IPL 2024: કોલકાતા નાઈટ રાઈડર્સનો ચોંકાવનારો નિર્ણય, આ 12 ખેલાડીઓને કર્યા રિલીઝ
IPL 2024 પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સ દ્વારા ઘણા મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. ટીમે શાર્દુલ ઠાકુર અને લોકી ફર્ગ્યુસન સહિત 12 દિગ્ગજ ખેલાડીઓને બહારનો રસ્તો બતાવ્યો છે.

Kolkata Knight Riders, IPL 2024: IPL 2024 પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સ દ્વારા ઘણા મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. ટીમે શાર્દુલ ઠાકુર અને લોકી ફર્ગ્યુસન સહિત 12 દિગ્ગજ ખેલાડીઓને બહારનો રસ્તો બતાવ્યો છે. KKRમાં થયેલા ફેરફારો ખરેખર ચોંકાવનારા છે.
કોલકાતાના રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી
શ્રેયસ અય્યર (કેપ્ટન), નીતિશ રાણા, રહેમાનુલ્લા ગુરબાઝ, વેંકટેશ ઐયર, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, અનુકુલ રોય, રિંકુ સિંહ, વૈભવ અરોરા, સુયશ શર્મા, કુલવંત ખેજરોલિયા, મનદીપ સિંહ, જેસન રોય.
કોલકાતાના રિલીઝ થયેલા ખેલાડીઓની યાદી
શાકિબ અલ હસન, લિટન દાસ, આર્યન દેસાઈ, ડેવિડ વીજે, નારાયણ જગદીસન, મનદીપ સિંહ, કુલવંત ખેજરોલિયા, શાર્દુલ ઠાકુર, લોકી ફર્ગ્યુસન, ઉમેશ યાદવ, ટિમ સાઉદી, જોન્સન ચાર્લ્સ.
Knights of Eden 💜💛 pic.twitter.com/IfdvkousQO
— KolkataKnightRiders (@KKRiders) November 26, 2023
મુંબઈ ઈન્ડિયન્સે ખેલાડીઓને બહાર કર્યા
અરશદ ખાન
રમનદીપ સિંહ
રિતિક શૌકીન
રાઘવ ગોયલ
જોફ્રા આર્ચર
ટ્રિસ્ટન સ્ટબ્સ
ડુઆન જોનસન.
છેલ્લું ટાઇટલ 2020માં જીત્યું હતું
નોંધનીય છે કે મુંબઈ ઈન્ડિયન્સે 2020માં તેનું પાંચમું અને છેલ્લું આઈપીએલ ટાઈટલ જીત્યું હતું. આ પછી ટીમ ચેમ્પિયન ન બની શકી. 2020ની ટૂર્નામેન્ટમાં, રોહિત શર્માની કપ્તાની હેઠળ મુંબઈએ ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સને હરાવ્યું હતું. હવે જોવાનું રસપ્રદ રહેશે કે મુંબઈની ટીમ આ વખતે કંઈ નવું કરી શકે છે કે કેમ.
IPL 2024 માટે તમામ ટીમોના રિટેન અને રીલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરવામાં આવી છે. એક ટીમમાં ઓછામાં ઓછા 18 અને વધુમાં વધુ 25 ખેલાડીઓ હોઈ શકે છે. તેમની વચ્ચે આઠ વિદેશી ખેલાડીઓ હોવા પણ જરૂરી છે. જોકે, પ્લેઇંગ-11માં માત્ર ચાર ખેલાડીઓને જ તક આપી શકાય છે. બધાની નજર હાર્દિક પંડ્યા પર હતી, પરંતુ હાલ તે ગુજરાત સાથે જ રહેશે.
મુંબઈ ઈન્ડિયન્સે આ ખેલાડીઓને જાળવી રાખ્યા છે
રોહિત શર્મા (કેપ્ટન), ડેવાલ્ડ બ્રુઈસ, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, તિલક વર્મા, ટિમ ડેવિડ, વિષ્ણુ વિનોદ, અર્જુન તેંડુલકર, કેમ ગ્રીન, શમ્સ મુલાની, નેહલ વાધેરા, જસપ્રિત બુમરાહ, કુમાર કાર્તિકેય, પીયૂષ ચાવલા, આકાશ મધવાલ, જેસન બેહરનડોર્ફ, રોમારિયો શેફર્ડો.
મુંબઈ ઈન્ડિયન્સ માટે છેલ્લી સિઝન સારી રહી હતી. જોકે ટીમ ફાઇનલમાં પહોંચી શકી નથી. મુંબઈએ ચોથા નંબર પર રહીને ક્વોલિફાય કર્યું હતું, ત્યારબાદ તેણે એલિમિનેટર મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને હરાવ્યું હતું. પરંતુ ત્યારબાદ ક્વોલિફાયર-2માં હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ગુજરાત ટાઇટન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
