GT vs KKR: વરસાદને કારણે મેચ રદ્દ, ગુજરાત પ્લેઓફની રેસમાંથી બહાર
IPL 2024 GT vs KKR Match Highlights: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સિઝનમાં, ગુજરાત ટાઇટન્સ (GT) અને કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) વચ્ચે સોમવારે (13 મે) ના રોજ મેચ યોજાવાની હતી, જે રદ કરવામાં આવી હતી.
IPL 2024 GT vs KKR Match Highlights: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સિઝનમાં, ગુજરાત ટાઇટન્સ (GT) અને કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) વચ્ચે સોમવારે (13 મે) ના રોજ મેચ યોજાવાની હતી, જે રદ કરવામાં આવી હતી. વરસાદ આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની હતી, પરંતુ વરસાદના કારણે ટોસ થઈ શક્યો ન હતો. નોંધનિય છે કે આજે અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
Our final home game has sadly been called off due to rain 💔#AavaDe | #GTKarshe | #TATAIPL2024 | #GTvKKR pic.twitter.com/ypG63XzJDD
— Gujarat Titans (@gujarat_titans) May 13, 2024
કોલકાતાની ટીમે પહેલા જ પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે
મેચ ધોવાઈ ગયા બાદ શુભમન ગીલની કપ્તાનીવાળી ગુજરાતની ટીમની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. ખરેખર, આ ટીમ હવે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. તેના માટે આ કરો યા મરો હરીફાઈ હતી. ગુજરાતે અત્યાર સુધી 13માંથી 5 મેચ જીતી છે અને 7માં હારનો સામનો કરવો પડ્યો છે. આ એક મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. આ રીતે ગુજરાતની આ ટીમ 11 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં 8માં નંબર પર છે. બીજી તરફ, શ્રેયસ અય્યરની કપ્તાનીવાળી કોલકાતાની ટીમે પહેલા જ પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. તેણે અત્યાર સુધી 13માંથી 9 મેચ જીતી છે. તેણે 3 મેચ હારી છે અને એક વરસાદમાં ધોવાઈ ગઈ. KKR 19 પોઈન્ટ સાથે ટોપ પર છે.
🚨 Update from Ahmedabad 🚨
— IndianPremierLeague (@IPL) May 13, 2024
Match 6️⃣3️⃣ of #TATAIPL 2024 between @gujarat_titans & @KKRiders has been abandoned due to rain 🌧️
Both teams share a point each 🤝#GTvKKR pic.twitter.com/Jh2wuNZR5M
ગુજરાતની ટીમ 2022માં IPLમાં પ્રવેશી છે. આ તેની માત્ર ત્રીજી સીઝન છે. ત્યારથી અત્યાર સુધીમાં ગુજરાત અને કોલકાતા વચ્ચે 4 મેચ રમાઈ છે. આ દરમિયાન ગુજરાતે 2 મેચ જીતી હતી. જ્યારે કોલકાતાએ માત્ર 1 મેચ જીતી છે. આ મેચ વરસાદથી ધોવાઈ ગઈ. આ સિઝનમાં આ બંને ટીમો વચ્ચે આ પ્રથમ ટક્કર હતી, જે થઈ શકી નથી.
કોલકાતા Vs ગુજરાત હેડ-ટુ-હેડ
કુલ મેચો: 4
ગુજરાત જીત્યું: 2
કોલકાતા જીત્યું: 1
કોઈ પરિણામ નહીં: 1