KKR vs PBKS: બેયરસ્ટો-શશાંકનું વિસ્ફોટક પ્રદર્શન, પંજાબે કોલકાતાને 8 વિકેટે હરાવ્યું
KKR vs PBKS Score Live Updates: ઈડન ગાર્ડન્સમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાશે. આ મેચ સંબંધિત લાઇવ અપડેટ્સ અહીં વાંચો.
LIVE
Background
KKR vs PBKS Score Live IPL 2024: IPLમાં શુક્રવારે કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સની ટીમો એકબીજાનો સામનો કરશે. બંને ટીમો વચ્ચેની મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે ઈડન ગાર્ડન્સમાં શરૂ થશે. હાલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ 7 મેચમાં 10 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. જ્યારે પંજાબ કિંગ્સ 8 મેચમાં 4 પોઈન્ટ સાથે નવમા સ્થાને છે. જો કે, અમે બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન તેમજ પિચ રિપોર્ટ અને મેચની આગાહી પર એક નજર નાખીશું.
KKRની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર થશે?
ફિલ સોલ્ટ અને સુનીલ નરેન કોલકાતા નાઈટ રાઈડર્સના ઓપનર બની શકે છે. આ સિવાય અંગક્રિશ રઘુવંશી, શ્રેયસ અય્યર, રિંકુ સિંહ, વેંકટેશ ઐયર, આન્દ્રે રસેલ અને રમનદીપ સિંહ જેવા બેટ્સમેન પ્લેઈંગ ઈલેવનનો ભાગ બની શકે છે. જ્યારે વૈભવ અરોરા, હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તી બોલર તરીકે પ્લેઈંગ ઈલેવનનો ભાગ બની શકે છે.
કોલકાતા નાઈટ રાઈડર્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન
ફિલ સોલ્ટ (વિકેટકીપર), સુનીલ નરેન, અંગક્રિશ રઘુવંશી, શ્રેયસ ઐયર (કેપ્ટન), રિંકુ સિંહ, વેંકટેશ ઐયર, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, વૈભવ અરોરા, હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તી.
પંજાબ કિંગ્સની સંભવિત પ્લેઇંગ ઈલેવન
સેમ કરન (કેપ્ટન), પ્રભસિમરન સિંહ, જોની બેરસ્ટો, લિયામ લિવિંગસ્ટોન, શશાંક સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), આશુતોષ શર્મા, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, કાગીસો રબાડા અને અર્શદીપ સિંહ.
પંજાબ કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 8 વિકેટે હરાવ્યું
પંજાબ કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 8 વિકેટે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ 261 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબે 18.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. પંજાબ તરફથી જોની બેરસ્ટોએ અણનમ 108 રન બનાવ્યા હતા. 48 બોલનો સામનો કરીને તેણે 8 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા હતા. શશાંક સિંહે 28 બોલમાં અણનમ 68 રન બનાવ્યા હતા. તેણે 9 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યા હતા. આ પહેલા પ્રભાસિમરન સિંહે 54 રનની શાનદાર ઇનિંગ રમી હતી. રિલે રૂસો 26 રન બનાવીને આઉટ થયો હતો.
Clean Hitting to the fullest, ft Shashank Singh 😎
— IndianPremierLeague (@IPL) April 26, 2024
This match has now breached the Highest Number of Sixes Hit in a T20 Match 👏
Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #KKRvPBKS pic.twitter.com/3HPN6DLnPl
પંજાબ માટે બેયરસ્ટોની અડધી સદી
પંજાબ તરફથી જોની બેયરસ્ટોએ અડધી સદી ફટકારી હતી. તે 24 બોલમાં 52 રન બનાવીને રમી રહ્યો છે. રિલે રૂસો 11 રન બનાવીને રમી રહ્યો છે. પંજાબે 9 ઓવરમાં 120 રન બનાવ્યા છે.
પ્રભસિમરન સિંહની અડધી સદી
પંજાબ તરફથી પ્રભસિમરન સિંહે જોરદાર અડધી સદી ફટકારી હતી. તે 20 બોલમાં 54 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 5 સિક્સ અને 4 ફોર ફટકારી છે. બેયરસ્ટો 12 રન બનાવીને રમી રહ્યો છે. પંજાબે 5 ઓવરમાં 69 રન બનાવ્યા છે.
પ્રભાસિમરને હર્ષિતની ઓવરમાં બે સિક્સર ફટકારી
પંજાબ કિંગ્સે બીજી ઓવરમાં 14 રન બનાવ્યા હતા. ટીમે 2 ઓવરમાં 22 રન બનાવી લીધા છે. પ્રભસિમરન સિંહ 14 રન બનાવીને રમી રહ્યો છે. તેણે હર્ષિત રાણાની ઓવરમાં બે સિક્સર ફટકારી હતી. જોની બેયરસ્ટો 6 રન બનાવીને રમી રહ્યો છે.
કોલકાતાએ પંજાબને 262 રનનો ટાર્ગેટ આપ્યો
કોલકાતા નાઈટ રાઈડર્સે પંજાબ કિંગ્સને જીતવા માટે 262 રનનો ટાર્ગેટ આપ્યો હતો. KKR તરફથી સુનીલ નરેને 32 બોલમાં 71 રન બનાવ્યા હતા. ફિલિપ સોલ્ટે 37 બોલમાં 75 રન બનાવ્યા હતા.
Quick fire maximums ft. Shreyas Iyer#KKR nearing the 2️⃣5️⃣0️⃣-run mark!
— IndianPremierLeague (@IPL) April 26, 2024
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #KKRvPBKS | @KKRiders pic.twitter.com/Cdj9sG1SES