શોધખોળ કરો
Advertisement
ICCનો નવો નિયમ, 15 વર્ષથી ઓછી ઉંમરના ખેલાડી નહીં રમી શકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ
આઈસીસીનો આ નવો નિયમ દ્વિપક્ષીય સીરીઝ, આઈસીસી ટૂર્નામેન્ટ અને અંડર-19 ક્રિકેટમાં પણ લાગુ થશે.
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂને લઈને નવો નિયમ બનાવ્યો છે. આંતરરાષઅટ્રીય ક્રિકેટ રમવા માટે ખેલાડીઓની હવેથી ઓછામાં ઓછી ઉંમર 15 વર્ષ હોવી જરૂરી છે. એટલે કે 15 વર્ષતી ઓછી ઉંમરના ખેલાડી આંતરરાષ્ટ્રીય મેચ નહીં રમી શકે. જોકે 15 વર્ષથી ઓછી ઉંમરના ખેલાડી પોતાના દેશ માટે ઘરેલુ ક્રિકેટ રમી શકે છે. અસામાન્ય પરિસ્થિતિમાં કોઈપણ દેશ નાની ઉંમરના ખેલાડીને આંતરરાષ્ટ્રીય મેચ રમવા માટે આઈસીસીને અરજી કરી શકે છે.
આઈસીસીનો આ નવો નિયમ દ્વિપક્ષીય સીરીઝ, આઈસીસી ટૂર્નામેન્ટ અને અંડર-19 ક્રિકેટમાં પણ લાગુ થશે. મહિલા ખેલાડીઓ માટે પણ આ નિયમ લાગુ થશે. આ પહેલા કોઈપણ ક્રિકેટરની ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રમવાની ઉંમર પર કોઈ પ્રતિબંધ ન હતો.
સૌથી ઓછી ઉંમરમાં ડેબ્યૂ કરનાર ક્રિકેટર
પુરુષ ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર સૌથી યુવા ખેલાડી કુવૈતના મીત ભાવસાર છે. ભાવસારે 14 વર્ષ 211 દિવસની ઉંમરમાં માલદીવ્સ વિરૂદ્ધ પોતાની ટી20 ઇન્ટરનેશનલ મેચ રમી હતી. ત્યાર બાદ પાકિસ્તાનના હસન રાજાના નામે સૌથી યુવા ટેસ્ટ ડેબ્યૂનો રેકોર્ડ છે. તેણે 14 વર્ષ 227 દિવસની ઉંમરમાં ઝિમ્બાબ્વે વિરૂદ્ધ પોતાનું ડેબ્યૂ કર્યું હતું. 1996થી 2005 સુધી પાક માટે સાત ટેસ્ટ અને 16 વનડે રમનાર રજાના નામે સૌથી ઓછી ઉંમરમાં વનડે ડેબ્યૂનો પણ રેકોર્ડ છે.
જો ભારતની વાત કરીએ તો સૌથી પહેલા સચિન તેંડુલકરનું નામ આપણા મગજમાં આવે. 24 વર્ષ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમનાર સચિને 16 વર્ષ 205 દિવસની ઉંમરમાં પોતાનો ટેસ્ટ ડેબ્યૂ કર્યો હતો અને ભારત તરફથી સૌથી યુવા ડેબ્યૂ કરનાર ક્રિકેટર હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
બિઝનેસ
અમદાવાદ
Advertisement