શોધખોળ કરો

IPL 2023: ગુજરાત ટાઈટન્સ લોકી ફર્ગ્યુસનને હટાવી કોલકાતાના આ ફાસ્ટ બોલરને ટીમમાં લઈ શકે

આ સિઝન પહેલાં મીની હરાજી યોજાવાની છે. મીની હરાજી પહેલાં તમામ ટીમોએ પોતાના 15 ખેલાડીઓની યાદી BCCIને સુપરત કરવાની રહેશે.

IPL 2023: IPL 2023નું બ્યુગલ વાગવાનું શરુ થઈ ચુક્યું છે. આઈપીએલની આગામી સિઝન માટે તમામ ટીમોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સિઝન પહેલાં મીની હરાજી યોજાવાની છે. મીની હરાજી પહેલાં તમામ ટીમોએ પોતાના 15 ખેલાડીઓની યાદી BCCIને સુપરત કરવાની રહેશે. જેના અનુસંધાનમાં ગુજરાત ટાઇટન્સના કેમ્પમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલમાં જણાવાયું છે કે, ગુજરાત ટાઈટન્સ શિવમ માવી પર મોટો દાવ રમી શકે છે.

લોકી ફર્ગ્યુસનને હટાવી શકે છે ગુજરાત ટાઈટન્સઃ

ગુજરાત ટાઈટન્સની ટીમ ન્યુઝિલેન્ડના ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસનના રૂપમાં મોટો ફેરફાર કરી શકે છે. અહેવાલ મુજબ, ગુજરાત ટાઇટન્સ શિવમ માવી માટે મીની હરાજી પહેલા લોકી ફર્ગ્યુસનને કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ને સોંપી શકે છે. લોકી ફાસ્ટ બોલર છે. તેણે IPL 2022માં સૌથી ઝડપી બોલ ફેંકવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. આવી સ્થિતિમાં શિવમ ગુજરાત ટાઇટન્સને માવી માટે લોકી ફર્ગ્યુસનને કેમ છોડવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ મામલે હજુ કંઈ સ્પષ્ટ થયું નથી.

IPL 2022માં કેવું રહ્યું પ્રદર્શન?

IPL 2022ની સિઝનમાં, લોકી ફર્ગ્યુસને ગુજરાત માટે કુલ 13 મેચ રમી હતી, જેમાં તેણે 35.58ની એવરેજથી 12 વિકેટ લીધી હતી. તે જ સમયે, તેની બોલિંગ ઈકોનોમી 8.96 હતી જે T20 મુજબ એટલી ખરાબ નથી. આ સિવાય એક મેચમાં 4 વિકેટ સાથે 28 રન આપીને તેણે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું હતું. વર્ષ 2022ની મેગા ઓક્શનમાં ગુજરાતે 10 કરોડ રૂપિયાની ભારે કિંમત ચૂકવીને લોકી ફર્ગ્યુસનને ટીમમાં સામેલ કર્યો હતો.

માવીએ ખરાબ પ્રદર્શન કર્યું હતું

IPL 2022માં કોલકાતા તરફથી રમતા શિવમ માવીએ IPLની છેલ્લી સિઝનમાં કુલ 6 મેચ રમી હતી, જેમાં તેણે 45.40ની એવરેજથી 5 વિકેટ ઝડપી હતી. તે જ સમયે, તેણે 10.32ની ઇકોનોમી પર રન લૂંટાવ્યા હતા. IPL 2022ની મેગા ઓક્શનમાં કોલકાતા નાઈટ રાઈડર્સે શિવમ માવીને 7.25 કરોડ ચૂકવીને પોતાની ટીમનો હિસ્સો બનાવ્યો હતો.

આ પણ વાંચો....

IND vs ZIM: સૂર્યકુમાર યાદવે આજની મેચમાં 35 રન પૂરા કરતાં જ રચ્યો ઈતિહાસ, બન્યો ભારતનો પ્રથમ બેટ્સમેન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Satadhar Controversy : સુપ્રસદ્ધિ સતાધાર જગ્યાના મહંત વિજયબાપુ પર આરોપના અમરેલીમાં ઘેરા પ્રત્યાઘાતGujarat Police: અમદાવાદમાં પોલીસ સામે ગુંડાગર્દી ગુંડાઓને પડી ભારે!Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE Updates

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
સાવધાન! અમેરિકાથી આવી રહી છે સૌથી મોટી બીમારી, બની શકે છે નવી મહામારી, નિષ્ણાતોએ ચેતવ્યા
સાવધાન! અમેરિકાથી આવી રહી છે સૌથી મોટી બીમારી, બની શકે છે નવી મહામારી, નિષ્ણાતોએ ચેતવ્યા
BSNLનો માસ્ટર સ્ટ્રોક, 3600GB ડેટાવાળા પ્લાને ફરીથી Jio-Airtelનું ટેન્શન વધાર્યું
BSNLનો માસ્ટર સ્ટ્રોક, 3600GB ડેટાવાળા પ્લાને ફરીથી Jio-Airtelનું ટેન્શન વધાર્યું
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
Embed widget