(Source: ECI/ABP News/ABP Majha)
Shubman Gill Century: શુભમન ગીલે 49 બોલમાં ફટકારી સદી, IPL 2023નો બન્યો ટોપ સ્કોરર
Shubman Gill Century: IPL 2023ની બીજી ક્વોલિફાયર મેચ ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ રહી છે. આ મોટી મેચ માટે બંને ટીમો અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આમને-સામને છે.
Shubman Gill Century: IPL 2023ની બીજી ક્વોલિફાયર મેચ ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ રહી છે. આ મોટી મેચ માટે બંને ટીમો અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આમને-સામને છે. આ મેચમાં બંને ટીમો ફાઈનલની ટિકિટ જીતવા ઈચ્છશે.
ICYMI!
A SIX that left everyone in 🤯🤯
How would you describe that shot from Shubman Gill?#TATAIPL | #Qualifier2 | #GTvMI | @ShubmanGill pic.twitter.com/BAd8NDVB0e — IndianPremierLeague (@IPL) May 26, 2023
શુભમન ગિલની આઈપીએલમાં ત્રીજી સદી
ગુજરાત ટાઇટન્સના ઓપનર શુભમન ગિલે IPL 2023ની ત્રીજી સદી ફટકારી છે. શુભમન ગિલે આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના બોલરોની ખુબ ધોલાઈ કરી હતી. શુભમન ગિલે 49 બોલમાં સદીના આંકડાને સ્પર્શ કર્યો હતો. IPL 2023માં શુભમન ગિલની આ ત્રીજી સદી છે. આ સાથે ગીલ આઈપીએલ 2023માં સૌથી વધુ રન કરનાર ખેલાડી બની ગયો છે. તેણે ફાફ ડુપ્લેસીને પાછળ છોડ્યો છે. આ સાથે તેણે ઓરેન્જ કેપ મેળવી લીધી છે.
મુરલી વિજય IPL પ્લેઓફમાં સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન છે
મુરલી વિજય IPL પ્લેઓફમાં સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન છે. મુરલી વિજયે IPL 2012માં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતા દિલ્હી કેપિટલ્સ સામે સદી ફટકારી હતી. આ પછી વીરેન્દ્ર સેહવાગે IPL 2014માં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે પંજાબ કિંગ્સ તરફથી રમતા શાનદાર સદી ફટકારી હતી. તે જ સમયે, શેન વોટસન પ્લેઓફમાં સદી ફટકારનાર ત્રીજો બેટ્સમેન છે. શેન વોટસને IPL 2018માં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતા સનરાઈઝર્સ હૈદરાબાદ સામે સદીનો આંકડો પાર કર્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે આઈપીએલ 2018ની ફાઈનલ મેચ હતી.
આ બેટ્સમેનોએ IPL પ્લેઓફમાં સદી ફટકારી છે
IPL 2022માં રજત પાટીદારે લખનૌ સુપર જાયન્ટ્સ સામે સદી ફટકારી હતી. તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપરજાયન્ટ્સ વચ્ચેની એલિમિનેટર મેચ હતી. જ્યારે રાજસ્થાન રોયલ્સના જોસ બટલરે IPL 2022ના પ્લેઓફમાં સદી ફટકારી હતી. તે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ક્વોલિફાયર મેચ હતી. તે જ સમયે, હવે ગુજરાત ટાઇટન્સના ઓપનર શુભમન ગિલે મુંબઈ ઈન્ડિયન્સ સામે સદી ફટકારી છે. આ રીતે શુભમન ગિલ IPL પ્લેઓફમાં સદી ફટકારનાર સાતમો બેટ્સમેન બન્યો છે. આઈપીએલના ઈતિહાસના પ્લેઓફમાં અત્યાર સુધી 7 બેટ્સમેનોએ સદી ફટકારી છે.