શોધખોળ કરો

ભારત સામે હાર છતાં પાકિસ્તાન સેમીફાઈનલમાં પહોંચી શકે છે, જાણો ક્વોલિફાય થવાનું ગણિત

ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનની મુશ્કેલીઓ યથાવત, સેમીફાઈનલની આશા ટકાવી રાખવા માટે સમીકરણો પર નજર.

Pakistan semifinal scenario 2025: આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં યજમાન પાકિસ્તાન માટે અત્યાર સુધીનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. ટૂર્નામેન્ટની શરૂઆતથી જ પાકિસ્તાની ટીમ મુશ્કેલીમાં મુકાઈ છે અને પોતાની પ્રથમ બંને મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ન્યુઝીલેન્ડ સામે 60 રનની કારમી હાર બાદ ભારત સામે પણ 6 વિકેટે પરાજય મળતા પાકિસ્તાન માટે સેમીફાઈનલની સફર અત્યંત કઠિન બની ગઈ છે. તેમ છતાં, હજુ પણ પાકિસ્તાન માટે સેમીફાઈનલમાં પહોંચવાની ઝાંખી આશા બાકી છે, જેના માટે કેટલાક જટિલ સમીકરણો સમજવા જરૂરી છે.

હાલમાં પાકિસ્તાન ટીમ ગ્રુપ A ના પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેના સ્થાને છે. બે મેચ રમીને બંનેમાં પરાજય થતા તેમનો નેટ રન રેટ -1.087 સુધી પહોંચી ગયો છે. હવે પાકિસ્તાન માટે આગળ વધવાનો માર્ગ માત્ર બાંગ્લાદેશ સામેની 27 ફેબ્રુઆરીએ રમાનારી મેચ પર નિર્ભર છે, અને તેમને નસીબના સાથની પણ જરૂર પડશે. સેમીફાઈનલમાં ક્વોલિફાય થવા માટે પાકિસ્તાનને ત્રણ મુખ્ય શરતો પૂરી કરવી પડશે:

પાકિસ્તાન માટે સેમીફાઈનલનું ગણિત

બાંગ્લાદેશ ન્યુઝીલેન્ડને હરાવે:  24 ફેબ્રુઆરીએ રાવલપિંડીમાં બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી મેચ પાકિસ્તાન માટે મહત્વપૂર્ણ છે. પાકિસ્તાને પ્રાર્થના કરવી પડશે કે બાંગ્લાદેશ આ મેચમાં ન્યુઝીલેન્ડને પરાજય આપે.

બાંગ્લાદેશ સામે મોટી જીત: પાકિસ્તાની ટીમે 27 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામેની મેચમાં માત્ર જીતવું જ નહીં, પરંતુ મોટા અંતરથી જીત નોંધાવવી પડશે. જેથી તેમનો નેટ રન રેટ સુધરી શકે અને અન્ય ટીમો કરતા વધુ સારો બની શકે.

ભારત ન્યુઝીલેન્ડને હરાવે:  2 માર્ચે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી મેચમાં પાકિસ્તાને ભારતીય ટીમની જીત માટે દુઆ કરવી પડશે. જો ભારત ન્યુઝીલેન્ડને હરાવે તો પાકિસ્તાન માટે આગળ વધવાની શક્યતાઓ વધી શકે છે.

જો ઉપરોક્ત તમામ ત્રણ શરતો પૂરી થાય, તો ગ્રુપ A માંથી ભારતીય ટીમ ત્રણ મેચ જીતીને સેમીફાઈનલમાં સ્થાન પાક્કું કરશે. જ્યારે પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ ત્રણેય ટીમો એક-એક મેચ જીતશે અને તેમના પોઈન્ટ સમાન (બે-બે પોઈન્ટ) થશે. આવી સ્થિતિમાં, જો પાકિસ્તાન બાંગ્લાદેશ સામે મોટા માર્જિનથી જીતશે, તો તેમનો નેટ રન રેટ ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ કરતા સારો રહેશે. જેના આધારે પાકિસ્તાન સેમીફાઈનલમાં સ્થાન મેળવી શકે છે.

આ પણ વાંચો..

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનો પાકિસ્તાન પર 6 વિકેટે વિજય, આ ત્રણ ખેલાડીઓ રહ્યા જીતના હીરો

ટોપ સ્ટોરી

અણનમ 400 રન, 78 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો, રણજીમાં બન્યો નવો ઈતિહાસ 
અણનમ 400 રન, 78 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો, રણજીમાં બન્યો નવો ઈતિહાસ 
BCCIએ પ્રજ્ઞાન ઓઝાને બનાવ્યા નવા ચીફ સિલેક્ટર, રમેશ પોવારની પણ એન્ટ્રી
BCCIએ પ્રજ્ઞાન ઓઝાને બનાવ્યા નવા ચીફ સિલેક્ટર, રમેશ પોવારની પણ એન્ટ્રી
જસપ્રીત બુમરાહને રવિ શાસ્ત્રીની સલાહ, કહ્યું- 'જો 2027 વર્લ્ડ કપ રમવાનો છે તો...' 
જસપ્રીત બુમરાહને રવિ શાસ્ત્રીની સલાહ, કહ્યું- 'જો 2027 વર્લ્ડ કપ રમવાનો છે તો...' 
ભુવનેશ્વરની વાપસી, NZ માં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ XI માંથી બહાર થશે આ ખેલાડી! 
ભુવનેશ્વરની વાપસી, NZ માં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ XI માંથી બહાર થશે આ ખેલાડી! 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પલ્લી પર ઘીનો અભિષેક
Hun To Bolish : હું તો બોલીશ : સરકારે જ ખોલી પુલની પોલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી પોલીસની પિટાઈ ?
Ahmedabad news: દશેરા પહેલાં અમદાવાદમાં ફૂડ વિભાગનું ચેકિંગ, ફાફડા-જલેબીના સેમ્પલ લેવાયા
Tiger Shroff Firing Case: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટા સમાચાર! કોટામાંથી 3 હુમલાખોરોની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ
ગૃહ મંત્રાલયની ચેતવણી: PM-CMના ડીપફેક ફોટાથી થઈ રહી છે છેતરપિંડી, સાવધાન રહો!
ગૃહ મંત્રાલયની ચેતવણી: PM-CMના ડીપફેક ફોટાથી થઈ રહી છે છેતરપિંડી, સાવધાન રહો!
સૌરવ દાસ અને આશુતોષ રંકાને મોટો ઝટકો: મેજિસ્ટ્રેટે કસ્ટડી લંબાવી, પાછા તિહાર જેલ મોકલાયા
સૌરવ દાસ અને આશુતોષ રંકાને મોટો ઝટકો: મેજિસ્ટ્રેટે કસ્ટડી લંબાવી, પાછા તિહાર જેલ મોકલાયા
દશેરા 2026: 20 ઓક્ટોબરે ઘરે પૂજા ક્યારે કરવી? જાણો વિજય મુહૂર્ત અને શસ્ત્ર પૂજાનો સમય
દશેરા 2026: 20 ઓક્ટોબરે ઘરે પૂજા ક્યારે કરવી? જાણો વિજય મુહૂર્ત અને શસ્ત્ર પૂજાનો સમય
PF પેન્શન સ્કીમમાં મોટો ફેરફાર: દર મહિને ₹9,600 પેન્શન મેળવવાના આ રહ્યા નવા નિયમો
PF પેન્શન સ્કીમમાં મોટો ફેરફાર: દર મહિને ₹9,600 પેન્શન મેળવવાના આ રહ્યા નવા નિયમો
WPL 2027 Auction: 146 ખેલાડીઓ અને માત્ર 27 સ્લોટ, BCCIએ જાહેર કરી પૂરી લિસ્ટ
WPL 2027 Auction: 146 ખેલાડીઓ અને માત્ર 27 સ્લોટ, BCCIએ જાહેર કરી પૂરી લિસ્ટ
દશેરા પહેલાં મોટો ઝટકો: જલેબી-ફાફડાના ભાવમાં સીધો ₹100નો વધારો, જુઓ નવા રેટ
દશેરા પહેલાં મોટો ઝટકો: જલેબી-ફાફડાના ભાવમાં સીધો ₹100નો વધારો, જુઓ નવા રેટ
જેતપુર સાડી ઉદ્યોગ પર મોટો ખતરો: પાણી-વીજ સંકટથી ૩ લાખ લોકોની રોજીરોટી જોખમમાં
જેતપુર સાડી ઉદ્યોગ પર મોટો ખતરો: પાણી-વીજ સંકટથી ૩ લાખ લોકોની રોજીરોટી જોખમમાં
Embed widget