શોધખોળ કરો

IND vs BAN 2022: ભારતીય ટીમને મોટો ઝટકો, ઈજાગ્રસ્ત રવિન્દ્ર જાડેજા બાંગ્લાદેશ પ્રવાસમાંથી બહાર

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ન્યુઝીલેન્ડના પ્રવાસે છે. આ પ્રવાસ પર, 3 T20 મેચો પછી, ટીમ ઈન્ડિયા હવે યજમાન ટીમ સાથે 3 ODIની શ્રેણી રમશે.

Ravindra Jadeja Injury Update: ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ન્યુઝીલેન્ડના પ્રવાસે છે. આ પ્રવાસ પર, 3 T20 મેચો પછી, ટીમ ઈન્ડિયા હવે યજમાન ટીમ સાથે 3 ODIની શ્રેણી રમશે. ન્યુઝીલેન્ડ સીરીઝ બાદ ટીમ ઈન્ડિયા ડિસેમ્બરમાં બાંગ્લાદેશના પ્રવાસે જશે. ભારતીય ટીમ બાંગ્લાદેશ પ્રવાસ પર 3 વનડે અને 2 ટેસ્ટ મેચોની શ્રેણી રમશે. ભારતીય ટીમનો આ પ્રવાસ 4 ડિસેમ્બરથી શરૂ થશે. વાસ્તવમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 4 ડિસેમ્બરે પ્રથમ વનડે મેચ રમાશે.

રવિન્દ્ર જાડેજા બાંગ્લાદેશ પ્રવાસમાંથી બહાર

બાંગ્લાદેશ સામેની શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. વાસ્તવમાં, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા આ પ્રવાસમાં ટીમ ઈન્ડિયાનો ભાગ નહીં હોય. રવિન્દ્ર જાડેજાની ગેરહાજરી ભારતીય ટીમ માટે મોટો ફટકો માનવામાં આવી રહી છે. રવિન્દ્ર જાડેજા એશિયા કપ 2022 દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો, પરંતુ તે હજુ સુધી તે ઈજામાંથી બહાર આવ્યો નથી. આ ઈજાને કારણે રવિન્દ્ર જાડેજા ટી-20 વર્લ્ડ કપમાં પણ ટીમ ઈન્ડિયાનો ભાગ નહોતો.

અહીં સંપૂર્ણ પ્રવાસ શેડ્યૂલ જુઓ

બીજી તરફ ભારતીય ટીમના બાંગ્લાદેશ પ્રવાસની વાત કરીએ તો બંને ટીમો વચ્ચે 3 ODI શ્રેણીની પ્રથમ મેચ 4 ડિસેમ્બરે રમાશે. જ્યારે શ્રેણીની બીજી મેચ 7 ડિસેમ્બરે રમાશે. તે જ સમયે, આ શ્રેણીની છેલ્લી મેચ 10 ડિસેમ્બરે રમાશે. ભારત-બાંગ્લાદેશ શ્રેણીની ત્રણેય મેચ મીરપુરના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમાશે. આ સિવાય બંને ટીમો વચ્ચે 2 ટેસ્ટ સીરિઝની પ્રથમ ટેસ્ટ મેચ 14-18 ડિસેમ્બર વચ્ચે ચિત્તાગોંગના ઝહુર અહેમદ ચૌધરી સ્ટેડિયમમાં રમાશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે છેલ્લી ટેસ્ટ મેચ 22 થી 26 ડિસેમ્બર દરમિયાન ઢાકામાં રમાશે. 

NZ vs PAK: સૂર્યકુમાર યાદવનો દબદબો, ન્યૂઝીલેન્ડ સામેની ટી20 સીરીઝમાં બન્યો 'પ્લેયર ઓફ ધ સીરીઝ'

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ત્રણ મેચોની ટી20 સીરીઝમા ભારતીય ટીમે સીરીઝ પર 1-0થી કબજો જમાવી દીધો છે. હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ અને ત્રીજી મેચ વરસાદના કારણે ધોવાઇ ગઇ હતી, જોકે, બીજી ટી20માં ભારતીય બેટ્સમેનોએ અને બૉલરોએ સારુ પ્રદર્શન કર્યુ હતુ,  આ સીરીઝમાં જબરદસ્ત બેટિંગના કારણે 'પ્લેયર ઓફ ધ સીરીઝ'નો ખિતાબ આપવામાં આવ્યો છે. 

સૂર્યકુમાર યાદવનો દબદબો- 
ટી20 વર્લ્ડકપ બાદ સૂર્યકુમાર યાદવનો દબદબો હજુ પણ યતાવત છે, તેને ન્યૂઝીલેન્ડની સામે તેમની જ ધરતી પર તાબડતોડ ઇનિંગ રમતા સદી ફટકારી દીધી હતી. સૂર્યાએ બીજી બે ઓવલમાં રમાયેલી ટી20માં ધમાકેદાર બેટિંગ કરી હતી, જેમાં તેને સદી ફટકારી હતી. આ પરફોર્મન્સના આધાર પર તેને 'પ્લેયર ઓફ ધ સીરીઝ' નો એવોર્ડ આપવામાં આવ્યો છે.

ન્યૂઝીલેન્ડ સામેની સીરીઝમાં 'પ્લેયર ઓફ ધ સીરીઝ' નો એવોર્ડ મળ્યા બાદ સૂર્ય કુમાર યાદવે કહ્યું- અત્યાર સુધી જે રીતે હુ રમ્યો તે રીતે હુ ખુબ જ ખુશ છું, હું આવુ જ રમવા માંગીશ, જેમ કે સિરાજે કહ્યું હવામાન અમારી સાથે નથી આવામાં પ્રેશર રહે છે, અને તે સમયે હું મારી બેટિંગનો પુરેપુરો એન્જૉય લઉં છું. ત્યાં કોઇ બેગેઝ નથી લઇને જવુ પડતુ, ઇન્સ્ટન્ટ અને એપ્રૉચ બિલકુલ તે જ છે. બસ અમારે ત્યાં જવાનુ છે અને ખુદને એક્સપ્રેશ કરવાનુ છે. આ એક સારી ગેમ છે. વર્લ્ડકપ બાદ ભારતીય ટીમની આ પહેલી દ્વીપક્ષીય ટી20 સીરીઝ હતી, જેને 1-0થી હાર્દિક એન્ડ કંપનીએ સીલ કરી લીધી હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે
તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે
Accidents: રાજુલાના કડીયાળી ગામ નજીક બે મોટર સાયકલ સામ સામે અથડાતા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત, જાણો રાજ્યમાં આજે ક્યાં ક્યાં થયા અકસ્માત
Accidents: રાજુલાના કડીયાળી ગામ નજીક બે મોટર સાયકલ સામ સામે અથડાતા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત, જાણો રાજ્યમાં આજે ક્યાં ક્યાં થયા અકસ્માત
Embed widget