IPL 2023 New Rules: ગત સીઝનથી કેટલી અલગ હશે આ વર્ષની આઇપીએલ? અહી મળશે તમામ સવાલના જવાબો
આઈપીએલની 16મી સીઝન આઈપીએલની અન્ય તમામ સીઝનથી ઘણી અલગ હશે
IPL New Rules: આઈપીએલની 16મી સીઝન આઈપીએલની અન્ય તમામ સીઝનથી ઘણી અલગ હશે. IPL 2023માં ઘણા નવા નિયમો સામેલ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે આ ટૂર્નામેન્ટનો ઉત્સાહ પહેલા કરતા વધી જશે. આ વર્ષે દર્શકોને IPL ફોર્મેટથી લઈને DRS સિસ્ટમ સુધીની દરેક બાબતમાં ફેરફાર જોવા મળશે.
IPL 2023 ફોર્મેટ
-IPLની 10 ટીમોને 2 ગ્રુપમાં વહેંચવામાં આવશે.
-ગ્રુપ્સને નિર્ધારિત કરવા માટે રેન્ડમ ડ્રોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે નક્કી કરે છે કે બે જૂથોમાંની દરેક ટીમ કઈ ટીમ સામે એક વખત અને કોની સામે બે વખત રમશે.
-ગ્રુપ સ્ટેજમાં દરેક ટીમ તેના ગ્રુપની અન્ય ચાર ટીમો સાથે બે વખત રમશે (એક હોમગ્રાઉન્ડ અને એક અન્ય સ્થળે રમશે), બીજા ગ્રુપની ચાર ટીમો પ્રત્યેક એક વખત અને બાકીની ટીમ 2 મેચમાં રમશે. આ રીતે દરેક ટીમ 14 મેચ રમશે.
-IPL પોઈન્ટ ટેબલની વાત કરીએ તો વિજેતા ટીમને 2 પોઈન્ટ મળશે. હારનાર ટીમને કોઈ પોઈન્ટ નહીં મળે અને પછી જો મેચ ડ્રોમાં સમાપ્ત થાય અથવા પરિણામ ન આવે તો બંને ટીમોને 1-1 પોઈન્ટ મળશે.
-પ્લેઓફ ગ્રુપની મેચો એ જ રીતે યોજાશે જેવી રીતે અગાઉ યોજાતી હતી.
IPL 2023ના નવા નિયમો
-બીસીસીઆઈએ આઈપીએલની આ સીઝનમાં ઈમ્પેક્ટ પ્લેયરનો નવો અને મજેદાર નિયમ બનાવ્યો છે. આ નિયમ ટીમની હાર અને જીતમાં મોટો ફરક લાવી શકે છે.
-આ નવા નિયમ હેઠળ ટોસ સમયે ટીમે તેમની પ્લેઈંગ ઈલેવન સાથે 4 વૈકલ્પિક ખેલાડીઓના નામ આપવાના રહેશે. મેચ દરમિયાન કેપ્ટન તે 4 ખેલાડીઓમાંથી કોઈપણ એકને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે ઉપયોગ કરી શકે છે. ઈમ્પેક્ટ પ્લેયર તરીકે કેપ્ટન 4 વૈકલ્પિક ખેલાડીઓમાંથી કોઈપણ એકને પ્લેઈંગ ઈલેવનમાંથી કોઈપણ એક ખેલાડી સાથે બદલી શકે છે.
-બદલાયેલ ખેલાડી ફરીથી કોઈપણ સ્વરૂપે મેચમાં ભાગ લઈ શકશે નહીં. રિપ્લેસ પ્લેયરને વૈકલ્પિક ફિલ્ડર તરીકે પણ મેચમાં સામેલ કરી શકાય નહીં.
-ઈમ્પેક્ટ પ્લેયર કેપ્ટનશીપ કરી શકતો નથી.
-રિટાયર્ડ હર્ટ પ્લેયરની જગ્યાએ ઈમ્પેક્ટ પ્લેયર પણ બેટિંગ કરવા આવી શકે છે.
-બંને ટીમો દરેક મેચમાં ઈમ્પેક્ટ પ્લેયરનો ઉપયોગ કરી શકે છે.
-જો ટીમમાં 4 વિદેશી ખેલાડી રમતા હોય તો વિદેશી ખેલાડીનો ઈમ્પેક્ટ પ્લેયર તરીકે ઉપયોગ કરી શકાશે નહીં.
DRS નવો નિયમ
IPL 2023ની દરેક ઇનિંગમાં બે DRS હશે.
IPLમાં ખેલાડીઓ વાઈડ અને નો-બોલ માટે પણ રિવ્યુ લઈ શકશે.
નોંધનીય છે કે વુમન્સ પ્રીમિયર લીગ આ પ્રકારની પ્રથમ ટૂર્નામેન્ટ છે, જેમાં પ્રથમ વખત વાઈડ અને નો બોલ માટે ડીઆરએસ લેવાની સિસ્ટમ આવી છે. આ સાથે જ મુંબઈ ઈન્ડિયન્સની હરમનપ્રીત કૌર આ નવા નિયમનો ઉપયોગ કરનાર પ્રથમ ખેલાડી બની ગઈ છે.
જ્યારે કેચ આઉટ થવા પર, બેટ્સમેને અડધી પીચ પાર કરી હોય કે ના કરી હોય, નવો બેટ્સમેન સ્ટ્રાઈક લેશે. જો તે છેલ્લો બોલ છે તો તે સ્ટ્રાઇક લેશે નહીં.