શોધખોળ કરો
પાકિસ્તાનનો આ સ્ટાર ક્રિકેટર પેશાબ રોકી ના શકતાં બેટિંગ પડતી મૂકીને દોડ્યો બાથરૂમ તરફ, સાથી ક્રિકેટરોએ કરી કેવી મજાક?
મેચ દરમિયાન મોહમ્મદ હાફિઝ 12મી ઓવરમાં પોતાની જાતને રોકી શક્યો નહીં. અને સીધો જ ડ્રેસિંગ રૂમ તરફ દોડવા લાગ્યો હતો. આ કારણે મેચ રોકાઈ ગઈ હતી અને પેશાવરના વહાબ રિયાઝ, ઈમામ ઉલ હક અને શોએબ મલિકે આ મામલે હસી મજાક કરી રહ્યા હતા
![પાકિસ્તાનનો આ સ્ટાર ક્રિકેટર પેશાબ રોકી ના શકતાં બેટિંગ પડતી મૂકીને દોડ્યો બાથરૂમ તરફ, સાથી ક્રિકેટરોએ કરી કેવી મજાક? mohammad hafeez ran into bathroom in live match પાકિસ્તાનનો આ સ્ટાર ક્રિકેટર પેશાબ રોકી ના શકતાં બેટિંગ પડતી મૂકીને દોડ્યો બાથરૂમ તરફ, સાથી ક્રિકેટરોએ કરી કેવી મજાક?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/11/16154107/hafeez-02.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ભારતમાં રમાતી ઇન્ડિયન પ્રીમિયર લીગની જેમ હવે પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ પાકિસ્તાન સુપર લીગ-PSLની શરૂ થઇ છે. હાલ આ ટૂર્નામેન્ટમાં લીગની પ્લેઓફ મેચ રમાઇ રહી છે. આ મેચ દરમિયાન એક એક એવી ઘટના બની જેને જોઇને સૌ કોઇ ચોંકી ગયા. શનિવારે લાહોર કલંદર્સ અને પેશાવર જલ્મી વચ્ચે રમાયેલ એલિમિનેટર મેચમાં કાંઈક એવું થયું કે જેને ક્રિકેટની દુનિયામાં બહું ઓછા જોવા મળે છે. ટાર્ગેટનો પીછા કરવા ઉતરેલી લાહોરના બેટ્સમેન મોહમ્મદ હાફિઝ (Mohammad Hafeez)ને બાથરૂમ જવું હતું.
મેચ દરમિયાન મોહમ્મદ હાફિઝ 12મી ઓવરમાં પોતાની જાતને રોકી શક્યો નહીં. અને સીધો જ ડ્રેસિંગ રૂમ તરફ દોડવા લાગ્યો હતો. આ કારણે મેચ રોકાઈ ગઈ હતી અને પેશાવરના વહાબ રિયાઝ, ઈમામ ઉલ હક અને શોએબ મલિકે આ મામલે હસી મજાક કરી રહ્યા હતા. આ પછી આ ઘટનાને સ્પાઈડર કેમેરાથી કેચઅપ કરાઇ હતી.
આ બાબતે ઈમામે જણાવ્યું કે, હફીઝ તેને છેલ્લી 2 ઓવરથી કહી રહ્યો હતો કે સૂ-સૂ આવ્યું છે. ઈમામની આ વાત સાંભળીને રિયાઝ, રાજા સહિતનાં ખેલાડીઓ હસવા લાગ્યા હતા. બાથરૂમથી પરત લોટ્યા બાદ હાફિઝ એકદમ રિલેક્સ થઈ ગયો હતો અને તેણે અણનમ 74 રનની ઈનિંગ રમી હતી જેના કારણે લાહોરની ટીમ 171 રનનો લક્ષ્ય હાંસલ કરી શકી હતી અને પાંચ વિકેટથી આ મેચ જીતી ગઈ હતી.
![પાકિસ્તાનનો આ સ્ટાર ક્રિકેટર પેશાબ રોકી ના શકતાં બેટિંગ પડતી મૂકીને દોડ્યો બાથરૂમ તરફ, સાથી ક્રિકેટરોએ કરી કેવી મજાક?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/11/16154120/hafeez-01-300x210.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)