IND vs WI: બીજી વન ડે પહેલા Kuldeep Yadav એ આપ્યો સંકેત, Team India ની પ્લેઇંગ ઇલેવનમાં મળી શકે છે સ્થાન
India vs West Indies: પ્રથમ વન ડેમાં કેપ્ટન રોહિત શર્મા સહિત ઘણા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. જોકે બીજી વનડેની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર થઈ શકે છે. આમાં કુલદીપ યાદવને સ્થાન મળી શકે છે.
IND vs WI, 2nd ODI: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વનડે સીરીઝની બીજી મેચ બુધવારે રમાશે. જો ટીમ ઈન્ડિયા આ મેચ જીતશે તો શ્રેણીમાં જીત મેળવી લેશે. પ્રથમ વન ડેમાં કેપ્ટન રોહિત શર્મા સહિત ઘણા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. જોકે બીજી વનડેની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર થઈ શકે છે. આમાં કુલદીપ યાદવને સ્થાન મળી શકે છે.
કુલદીપે શેર કરી તસવીરો
ટીમ ઈન્ડિયાના સ્પિન બોલર કુલદીપ યાદવ લાંબા સમય બાદ વાપસી કરી રહ્યો છે. એવી અપેક્ષા હતી કે તે પ્રથમ વનડેની પ્લેઈંગ ઈલેવનમાં હશે. પરંતુ આમ થઈ શક્યું નહોતું. જો કે હવે કુલદીપના ટ્વીટ પરથી લાગી રહ્યું છે કે તે આગામી મેચમાં વાપસી કરી શકે છે. કુલદીપે ટ્વિટર પર તેની પ્રેક્ટિસની તસવીરો ટ્વીટ કરી હતી.
કોણ થશે બહાર
કુલદીપે મંગળવારે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ સાથે જોરદાર પ્રેક્ટિસ કરી હતી. બોલિંગની સાથે તેણે બેટિંગમાં પણ હાથ અજમાવ્યો હતો. કુલદીપે ફિલ્ડિંગમાં ઘણા સારા કેચ લીધા અને થ્રો ફેંક્યા. જો તેને બીજી વન-ડેની પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળશે તો એક બોલર બહાર થઈ જશે. વોશિંગ્ટન સુંદર અને યુઝવેન્દ્ર ચહલે છેલ્લી મેચમાં સારી બોલિંગ કરી હતી. હવે જોવાનું એ રહેશે કે સુકાની રોહિત કોને પ્લેઈંગ ઈલેવનમાં રાખે છે.
Final touches before the big game.✌🏻 pic.twitter.com/ALHmVLHig0
— Kuldeep yadav (@imkuldeep18) February 8, 2022