Ind vs Eng Semi-final Live: ઇંગ્લેન્ડ સામે ભારતની 10 વિકેટથી કારમી હાર, રવિવારે ઇંગ્લેન્ડ-પાકિસ્તાન ફાઇનલ
Ind vs Eng T20 Score Live: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022ની બીજી સેમિ ફાઇનલ મેચ રમાઇ રહી છે.
LIVE
Background
Ind vs Eng T20 Score Live: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022ની બીજી સેમિ ફાઇનલ મેચ રમાઇ રહી છે. પ્રથમ સેમિ ફાઇનલમાં પાકિસ્તાન ન્યૂઝીલેન્ડ સામે જીત સાથે ફાઇનલમાં પહોચી ચૂક્યુ છે. હવે ફાઇનલમાં જવા માટે આજે નૉકઆઉટ મુકાબલો રમાશે.
ભારતની શરમજનક હાર, ઇંગ્લેન્ડ 10 વિકેટથી જીત્યું
આઇસીસી ટી20 વર્લ્ડકપની બીજી સેમિ ફાઇનલમાં ભારતીય ટીમની ઇંગ્લિશ ટીમ સામે કારમી હાર થઇ છે. ઇંગ્લેન્ડે 169 રનોનો પીછો કરતાં માત્ર 16 ઓવરમાં જ વિના વિકેટે 170 રન બનાવી લીધા હતા. આ સાથે જ ભારતીય ટીમની ઇંગ્લેન્ડ સામે 10 વિકેટથી કારમી હાર થઇ હતી. હવે રવિવારે ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે ખિતાબી જંગ જામશે.
ઇંગ્લેન્ડના 100 રન પુરા
ઇંગ્લિશ ટીમની શાનદાર રમત બાદ 100 રન પુરા થઇ ગયા છે. 11 ઓવર બાદ ટીમનો સ્કૉર વિના વિકેટે 108 રન પર પહોંચ્યો છે. જૉસ બટલર 38 રન અને એલેક્સ હેલ્સ 66 રન બનાવીને ક્રિઝ પર છે.
એલેક્સ હેલ્સની આક્રમક ફિફ્ટી
બીજી સેમિ ફાઇનલમાં ઇંગ્લિશ ઓપનર બેટ્સમેન એલેક્સ હેલ્સે ભારતીય ટીમ સામે આક્રમક ફિફ્ટી ફટકારી છે, હેલ્સે 28 બૉલમાં 1 ચોગ્ગો અને 5 છગ્ગા સાથે 50 રનની ઇનિંગ રમી છે. ઇંગ્લિશ ટીમનો સ્કૉર 8 ઓવરના અંતે વિના વિકેટે 85 રન પર પહોંચ્યો છે. ક્રિઝ પર હેલ્સની સાથે બટલર પણ 34 રન બનાવીને છે.
ઇંગ્લેન્ડની શાનદાર શરૂઆત
ઇંગ્લિશ ટીમ ભારતીય ટીમ પર ભારે પડી રહી છે, દમદાર શરૂઆત સાથે બટલર અને હેલ્સે 50 રનની ભાગીદારી કરી દીધી છે. ટીમનો સ્કૉર પાવરપ્લેમાં 6 ઓવરના અંતે વિના વિકેટે 63 રન પર પહોંચ્યો છે. જૉસ બટલર 28 રન અને એલેક્સ હેલ્સ 34 રન બનાવીને ક્રિઝ પર છે.
કોહલી-હાર્દિકની દમદાર બેટિંગ
ભારતીય ટીય તરફથી જોઇએ તો રન મશીન કોહલીએ ફરી એકવાર એડિલેડમાં પોતાનો દમ બતાવ્યો છે. કોહલીએ 40 બૉલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 50 રન ફટકાર્યા હતા, તો સામે હાર્દિક પંડ્યાએ પણ તોફાની બેટિંગ કરતાં 4 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે 63 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી.