શોધખોળ કરો

IND vs PAK Playing 11: એશિયા કપની આજની મેચમાં રાહુલ રમશે તો આ ત્રણમાંથી કોણ રહેશ બહાર?

ભારતીય ટીમ એશિયા કપના સુપર-4 રાઉન્ડમાં આજે રવિવારે (10 સપ્ટેમ્બર) પાકિસ્તાન સામે ટકરાશે. કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં બંને ટીમો સામસામે ટકરાશે.

PAK vs IND Playing 11: રાહુલ ઈજાના કારણે લાંબા સમય સુધી ટીમથી દૂર રહ્યો હતો. એશિયા કપમાં ટીમ પ્રથમ બે મેચમાં પણ રમી શકી ન હતી. હવે તે સંપૂર્ણપણે ફિટ છે. તેણે કોલંબોના ઇન્ડોર સ્ટેડિયમમાં જોરદાર  પ્રેક્ટિસ કરી હતી. કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડને તેના પર ઘણો વિશ્વાસ છે.

ભારતીય ટીમ એશિયા કપના સુપર-4 રાઉન્ડમાં આજે રવિવારે (10 સપ્ટેમ્બર) પાકિસ્તાન સામે ટકરાશે. કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં બંને ટીમો સામસામે ટકરાશે. આ મેચમાં ઉતરતા પહેલા ટીમ ઈન્ડિયાએ તેના પ્લેઈંગ-11 વિશે ઘણું વિચારવું પડશે. અનુભવી મિડલ ઓર્ડર વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ ઈજા બાદ પાછો ફર્યો છે અને સંપૂર્ણ ફિટ છે. બીજી તરફ નેપાળ સામે ન રમનાર જસપ્રીત બુમરાહ પણ મેચ માટે તૈયાર છે.

રાહુલ ઈજાના કારણે લાંબા સમય સુધી ટીમથી દૂર રહ્યો હતો. એશિયા કપમાં ટીમ પ્રથમ બે મેચમાં પણ રમી શકી ન હતી. હવે તે સંપૂર્ણપણે ફિટ છે. તેણે કોલંબોના ઇન્ડોર સ્ટેડિયમમાં તેમને  ખૂબ  પ્રેક્ટિસ કરી છે. કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડને તેના પર ઘણો વિશ્વાસ છે. આ આત્મવિશ્વાસને જોતા એવું માનવામાં આવે છે કે કેએલ રાહુલનું કમબેક પાકિસ્તાન સામે થઈ શકે છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે રાહુલ આવશે તો કોણ બહાર જશે?

રાહુલની જગ્યાએ ઈશાન કિશન પાકિસ્તાન સામેની પ્રથમ મેચ અને નેપાળ સામેની બીજી મેચમાં રમ્યો હતો. ઈશાને પાકિસ્તાન સામે 82 રનની શાનદાર ઈનિંગ રમી હતી. તેણે ટીમ ઈન્ડિયાને પડકારજનક સ્કોર સુધી લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. નેપાળ સામે તેને બેટિંગ કરવાની તક મળી ન હતી. હવે જોવાનું એ રહે છે કે આટલી શાનદાર ઈનિંગ બાદ તે ટીમમાંથી બહાર નીકળે છે કે પછી રાહુલ માટે અન્ય કોઈને જગ્યા બનાવવી પડશે.

ઈશાન અને રાહુલ વચ્ચે ટક્કર

ઇશાને છેલ્લા એકાદ મહિનામાં તેના પર્ફોમન્સથી બધાને પ્રભાવિત કર્યા છે. તેણે એશિયા કપમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણ સદી અને પાકિસ્તાન સામે અડધી સદી ફટકારી છે. બીજી તરફ રાહુલને પણ અવગણવો મુશ્કેલ છે. ટીમ મેનેજમેન્ટ શરૂઆતથી જ તેની ફિટનેસની રાહ જોઈ રહ્યું હતું. હવે તે ફિટ છે અને ટીમમાં પરત ફર્યો છે. તે જાંઘમાં ઈજા અને સર્જરીથી તે લાંબી રજા પર હતો.પાંચમા ક્રમે બેટિંગ કરતા રાહુલ 18 મેચમાં 53ની એવરેજથી 742 રન બનાવવામાં સફળ રહ્યો છે. તેણે પાંચમાં નંબર પર એક સદી અને સાત અડધી સદી પણ ફટકારી છે. તેની વિકેટકીપિંગ પણ સારી છે અને તેણે આ ટૂર્નામેન્ટમાં ટીમ સાથે જોડાયા બાદ વિકેટકીપિંગની સારી પ્રેક્ટિસ પણ કરી હતી.

શમી આઉટ થઈ શકે છે

ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પણ ટીમમાં સામેલ થયો છે અને પાકિસ્તાન સામેની મેચમાં ટીમની બોલિંગ પણ મજબૂત બની છે. ગ્રુપ મેચમાં બુમરાહને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ વરસાદના કારણે ટીમ બોલિંગ કરી શકી ન હતી. ત્યારબાદ નેપાળ સામે તેને અંગત કારણોસર સ્વદેશ પરત ફરવું પડ્યું હતું. નેપાળ સામેની મેચમાં તેના સ્થાને મોહમ્મદ શમીને તક મળી હતી. એવી અપેક્ષા છે કે સિરાજ બુમરાહની સાથે પ્લેઇંગ ઇલેવનમાં રમશે. શમીને બહાર બેસવું પડી શકે છે.

ભારતની સંભવિત પ્લેઈંગ-11
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ/ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
Embed widget