IND Vs SL 3rd T20: શ્રીલંકા સામેની ત્રીજી ટી-20 મેચમાં ટીમ ઇન્ડિયાએ કર્યા ચાર ફેરફાર, બુમરાહ, ભુવનેશ્વર કુમારને આરામ અપાયો
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી T20 મેચ ધર્મશાલામાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા આ મેચમાં જીત મેળવીને શ્રેણીમાં ક્લીન સ્વીપ કરવા ઈચ્છશે.
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી T20 મેચ ધર્મશાલામાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા આ મેચમાં જીત મેળવીને શ્રેણીમાં ક્લીન સ્વીપ કરવા ઈચ્છશે. આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.
Four changes to the #TeamIndia Playing XI for the final T20I.
— BCCI (@BCCI) February 27, 2022
Live - https://t.co/gD2UmwjsDF #INDvSL @Paytm pic.twitter.com/w3C7sHD5yk
ટીમ ઈન્ડિયાએ છેલ્લી ટી-20 મેચમાં કુલ ચાર ફેરફાર કર્યા છે. ઇશાન કિશન માથામાં વાગવાને કારણે મેચમાંથી બહાર થઇ ગયો છે. જ્યારે જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર અને યુઝવેન્દ્ર ચહલને આરામ આપવામાં આવ્યો છે.
ભારતની પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા (કેપ્ટન), વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર, સંજુ સેમસન, દીપક હુડા, રવિન્દ્ર જાડેજા, હર્ષલ પટેલ, અવેશ ખાન, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ
શ્રીલંકાની પ્લેઇંગ ઇલેવન
શ્રીલંકા (પ્લેઇંગ ઇલેવન): પથુમ નિસાંકા, દાનુષ્કા ગુનાથિલાકા, ચરિત અસલંકા, દિનેશ ચાંડીમલ , ઝેનિથ લિયાનેજ, દાસુન શનાકા , ચમિકા કરુણારત્ને, દુષ્મંથા ચમીરા, જેફરી વાંડરસે, બિનુરા ફર્નાન્ડો, લાહિરુ કુમારા
ટોસ દરમિયાન કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે અમે પણ બોલિંગ કરવા માંગતા હતા, તેથી હવે અમે આ મિશન પર આગળ વધીશું. રોહિત શર્માએ કહ્યું કે અમે ઈશાન કિશન સાથે કોઈ જોખમ લેવા માંગતા ન હતા, તેથી તે ત્રીજી ટી20માં બહાર થઈ ગયો છે.
તંજાનિયાના સોશિયલ મીડિયા સ્ટાર ભાઈ-બહેને PM મોદીને પ્રભાવિત કર્યા, જાણો PM મોદીએ શું કહ્યું
જો આપ હોસ્પિટલના ICUમાં લઇ જાવ છો મોબાઇલ તો સાવધાન, થઇ શકે છે આ નુકસાન