Ind Vs Sa T20 Series: વિરાટ કોહલી જ નહી આ સીનિયર ખેલાડીઓને પણ આફ્રિકા સામેની સીરિઝમાં અપાઇ શકે છે આરામ
નોંધનીય છે કે સાઉથ આફ્રિકાની ટીમ ભારતમાં 9 જૂનથી 19 જૂન સુધી પાંચ મેચોની T20 સીરિઝ રમશે. આ પછી ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડના પ્રવાસે જવાની છે
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 બાદ ટીમ ઇન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે ટી-20 સીરિઝ રમશે. આ સીરિઝમાં ઘણા સીનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવે તેવી શક્યતા છે. આમાં વિરાટ કોહલીનું નામ ટોચ પર છે, જે ખરાબ ફોર્મમાં છે અને તે સતત ક્રિકેટ પણ રમી રહ્યો છે. જોકે, માત્ર વિરાટ કોહલી જ નહીં પરંતુ અન્ય કેટલાક સિનિયર ખેલાડીઓને પણ આરામ આપવામાં આવી શકે છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, ટીમ ઈન્ડિયા જૂન-જૂલાઈમાં ઈંગ્લેન્ડ જવાની છે તેથી વિરાટ કોહલી જેવા મોટા ખેલાડી માટે આરામ જરૂરી છે. તેથી તેઓને દક્ષિણ આફ્રિકાની ટી-20 સીરિઝમાં આરામ આપવામાં આવી શકે છે.
એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતું કે વિરાટ કોહલીને દક્ષિણ આફ્રિકા શ્રેણીમાં આરામ આપવામાં આવે તેવી શક્યતા છે. તે સતત ક્રિકેટ રમી રહ્યો છે અને લાંબા સમયથી બાયો-બબલનો ભાગ છે. આ એક નીતિગત નિર્ણય છે, જેમાં વિરાટ કોહલી સહિત અન્ય ખેલાડીઓને સમય સમય પર આરામ આપવો પડે છે.
નોંધનીય છે કે સાઉથ આફ્રિકાની ટીમ ભારતમાં 9 જૂનથી 19 જૂન સુધી પાંચ મેચોની T20 સીરિઝ રમશે. આ મેચો દિલ્હી, કટક, વિશાખાપટ્ટનમ, રાજકોટ અને બેંગ્લોરમાં રમાશે. આ પછી ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડના પ્રવાસે જવાની છે, જ્યાં ટી-20 અને વન-ડે સીરિઝ ઉપરાંત એક ટેસ્ટ મેચ રમવાની છે.
વિરાટ કોહલી હાલમાં ખરાબ ફોર્મમાં છે. IPL 2022માં તે ત્રણ વખત ગોલ્ડન ડક પર આઉટ થયો છે. તેણે 12 મેચમાં માત્ર 19.63ની એવરેજથી 216 રન બનાવ્યા છે. વિરાટ કોહલીને સતત બ્રેકની સલાહ આપવામાં આવી રહી છે જેથી તે ફ્રેશ મન સાથે મેદાન પર પરત ફરી શકે. એવું માનવામાં આવે છે કે રોહિત શર્મા, કેએલ રાહુલ, જસપ્રીત બુમરાહ, ઋષભ પંતને આરામની જરૂર છે, જેઓ સતત ક્રિકેટ રમી રહ્યા છે અને બાયોબબલનો ભાગ છે.
Vastu Tips: ઘરમાં સાત ઘોડાની આવી તસવીર લગાવવાથી થઈ જશો કંગાળ, એક-એક પૈસા માટે તરસશો
ચેન્નાઇ સુપર કિંગ્સને લાગી શકે છે મોટો ઝટકો, આ ઓલરાઉન્ડર IPL 2022માંથી થશે બહાર, જાણો વિગતે
"બોલીવુડ મને પોસાય નહીં" કહેનાર મહેશ બાબૂ એક ફિલ્મના કેટલા રુપિયા ચાર્જ કરે છે? જાણીને દંગ રહી જશો