MI-W vs UPW-W : મુંબઈ ઈન્ડિયન્સે યૂપી વોરિયર્સને 72 રને હરાવ્યું, ફાઈનલમાં જગ્યા બનાવી
આજે મહિલા પ્રીમિયર લીગમાં એલિમિનેટર મેચ શરૂ થઇ રહી છે. આજે પ્રથમ મુકાબલો મુંબઇ અને યૂપી વચ્ચે છે. આ પહેલા આ બન્ને ટીમો બે વાર આમને સામને ટકરાઇ ચૂકી છે.
LIVE
Background
WPL 2023, MI-W vs UPW-W: આજે મહિલા પ્રીમિયર લીગમાં એલિમિનેટર મેચ શરૂ થઇ રહી છે. આજે પ્રથમ મુકાબલો મુંબઇ અને યૂપી વચ્ચે છે. આ પહેલા આ બન્ને ટીમો બે વાર આમને સામને ટકરાઇ ચૂકી છે. જેમાંથી એક મેચ મુંબઇ ઇન્ડિયન્સે જીતી છે, અને એક મેચ યૂપી વૉરિઅર્સને પોતાના નામે કરી છે. બન્ને ટીમોની વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે.
પૉઇન્ટ ટેબલમાં સ્થિતિ -
મુંબઇ ઇન્ડિયન્સ વિરુદ્ધ યૂપી વૉરિઅર્સ પૉઇન્ટ ટેબલમાં બન્ને ખુબ મજબૂત ટીમો છે. મુંબઇ પૉઇન્ટ ટેબલમાં બીજા નંબર પર છે, તો વળી, યૂપી વૉરિઅર્સ ત્રીજા નંબર પર છે, તેને 8 માંથી 4 મેચો જીતી છે. આવામાં આ મેચ ખુબ રોમાંચક રહેવાની પુરેપુરી સંભાવના છે.
મુંબઈ ઈન્ડિયન્સે એલિમિનેટર મેચમાં યૂપી સામે મોટી જીત મેળવી
મુંબઈ ઈન્ડિયન્સે એલિમિનેટર મેચમાં યૂપી વોરિયર્સ સામે મોટી જીત મેળવી છે. મુંબઈએ આ મેચ 72 રને જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. ફાઈનલમાં દિલ્હી કેપિટલ્સ સાથે ટકરાશે. જે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. આ મેચ 26 માર્ચે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે. ઈસી વોંગની હેટ્રિકને કારણે મુંબઈએ શાનદાર જીત મેળવી છે.
કિરણ નવગીરે અને દીપ્તિ શર્મા
યૂપી વોરિયર્સની અડધી ઈનિંગ્સ પૂરી થઈ ગઈ છે. તેણે 10 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 63 રન બનાવ્યા છે. તેને જીતવા માટે બાકીની 10 ઓવરમાં 120 રન બનાવવાના છે. કિરણ નવગીરે 17 બોલમાં 27 અને દીપ્તિ શર્મા 11 બોલમાં ત્રણ રન રમી રહી છે.
મુંબઈ ઈન્ડિયન્સે યૂપી વોરિયર્સને 183 રનનો ટાર્ગેટ આપ્યો
મુંબઈ ઈન્ડિયન્સે યૂપી વોરિયર્સને 183 રનનો ટાર્ગેટ આપ્યો છે. મુંબઈએ 20 ઓવરમાં ચાર વિકેટે 182 રન બનાવ્યા હતા. મુંબઈ માટે નતાલી સીવર બ્રન્ટે શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 38 બોલમાં અણનમ 72 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટમાંથી નવ ચોગ્ગા અને બે છગ્ગા નીકળ્યા હતા. કેપ્ટન હરમનપ્રીત કૌરે 15 બોલમાં 14 રન બનાવ્યા હતા. પૂજા વસ્ત્રાકર ચાર બોલમાં 11 રન બનાવીને અણનમ રહી હતી. યૂપી વોરિયર્સ તરફથી સોફી એક્લેસ્ટોને બે વિકેટ ઝડપી હતી. અંજલિ સરવાણી અને પાર્શ્વી ચોપરાને એક-એક સફળતા મળી.
યૂપી વોરિયર્સને પ્રથમ ઝટકો
યૂપી વોરિયર્સને પાંચમી ઓવરમાં પ્રથમ સફળતા મળી હતી. યસ્તિકાના આઉટ થયા બાદ નતાલી સાયવર બ્રન્ટ ક્રિઝ પર આવી છે. મુંબઈએ પાંચ ઓવરમાં એક વિકેટે 37 રન બનાવ્યા છે.
યૂપી વોરિયર્સ પ્લેઈંગ ઈલેવન
યૂપી વોરિયર્સ: એલિસા હીલી (c/wk), શ્વેતા સેહરાવત, સિમરન શેખ, તાહલિયા મેકગ્રા, ગ્રેસ હેરિસ, કિરણ નવગીરે, દીપ્તિ શર્મા, સોફી એક્લેસ્ટોન, અંજલિ સરવાની, પાર્શ્વી ચોપરા, એસ યશશ્રી.