શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
પોલાર્ડ પહેલાં ક્યા ક્રિકેટરો ઈન્ટરનેશનલ મેચમાં એક ઓવરમાં 6 સિક્સર ફટકારી ચૂક્યા છે ?
વેસ્ટ ઈન્ડિઝનો કેપ્ટન કિરોન પોલાર્ડ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આવું કારનામું કરનારો વિન્ડિઝનો પ્રથમ ક્રિકેટર બન્યો હતો.
એન્ટિગાઃ શ્રીલંકાની ટીમ હાલ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસે છે. આજે બંને ટીમો વચ્ચે પ્રથમ ટી-20 રમાઈ હતી. મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો ફેંસલો લીધો હતો. શ્રીલંકાની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 131 રન બનાવ્યા હતા.
પોલાર્ડની કેપ્ટન ઈનિંગ
મેચ જીતવા 132 રનના ટાર્ગેટને હાંસલ કરવા મેદાન પર ઉતરેલી કેરેબિયન ટીમનો સ્કોર 52 રન પર 0 વિકેટથી 62 રન પર 4 વિકેટ થઈ ગયો હતો. જે બાદ કેપ્ટન પોલાર્ડે કેપ્ટન ઈનિંગ રમી હતી. તેણે 11 બોલમાં 6 છગ્ગાની મદદથી 38 રન ફટકાર્યા હતા. પોલાર્ડે આ તમામ છગ્ગા અકિલા ધનજયની ઓવરમાં ફટકાર્યા હતા.
આ પહેલા ધનજંયે હેટ્રિક લીધી હતી અને તે પછી પોલાર્ડ ફરી વળ્યો હતો. પોલાર્ડે ઇનિંગ્સની છઠ્ઠી ઓવરમાં અકિલા ધનંજયને ધોઈ નાખ્યો હતો. તેણે પ્રથમ બોલે લોન્ગ-ઓન પર, બીજા બોલે ડાઉન ધ ગ્રાઉન્ડ, ત્રીજા બોલે લોન્ગ-ઓફ પર, ચોથા બોલે મિડવિકેટ પર, પાંચમા બોલે ડાઉન ધ ગ્રાઉન્ડ અને છઠ્ઠા બોલે કાઉ કોર્નર પર સિક્સ મારી હતી. પોલાર્ડની આ ઈનિંગ બાદ સોશિયલ મીડિયા પર હેશટેગ યુવરાજ સિંહ, હેશટેગ 6 સિક્સ ટ્રેન્ડ થયું હતું.
ઈન્ટરનેશનલ મેચમાં કોણ કોણ કરી ચુક્યા છે આ કારનામું
યુવરાજ સિંહે 2007ના ટી-20 વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડ સામે બ્રોડની ઓવરમાં છ છગ્ગા ઠોક્યા હતા. જે બાદ 2017માં સાઉથ આફ્રિકાની હર્ષલ ગિબ્સે નેધરલેન્ડ સામે આ પરાક્રમ કર્યુ હતું. જ્યારે આજે પોલાર્ડે શ્રીલંકા સામે અકલ્પનીય ઈનિંગ રમી હતી. જેના કારણે તે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આવું કારનામું કરનારો વેસ્ટ ઈન્ડિઝનો પ્રથમ ક્રિકેટર બન્યો હતો.
શ્રીલંકાના આ બોલરે હેટ્રિક લીધી ને પછીની ઓવરમાં પોલાર્ડે 6 બોલમાં 6 સિક્સર ઠોકીને ગાભા કાઢી નાંખ્યા
ક્રિપ્ટોકરન્સી Bitcoinમાં ફરી લાલચોળ તેજી, જાણો એક બિટકોઈનનો ભાવ કેટલા લાખ રૂપિયાએ પહોંચ્યો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
રાજકોટ
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion