શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટમાં રોહિત શર્મા ઓપનિંગમાં નહીં પણ આ નંબરે આવશે બેટિંગમાં? યાદવના સ્થાને ક્યો ફાસ્ટ બોલર રમશે?
એક રિપોર્ટનુ માનીએ તો ત્રીજી સિડની ટેસ્ટમાં ઉપ કેપ્ટન રોહિત શર્મા ઓપનર તરીકે નહીં પરંતુ મીડલ ઓર્ડરમાં બેટિંગ કરી શકે છે. રિપોર્ટ પ્રમાણે રોહિત શર્મા પાંચમા નંબરે બેટિંગમાં ઉતરી શકે છે
નવી દિલ્હીઃ સાતમી જાન્યુઆરીથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાવવાની છે. આ મેચમાં બન્ને ટીમોમાં કેટલાક ફેરફાર જોવા મળી શકે છે. વાયરલ રિપોર્ટ પ્રમાણે, ત્રીજી ટેસ્ટમાં રોહિત શર્માના બેટિંગ ઓર્ડરમાં મોટો ફેરફાર થઇ શકે છે.
એક રિપોર્ટનુ માનીએ તો ત્રીજી સિડની ટેસ્ટમાં ઉપ કેપ્ટન રોહિત શર્મા ઓપનર તરીકે નહીં પરંતુ મીડલ ઓર્ડરમાં બેટિંગ કરી શકે છે. રિપોર્ટ પ્રમાણે રોહિત શર્મા પાંચમા નંબરે બેટિંગમાં ઉતરી શકે છે, જ્યારે ઓપનર તરીકે મયંક અગ્રવાલની ત્રીજી ટેસ્ટમાંથી છુટી થશે અને શુભમન ગીલની સાથે હનુમા વિહારીને ઓપનર તરીકે અજમાવવામાં આવી શકે છે.
એક રિપોર્ટ પ્રમાણે ઉમેશ યાદવના રિપ્લેસમેન્ટની પણ વાત થઇ રહી છે. ઇજાગ્રસ્ત સ્ટાર બૉલર ઉમેશ યાદવના સ્થાનને ટીમમાં નવદીપ સૈની નહીં પરંતુ ઓલરાઉન્ડર શાર્દૂલ ઠાકુરને ટીમમાં સ્થાન મળી શકે છે. શાર્દૂલ ઠાકુર સમય પ્રમાણે ઓલરાઉન્ડરની ભૂમિકા પણ નિભાવવા માટે સક્ષમ છે.
આઇડિલ ઇન્ડિયન પ્લેઇંગ ઇલેવન.....
શુભમન ગીલ, હનુમા વિહારી, ચેતેશ્વર પુજારા, અજિંક્યે રહાણે (કેપ્ટન), રોહિત શર્મા (ઉપ કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, આર.અશ્વિન, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ.
નોંધનીય છે કે, પ્રથમ બે ટેસ્ટનુ પરિણામ આવી ચૂક્યુ છે, જેમાં પ્રથમ ટેસ્ટ ઓસ્ટ્રેલિયાએ જીતી તો બીજી ટેસ્ટ ભારતે જીતીને સીરીઝમાં બન્ને ટીમો 1-1 બરાબરી પર છે. હવે બન્ને ટીમોની નજર ત્રીજી ટેસ્ટ જીતવા પર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion