વિરાટ કોહલી વિશે શોએબ અખ્તરે મારી ડંફાસ, જો વિરાટ મારી સામે રમ્યો હોત તો....
એક ઈન્ટરવ્યુમાં શોએબ અખ્તરે કહ્યું કે, વિરાટ કોહલી એક શાનદાર વ્યક્તિ અને ખેલાડી છે. જો વિરાટ કોહલીએ મારા માટે કંઈ કહ્યું હોય તો એ તેની મોટાઈ છે.
પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શોએબ અખ્તરે ભારતના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી વિશે ડંફાસ મારી છે. શોએબ અખ્તરનું કહેવું છે કે, જો તે વિરાટ કોહલી મારી સામે રમ્યો હોત તો કદાચ ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર બેટ્સમેન આટલા રન ના બનાવી શક્યો હોત.
એક ઈન્ટરવ્યુમાં શોએબ અખ્તરે કહ્યું કે, વિરાટ કોહલી એક શાનદાર વ્યક્તિ અને ખેલાડી છે. જો વિરાટ કોહલીએ મારા માટે કંઈ કહ્યું હોય તો એ તેની મોટાઈ છે. પરંતુ જો હું વિરાટ કોહલી સામે રમ્યો હોત તો કદાચ તે આટલા રન ના બનાવ્યા હોત. જો કે, શોએબ અખ્તરે વધુમાં કહ્યું કે, વિરાટ કોહલીએ તેની કારકિર્દીમાં જેટલા રન બનાવ્યા છે તે એક શાનદાર રેકોર્ડ છે અને તેની પાછળ તેણે ઘણી મહેનત કરી છે. જો હું તેની સામે રમ્યો હોત (બોલિંગ કરી હોત) તો વિરાટ કોહલીએ 50 સદી નહીં પણ 20-25 સદી ફટકારી હોત.
અહીં ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેને શોએબ અખ્તરના બોલ પર રમવાની ઘણી મજા આવી હોત. કારણ કે, શોએબ અખ્તર એક પ્રકારનો પડકાર આપે છે. શોએબ અખ્તર અને વિરાટ કોહલી 2010ના એશિયા કપમાં એકબીજા સામે રમ્યા હતા, જોકે વિરાટે તે સમયે શોએબની બોલિંગનો સામનો નહોતો કર્યો. શોએબ અખ્તરનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે તે, પોતાના ખરાબ ફોર્મમાં છે. વિરાટ કોહલી લખનઉ સામેની મેચમાં ગોલ્ડન ડક પર આઉટ થયો હતો. સાથે જ વિરાટ કોહલીએ આ સીઝનમાં કુલ 7 મેચોમાં ફક્ત 119 રન જ બનાવ્યા છે.