શોધખોળ કરો

BCCI's Contracted Players: સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલને મળશે શાનદાર પ્રદર્શનનું ઇનામ, રહાણે અને ઇશાંતની થશે છુટ્ટી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે અજિંક્ય રહાણે અને ઈશાંત શર્મા જેવા અનુભવી ખેલાડીઓને વધુ એક મોટો ઝટકો આપવાનો નિર્ણય કર્યો છે

BCCI's Contracted Players: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે અજિંક્ય રહાણે અને ઈશાંત શર્મા જેવા અનુભવી ખેલાડીઓને વધુ એક મોટો ઝટકો આપવાનો નિર્ણય કર્યો છે. ટીમમાંથી બહાર થયા બાદ હવે આ બંને ખેલાડીઓની સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી છૂટ્ટી થવાની ખાતરી છે. સીમિત ઓવરોમાં શાનદાર પ્રદર્શન કરી રહેલા સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલને બોર્ડ દ્વારા પુરસ્કાર આપવામાં આવશે. આ બંને ખેલાડીઓને BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સ્થાન મળશે.

21 ડિસેમ્બરે યોજાનારી એપેક્સ કાઉન્સિલની બેઠકમાં BCCI કેન્દ્રીય કરાર ધરાવતા ખેલાડીઓની નવી યાદી બહાર પાડશે. ટૂંક સમયમાં T20 ફોર્મેટમાં ટીમની કમાન સંભાળવા જઈ રહેલા હાર્દિક પંડ્યાને પ્રમોટ કરવાની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. હાર્દિક પંડ્યાને સી કેટેગરીમાંથી બી કેટેગરીમાં બઢતી આપવામાં આવશે.

રહાણે અને ઈશાંત શર્મા ઉપરાંત રિદ્ધિમાન સહાને કેન્દ્રીય કરારમાંથી બહાર કરવામાં આવશે. આ વર્ષની શરૂઆતમાં સહાને કહેવામાં આવ્યું હતું કે તેને ફરીથી ટીમ ઈન્ડિયામાં સામેલ થવાની તક આપવામાં આવશે નહીં. ઈશાંત શર્મા અને રહાણેની ટીમ ઈન્ડિયામાં વાપસી પણ ઘણી મુશ્કેલ દેખાઈ રહી છે.

કિશનનું નસીબ પણ ચમકશે

બીસીસીઆઈએ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટને ચાર કેટેગરીમાં વહેંચ્યો છે. A+ શ્રેણીના ખેલાડીઓને વાર્ષિક 7 કરોડ રૂપિયા આપવામાં આવે છે. A શ્રેણીના ખેલાડીઓને 5 કરોડ રૂપિયા મળે છે જ્યારે B શ્રેણીના ખેલાડીઓને વાર્ષિક 3 કરોડ રૂપિયા મળે છે. સી કેટેગરીના ખેલાડીઓને વાર્ષિક 1 કરોડ રૂપિયાની ફી ચૂકવવામાં આવે છે.

સૂર્યકુમાર યાદવ હવે ટી-20 અને વનડેમાં ટીમનો મહત્વનો ભાગ બની ગયો હોવાથી તેને સી કેટેગરીમાંથી બી કેટેગરીમાં પ્રમોશન મળશે તે નિશ્ચિત છે. બીજી તરફ, શુભમન ગિલ વનડે અને ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો મહત્વનો ભાગ છે. શુભમન ગિલને પણ સી કેટેગરીમાંથી બીમાં પ્રમોટ કરવામાં આવશે. બીસીસીઆઈ ઈશાન કિશનને સી કેટેગરીમાં સ્થાન આપી શકે છે.

IND vs BAN 1st Test: બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટમાં આવી હોઇ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ 11

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 14 ડિસેમ્બર, બુધવારથી બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ રમાશે. એક દિવસીય સીરીઝ હારી ગયેલી ટીમ ઈન્ડિયા ટેસ્ટ સીરીઝમાં વન ડેનો બદલો લેવા માંગશે. જો કે, પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા તેના નિયમિત કેપ્ટન રોહિત શર્મા વગર જ મેદાનમાં ઉતરશે. હિટમેનની ગેરહાજરીમાં કેએલ રાહુલ ટીમનું નેતૃત્વ કરશે અને ચેતેશ્વર પુજારા વાઇસ કેપ્ટન રહેશે.

બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં કેએલ રાહુલ અને શુભમન ગિલ ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે. આવી સ્થિતિમાં અભિમન્યુ ઇશ્વરને બેંચ પર બેસવું પડશે. આ પછી ત્રીજા નંબર પર ચેતેશ્વર પૂજારા અને ચોથા નંબર પર વિરાટ કોહલીને રમવાનું નક્કી છે. મિડલ ઓર્ડરમાં પાંચમા નંબરે શ્રેયસ ઐયર, છઠ્ઠા નંબર પર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને રમવાનું પણ નક્કી છે. તે જ સમયે, ઓફ સ્પિનર ​​અક્ષર પટેલ અને રવિચંદ્રન અશ્વિન નીચલા ક્રમમાં ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
Embed widget