Sachin Tendulkar એ 32 વર્ષ અગાઉ આજના દિવસે ફટકારી હતી પ્રથમ ટેસ્ટ સદી, 17 વર્ષની ઉંમરમાં કર્યો હતો કમાલ
ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે તેની કારકિર્દી દરમિયાન ઘણી શાનદાર ઈનિંગ્સ રમી હતી
Sachin Tendulkar First Test Century Team India: ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે તેની કારકિર્દી દરમિયાન ઘણી શાનદાર ઈનિંગ્સ રમી હતી. પરંતુ તેમના માટે 14 ઓગસ્ટનો દિવસ હંમેશા ખાસ રહેશે. સચિને તેની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી આજથી બરાબર 32 વર્ષ પહેલા (14 ઓગસ્ટ 2022) ફટકારી હતી. તેમણે માન્ચેસ્ટરમાં રમાયેલી ટેસ્ટ મેચમાં સદી ફટકારીને ભારત માટે મહત્વની ઇનિંગ રમી હતી. ઈંગ્લેન્ડ સામે રમાયેલી આ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. ડ્રોમાં સચિનની ઇનિંગ્સે મહત્વની ભૂમિકા ભજવી હતી.
🗓️ #OnThisDay in 1⃣9⃣9⃣0⃣
— BCCI (@BCCI) August 14, 2022
The legendary @sachin_rt scored his maiden international 💯 against England at the age of 17 and the rest is history 👌👌#TeamIndia pic.twitter.com/9QiynN8bcL
મોહમ્મદ અઝહરુદ્દીનની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ 1990માં ઈંગ્લેન્ડના પ્રવાસે ગઈ હતી. આ દરમિયાન ટેસ્ટ શ્રેણીની બીજી મેચ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાઈ હતી. જેમાં ઈંગ્લેન્ડે પ્રથમ ઇનિંગમાં 519 અને 320 રન બનાવીને બીજી ઇનિંગ ડિકલેર કર્યો હતો. જ્યારે ભારતે પ્રથમ ઇનિંગમાં 432 રન અને બીજી ઇનિંગમાં 6 વિકેટ ગુમાવીને 343 રન બનાવ્યા હતા. આ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી.
સચિને બીજી ઇનિંગમાં ભારત માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 189 બોલમાં અણનમ 119 રન બનાવ્યા હતા. સચિને આ ઇનિંગમાં 17 ફોર ફટકારી હતી. મહત્વની વાત એ હતી કે સચિન 6 નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો અને એક છેડો જાળવી રાખ્યો હતો. પરંતુ સમય પૂરો થવાને કારણે મેચ ડ્રો રહી હતી.