KYC અપડેટ કરવાના નામ પર આ પૂર્વ ક્રિકેટર બન્યો ફ્રોડનો શિકાર, આટલા લાખ રૂપિયા ગુમાવ્યા
રાહતની વાત એ છે કે ફરિયાદ મળતી જ સાયબર પોલીસે બેન્ક સાથે વાત કરી તેમની મદદ લેતા પૈસા રિવર્સ કરાવી લીધા હતા
ભારતના પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીએ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદમાં વિનોદ કાંબલીએ કહ્યું કે તે સાયબર ક્રાઇમનો શિકાર બન્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે કાંબલી એક લાખ રૂપિયાનો ચૂના લાગ્યો છે. ફરિયાદ અનુસાર સૌ પ્રથમ કેવાયસી અપડેટ કરવાના નામ પર કોલ આવ્યો હતો ત્યારબાદ બેન્ક એન્કાઉન્ટમાંથી 1,13,998 રૂપિયા ઉપડી ગયા હતા.
આ કેસ 3 ડિસેમ્બરનો છે. ભારતના પૂર્વ ક્રિકેટર કાંબલીને કોલ કરનાર વ્યક્તિએ પોતાને એક પ્રાઇવેટ બેન્કનો કર્મચારી હોવાનું કહ્યું હતું. ફોન પર બેન્ક કર્મચારી ગણાવનાર કેવાયસી અપડેટ કરવા માટે તેણે બેન્કની કેટલીક જાણકારી માંગી હતી. કાંબલીએ જેવી માહિતી આપી તરત જ તેના એકાઉન્ટમાંથી એક લાખ રૂપિયા ઉપડી ગયા હતા.
રાહતની વાત એ છે કે ફરિયાદ મળતી જ સાયબર પોલીસે બેન્ક સાથે વાત કરી તેમની મદદ લેતા પૈસા રિવર્સ કરાવી લીધા હતા અને ભારતના પૂર્વ ક્રિકેટર ક્રિકેટર કાંબલીના પૈસા પાછા મળી ગયા હતા. હવે પોલીસ તપાસમાં લાગી ગયા છે. બીજી તરફ કાંબલીએ સાયબર પોલીસને આભાર માનતા કહ્યું કે ફોન પર પૈસા ટ્રાન્સફર થયાનો મેસેજ મળતા જ મે કસ્ટમર કેરમાં ફોન કર્યો હતો અને તે એકાઉન્ટને બ્લોક કરાવ્યું હતું. બાદમાં મે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. કાંબલીએ કહ્યું કે તે સાયબર પોલીસની મદદનો આભારી છું.