ENG vs PAK Final: મેલબોર્નમાં થશે મુકાબલો, અહીં આજ સુધી કોઇપણ ટીમ નથી ફટકારી શકી 200 રન, જાણો શું કહે છે આંકડાઓ
ટેસ્ટ અને વનડેમાં કેટલીય મોટી ફાઇનલ મેચો જોઇ ચૂકેલુ આ મેદાનનો આજે મિજાજ અલગ રહેવાનો છે. આજે ટી20 વર્લ્ડકપ ફાઇનલની યજમાની રહ્યું છે આ ગ્રાઉન્ડ.
PAK vs ENG Final: આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022 (T20 WC 2022) ની ફાઇનલ મેચ આજે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. ક્રિકેટ જગતના ઐતિહાસિક મેદાનમાં આ ગ્રાઉન્ડ સામેલ છે, ગ્રાઉન્ડ પર પહેલીવાર 145 વર્ષ પહેલા ઇન્ટરનેશનલ મેચ રમાઇ હતી. ટેસ્ટ અને વનડેમાં કેટલીય મોટી ફાઇનલ મેચો જોઇ ચૂકેલુ આ મેદાનનો આજે મિજાજ અલગ રહેવાનો છે. આજે ટી20 વર્લ્ડકપ ફાઇનલની યજમાની રહ્યું છે આ ગ્રાઉન્ડ.
જાણો આ મેલબૉર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પરના ટી20 ક્રિકેટ સાથે જોડાયેલા રસપ્રદ આંકડાઓ....
મેલબૉર્ન ક્રિકેટ ગ્રાઉન્ડના દિલચસ્પ આંકડાઓ -
મેલબૉર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર અત્યાર સુધી 18 ટી20 મેચો રમાઇ છે.
આમાં 10 વાર પછીથી બેટિંગ કરનારી ટીમને જીત મળી છે, જ્યારે 7 વાર પહેલા બેટિંગ કરનારી ટીમે જીત હાંસલ કરી છે. એક મેચ પરિણામ વિનાની રહી છે.
પહેલા બેટિંગ કરનારી ટીમે જે 7 મેચો જીતી છે, તેમાંથી 4 મેચોમાં હાર-જીતનું અંતર 5 કે તેનાથી ઓછા રનોનુ રહ્યું છે. એટલે કે આ મેદાન પર પછીથી બેટિંગ કરનારી ટીમને વધુ ફાયદો મળે છે.
આ મેદાન પર આજ સુધી એકપણ ટીમ 200ના આંકડાને પાર નથી કરી શકી. અહીં સર્વોચ્ચ સ્કૉર 186 રનોનો રહ્યો છે, જે ભારતીય ટીમે આ ટી20 વર્લ્ડકપમાં ઝિમ્બાબ્વે સામે બનાવ્યો હતો.
આ મેદાન પર ન્યૂનત્તમ સ્કૉર 74 રન રહ્યો છે, ફેબ્રુઆરી 2008 માં ભારતીય ટીમ અહીં આ સ્કૉર પર ઓલઆઉટ થઇ ગઇ હતી.
અહીં સૌથી મોટી જીત 71 રનોની રહી છે, આ જીત પણ ટીમ ઇન્ડિયાના નામે નોંધાયેલે છી. આ ટી20 વર્લ્ડકપમાં ઝિમ્બાબ્વે વિરુદ્ધ આ જીત હાંસલ કરી છે.
આ મેદાનમાં ફાસ્ટ બૉલરોને દમદાર સ્વિંગ મળે છે, આ જ કારણ છે કે અહીં ટી20માં સૌથી વધુ વિકેટો લેનારા ટૉપ 10 બૉલરોમાં તમામ ફાસ્ટ બૉલરો છે.
ટી20 વર્લ્ડકપ 2022ની ફાઇનલમાં પહોંચનાર બન્ને ટીમોએ અહીં એકપણ મેચ નથી જીતી. ઇંગ્લેન્ડે અહીં 4 અને પાકિ્સતાને 2 મેચો રમી છે.
T20માં ઇગ્લેન્ડનો રેકોર્ડ છે શાનદાર
T20 વર્લ્ડ કપ 2022માં પાકિસ્તાનની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. તે તેની પ્રથમ બે મેચ હારી ગઇ હતી. ઝિમ્બાબ્વે સામે પણ હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ પાકિસ્તાનની ટીમે જે રીતે પહેલા સેમીફાઈનલ અને હવે ફાઈનલમાં સ્થાન મેળવ્યુ છે તેના કારણે ટીમના પ્રયાસોના વખાણ થઈ રહ્યા છે.