IPL 2023: અશ્વિને બે વર્ષ પહેલા જ સાઈ સુદર્શનની ક્ષમતા ઓળખી લીધી હતી, વાયરલ થયું જૂનું ટ્વિટ
IPLની 16મી સિઝનમાં ભારતીય યુવા ખેલાડીઓના પ્રદર્શનની સૌથી વધુ ચર્ચા થઈ હતી. જેમાં એક નામ આ સીઝનની રનર અપ ટીમના ખેલાડી સાઈ સુદર્શનનું છે.
R Ashwin two year old tweet on Sai Sudharsan: IPLની 16મી સિઝનમાં ભારતીય યુવા ખેલાડીઓના પ્રદર્શનની સૌથી વધુ ચર્ચા થઈ હતી. જેમાં એક નામ આ સીઝનની રનર અપ ટીમના ખેલાડી સાઈ સુદર્શનનું છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામેની ફાઈનલ મેચમાં સાઈ સુદર્શને ગુજરાતની ટીમ માટે બેટથી શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેના પછી બધા તેની પ્રશંસા કરતા જોવા મળ્યા હતા. આ શાનદાર મેચમાં સુદર્શનના બેટમાં 47 બોલમાં 96 રનની શાનદાર ઈનિંગ જોવા મળી હતી. હવે રવિચંદ્રન અશ્વિનનું સુદર્શન સંબંધિત 2 વર્ષ જૂનું ટ્વીટ ખૂબ વાયરલ થઈ રહ્યું છે.
ભૂતપૂર્વ ભારતીય ખેલાડી રોબિન ઉથપ્પાએ આ ટ્વિટ વિશે બધાને યાદ અપાવ્યું. અશ્વિને જુલાઈ 2021માં સાઈ સુદર્શન વિશે પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે આ છોકરો સાઈ સુદર્શન ખૂબ જ ખાસ છે. તેને શક્ય તેટલી વહેલી તકે તમિલનાડુની ટીમમાં સામેલ કરવામાં આવે. તેની લીગ સીઝન શાનદાર રહી છે.
This boy Sai Sudarshan is special, get him into the TN team asap! @TNCACricket . He had such a good league season and has now seamlessly transitioned into the 20 over format.✅✅ #solidtalent @TNPremierLeague #TNPL
— Ashwin 🇮🇳 (@ashwinravi99) July 19, 2021
અશ્વિનના આ ટ્વીટને રીટ્વીટ કરતા રોબિન ઉથપ્પાએ લખ્યું કે તે સચોટ છે, આ ખેલાડી એવો ખેલાડી છે જે ત્રણેય ફોર્મેટમાં સંપૂર્ણ રીતે રમે છે. અશ્વિનના આ ટ્વિટને લઈને હવે ફેન્સ પણ પોતાના નિવેદનો આપતા જોવા મળી રહ્યા છે.
આર અશ્વિને પણ એક ટ્વીટ કરીને તેના વખાણ કર્યા અને અહીં સુધી પહોંચવાની તેની સફર જણાવી. તેણે કહ્યું કે સુદર્શનની શરૂઆત એલવરપેટ ક્રિકેટ ક્લબથી થઈ હતી. આ પછી તે જોલી રોવર્સ ક્લબ પહોંચ્યો અને ત્યારબાદ તમિલનાડુની ક્રિકેટ ટીમે તેને 3 વર્ષ પહેલા રોવર્સ પાસેથી જોડ્યો હતો..
સુદર્શન આઈપીએલ ફાઇનલમાં ત્રીજો સૌથી વધુ સ્કોરર બન્યો હતો
IPL ફાઈનલના ઈતિહાસમાં ત્રીજો સૌથી વધુ સ્કોર હવે સાઈ સુદર્શનના નામે નોંધાઈ ગયો છે. 2022ની સીઝન પહેલા હરાજી પ્રક્રિયા દરમિયાન ગુજરાત ટાઇટન્સે માત્ર 20 લાખ રૂપિયામાં સાઈ સુદર્શનને તેમની ટીમનો ભાગ બનાવ્યો હતો. સાઈને આ સિઝનમાં ગુજરાત માટે 8 મેચ રમવાની તક મળી, જેમાં તેણે કુલ 362 રન બનાવ્યા.