયન ટીમે સતત 5 શ્રેણી જીતી હતી. આ પછી ભારતીય ટીમે 1994માં વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ વનડે શ્રેણી જીતી હતી. ભારતે વિન્ડીઝને તેના ઘરે 4-1થી હરાવ્યું હતું. પરંતુ છેલ્લી વખત વેસ્ટ ઈન્ડિઝે ટીમ ઈન્ડિયાને મે 2006માં હરાવ્યું હતું. ત્યારથી ભારતીય ટીમે સતત 12 વનડે શ્રેણીમાં વિન્ડીઝને હરાવ્યું છે. સતત સૌથી વધુ શ્રેણીમાં ટીમને હરાવવાનો આ એક વર્લ્ડ રેકોર્ડ પણ છે.
પિચ રિપોર્ટ
3 મેચની વન-ડે સીરિઝની પ્રથમ મેચ 27 જુલાઈએ બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ મેદાન પર રમાશે. આ મેદાનની પિચ વિશે વાત કરીએ તો અહીં ઝડપી બોલરો અને સ્પિનરો બંન્નેને મદદ મળશે. આવી સ્થિતિમાં ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કરી શકે છે.
હેડ ટુ હેડ રિપોર્ટ
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની વન-ડે ક્રિકેટમાં એકબીજા સામે હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરીએ તો બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 139 મેચ રમાઈ છે. તેમાંથી વેસ્ટ ઈન્ડિઝની ટીમે 63 મેચ જીતી છે જ્યારે ભારતે 70 મેચ જીતી છે. જ્યારે 2 મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી, જ્યારે 4 મેચમાં કોઈ પરિણામ આવી શક્યું ન હતું.
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, સંજુ સેમસન (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ અને ઉમરાન મલિક.
વેસ્ટ ઈન્ડિઝની સંભવિત પ્લેઈંગ ઈલેવન
બ્રેન્ડન કિંગ, કાઇલ મેયર્સ, કીસી કાર્ટી, શાઈ હોપ (કેપ્ટન અને વિકેટકીપર), શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ, રોમારીયો શેફર્ડ, ઓશાને થોમસ, અલ્ઝારી જોસેફ, કેવિન સિંકલેર અને યાનિક કેરિયહ.