શોધખોળ કરો
ભારત-ઓસ્ટ્રેલિયા મેચ અચાનક કેમ વહેલી બંધ કરી દેવાઇ, જાણો વિગતે
બીજી ટેસ્ટ દરમિયાન જ્યારે ભારતીય ટીમની બેટિંગ ચાલી રહી હતી, તે સમયે અચાનક વરસાદ પડ્યો અને મેચ એમ્પાયરે મેચને 15 મિનીટ માટે રોકી દીધી હતી

નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ગ્રાઉન્ડ પર રમાઇ રહી છે. આજે બીજી દિવસની રમત દરમિયાન મેચને અચાનક બંધ કરવી પડી હતી, કેમકે મેચમાં વરસાદનુ વિઘ્ન ફરી એકવાર જોવા મળ્યુ હતુ. બીજી ટેસ્ટ દરમિયાન જ્યારે ભારતીય ટીમની બેટિંગ ચાલી રહી હતી, તે સમયે અચાનક વરસાદ પડ્યો અને મેચ એમ્પાયરે મેચને 15 મિનીટ માટે રોકી દીધી હતી, જોકે બાદમાં મેચ ફરી શરૂ કરવામાં આવી હતી. જોકે બાદમાં એમ્પાયરે બીજા દિવસની રમતને પુર્ણ જાહેર કરી દીધી હતી. મેચ રોકાઇ ત્યારે ભારતીય સમય પ્રમાણે 12.29 કલાક થયા હતા. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે બોક્સિંગ ડે ટેસ્ટનો બીજો દિવસ છે. બીજા દિવસે ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા પર સરસાઈ મેળવી છે. કેપ્ટન અજિંક્ય રહાણે અને રવિન્દ્ર જાડેજા રમતમાં છે. રહાણે શાનદાર બેટિંગ કરતા સદી નોંધાવી છે. બીજા દિવસની રમતના અંતે ભારતનો સ્કૉર 91.3 ઓવર રમીને 5 વિકેટે 277 રને પહોંચ્યો છે, ભારતે આ સાથે ઓસ્ટ્રેલિયા પર 82 રનની લીડ મેળવી લીધી છે.
વધુ વાંચો




















