IPL Auction 2022: ભારતને અંડર-19 વર્લ્ડકપ જીતાડનાર કેપ્ટનને હરાજીમાં ના મળી મોટી રકમ, દિલ્હીએ આટલા કરોડમાં ખરીદ્યો
IPL 2022 માટે મેગા ઓક્શનમાં સેંકડો ભારતીય અને વિદેશી ખેલાડીઓની બોલી લગાવવામાં આવી છે. મેગા ઓક્શનમાં અંડર-19 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરનારા ઘણા ખેલાડીઓની હરાજી કરવામાં આવી હતી.
IPL Auction 2022 Highlights: IPL 2022 માટે મેગા ઓક્શનમાં સેંકડો ભારતીય અને વિદેશી ખેલાડીઓની બોલી લગાવવામાં આવી છે. મેગા ઓક્શનમાં અંડર-19 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરનારા ઘણા ખેલાડીઓની હરાજી કરવામાં આવી હતી. આશ્વર્યની વાત એ છે કે ભારતને વિજેતા બનાવનાર કેપ્ટન યશ ધુલને હરાજીમાં મોટી રકમ મળી નથી. ટીમોએ તેને ખરીદવા માટે ઊંચી બોલી લગાવી નહોતી. દિલ્હી કેપિટલ્સે રૂ. 50 લાખની બોલી લગાવીને તેને ટીમમાં સામેલ કર્યો છે.
અંડર-19 વર્લ્ડકપની ટીમના અન્ય ખેલાડીઓ રાજ બાવા અને રાજવર્ધન હંગરકરને મોટી રકમ મળી છે. યુવા ખેલાડી રાજ બાવાની બેઝ પ્રાઇસ 20 લાખ રૂપિયા હતી જેને પંજાબ કિંગ્સે 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જ્યારે રાજવર્ધન હંગરગેકરની બેઝ પ્રાઇસ 30 લાખ હતી અને તેને ચેન્નઈ સુપર કિંગ્સે 1.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
અંડર-19 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરનાર સાઉથ આફ્રિકાના ખેલાડી ડેવોલ્ડ બ્રેવિસ પર પૈસાનો વરસાદ થયો છે. તેને મુંબઈ ઈન્ડિયન્સે 3 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. બ્રેવિસની બેઝ પ્રાઇસ માત્ર 20 લાખ રૂપિયા હતી, પરંતુ ઘણી ફ્રેન્ચાઈઝીઓએ બિડ કરી અને તેની કિંમત વધી ગઈ. બ્રેવિસને 'જુનિયર ડી વિલિયર્સ' અને 'બેબી એબી' તરીકે પણ ઓળખવામાં આવે છે. ડીવાલ્ડ બ્રેવિસે અંડર-19 વર્લ્ડ કપમાં ઘણા રેકોર્ડ તોડ્યા હતા. તેણે વર્લ્ડ કપમાં 506 રન બનાવ્યા હતા.