CSK vs PBKS: પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 7 વિકેટે હરાવ્યું,બેયરસ્ટોની વિસ્ફોટક ઈનિંગ
CSK vs PBKS: પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 7 વિકેટે હરાવ્યું છે. જોની બેરસ્ટો અને રિલે રૂસોની શાનદાર ઇનિંગ્સના કારણે પંજાબે 13 બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતી વખતે, રુતુરાજ ગાયકવાડની શાનદાર ફિફ્ટીની મદદથી CSKએ 162 રન બનાવ્યા હતા.
CSK vs PBKS: પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 7 વિકેટે હરાવ્યું છે. જોની બેરસ્ટો અને રિલે રૂસોની શાનદાર ઇનિંગ્સના કારણે પંજાબે 13 બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતી વખતે, રુતુરાજ ગાયકવાડની શાનદાર ફિફ્ટીની મદદથી CSKએ 162 રન બનાવ્યા હતા. જ્યારે પંજાબ ટાર્ગેટનો પીછો કરવા નીકળ્યો ત્યારે પ્રભાસિમરન 13 રન બનાવીને ઝડપથી તેની વિકેટ ગુમાવી બેઠો હતો. બીજી તરફ, જોની બેરસ્ટો આજે કોઈને બક્ષવાના મૂડમાં નહોતો કારણ કે તેણે 30 બોલમાં 46 રન બનાવ્યા હતા, જેમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થતો હતો. બેયરસ્ટોના આઉટ થયા બાદ રૂસોની તોફાની ઇનિંગ્સે CSKની બોલિંગને લાચાર બનાવી દીધી હતી. રુસોએ 23 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 43 રન બનાવ્યા હતા.
Third away win of the season for #PBKS as they ease past #CSK by 7 wickets 👏
— IndianPremierLeague (@IPL) May 1, 2024
The comprehensive win keeps their hopes alive for a spot in the 🔝4️⃣
Scorecard ▶️ https://t.co/EOUzgkMFN8 #TATAIPL | #CSKvPBKS pic.twitter.com/OUIEajRVgO
પંજાબ કિંગ્સે પાવરપ્લે ઓવરમાં 1 વિકેટના નુકસાને 52 રન બનાવ્યા હતા. બેયરસ્ટોની વિસ્ફોટક બેટિંગે પંજાબની જીતનો પાયો નાખ્યો હતો. જોકે રિલે રૂસો પણ ફિફ્ટી ફટકારી શક્યો ન હતો, પરંતુ 15 ઓવરના અંતે ટીમે 3 વિકેટના નુકસાન પર 135 રન બનાવી લીધા હતા. પંજાબ કિંગ્સને હજુ 5 ઓવરમાં જીતવા માટે 28 રનની જરૂર હતી. આગલી 2 ઓવરમાં 20 રન આવ્યા, જેના કારણે 18 ઓવર પછી PBKSનો સ્કોર 155 રન થઈ ગયો. પંજાબને હવે જીતવા માટે 18 બોલમાં માત્ર 8 રનની જરૂર હતી. જે 13 બોલ બાકી રહેતા ચેજ કરી લીધા હતા.
શશાંક સિંહે 26 બોલમાં 25 રન અને સેમ કરને 20 બોલમાં 26 રન બનાવ્યા હતા. તેમની વચ્ચે 50 રનની ભાગીદારીએ પંજાબની જીત સુનિશ્ચિત કરી હતી. આ સાથે પંજાબ કિંગ્સે પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. તમને જણાવી દઈએ કે CSKની પંજાબ કિંગ્સ સામે છેલ્લી જીત એપ્રિલ 2021માં મળી હતી. જે બાદ ચેન્નાઈ સુપર કિંગ્સે પંજાબના હાથે સતત 5 હારનો સામનો કરવો પડ્યો હતો.
દીપક ચહરે પ્રથમ ઓવરમાં 2 બોલ ફેંક્યા બાદ ઈજાના કારણે મેદાન છોડી દીધું હતું. તેની વિદાય ચેન્નાઈની બોલિંગ માટે એક ફટકો લાગતી હતી કારણ કે જોની બેરસ્ટોએ તેના વિરોધી બોલરો પર પ્રભુત્વ જમાવ્યું હતું. શાર્દુલ ઠાકુર અને રિચર્ડ ગ્લીસનને એક-એક વિકેટ મળી હતી. શિવમ દુબેએ IPL 2024માં પ્રથમ વખત બોલિંગ કરી હતી અને તેણે પહેલી જ ઓવરમાં જોની બેયરસ્ટોની વિકેટ પણ લીધી હતી. આ દરમિયાન મુસ્તફિઝુર રહેમાને શશાંક સિંહ સામે મેડન ઓવર નાખીને બધાને ચોંકાવી દીધા હતા.