શોધખોળ કરો
Advertisement
ઓસ્ટ્રેલિયા સામેની સિરઝ જીતના હીરોને પહેલી બે ટેસ્ટમાં ના રમાડ્યો ને હવે પડતો મૂક્યો, BCCIનો વિચિત્ર નિર્ણય
ભારતીય ક્રિકેટ બોર્ડે ઇંગ્લેન્ડ સામે રમાનારી આખરી બે ટેસ્ટ માટેની ટીમમાંથી ઓસ્ટ્રેલિયા સામેની જીતના હીરો શાર્દૂલ ઠાકુરને પડતો મૂક્યો છે. શાર્દૂલને ઈંગ્લેન્ડ સામેની વર્તમાન સીરિઝની પહેલી બે ટેસ્ટમાં પણ નહોતો રમાડાયો.
નવી દિલ્લીઃ ભારતીય ક્રિકેટ બોર્ડે ઇંગ્લેન્ડ સામે રમાનારી આખરી બે ટેસ્ટ માટેની ટીમમાંથી ઓસ્ટ્રેલિયા સામેની જીતના હીરો શાર્દૂલ ઠાકુરને પડતો મૂક્યો છે. શાર્દૂલને ઈંગ્લેન્ડ સામેની વર્તમાન સીરિઝની પહેલી બે ટેસ્ટમાં પણ નહોતો રમાડાયો. મીડિયમ પેસર ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને ઘરઆંગણાની વિજય હઝારે ટ્રોફી રમવા માટે મુક્ત કર્યો છે. તેના સ્થાને અમદાવાદમાં રમાનાર આ બંને ટેસ્ટ માટે ટીમમાં ફાસ્ટ બોલર ઉમેશ યાદવ જોડાશે. યાદવે ફિટનેસ ટેસ્ટમાં પાસ થવું પડશે.
ઉમેશ યાદવ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે પ્રથમ ટેસ્ટ રમ્યા બાદ ઇજાગ્રસ્ત થતાં ભારત પરત આવી ગયો હતો. હવે તે ફિટ થઇ ગયો હોવાનું જણાવાતાં તેને ફિટનેસ ટેસ્ટ પાસ કરવાની શરતે સમાવાશે. ઇશાંત શર્મા અને મોહમ્મદ સિરાજ બીજી ટેસ્ટ રમ્યા હતા. બુમરાહને પણ આરામ અપાયો હતો. હવે બુમરાહનું પુનરાગમન થશે તેથી યાદવ ફિટ થાય તો પણ ટીમમાં સમાવેશની શક્યતા ઓછી છે.
કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, શુબમન ગીલ, ચેતેશ્વર પૂજારા, અજિન્ક્યા રહાણે (વાઇસ કેપ્ટન), કે.એલ. રાહુલ, હાર્દિક પંડયા, રિષભ પંત (વિકેટ કિપર), રીધ્ધીમાન સહા (વિકેટ કિપર), આર અશ્વિન, કુલદિપ યાદવ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, ઇશાંત શર્મા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
નેટ બોલરઃ અંકિત રાજપૂત, અવેશ ખાન, વારિયર, ગોથમ અને સૌરભ કુમાર
IPL 2021 Auction: દાવ પર લાગશે 291 ખેલાડીઓની કિસ્મત, બપોરે 3 વાગ્યાથી શરૂ થશે હરાજી
Punjab Municipal Election Results 2021: ભાજપના સૂપડા સાફ, ગુરુદાસપુરમાં મળ્યા માત્ર 9 મત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
આરોગ્ય
Advertisement