શોધખોળ કરો

IPL Retention: રાજસ્થાન રોયલ્સે 8 ખેલાડીઓને કર્યા બહાર, જુઓ બહાર કરાયેલા પ્લેયરની ફુલ લિસ્ટ 

IPLની હરાજી પહેલા રાજસ્થાન રોયલ્સે 8 ખેલાડીઓને બહાર કર્યા છે. આ યાદીમાં જો રૂટ, ઔબેડ મેકોય, અબ્દુલ બાસિત અને મુરુગન અશ્વિન જેવા નામ સામેલ છે.

Rajasthan Royals Retain & Released Players: IPLની હરાજી પહેલા રાજસ્થાન રોયલ્સે 8 ખેલાડીઓને બહાર કર્યા છે. આ યાદીમાં જો રૂટ, ઔબેડ મેકોય, અબ્દુલ બાસિત અને મુરુગન અશ્વિન જેવા નામ સામેલ છે.

રાજસ્થાન રોયલ્સે આ ખેલાડીઓને બહાર કર્યા

જૉ રૂટ
અબ્દુલ બાસિત
આકાશ વશિષ્ઠ
કુલદીપ યાદવ
ઔબેડ મેકોય
મુરુગન અશ્વિન
કેસી કરિઅપ્પા
કેએમ આસિફ

આ ખેલાડીઓને રાજસ્થાન રોયલ્સે જાળવી રાખ્યા હતા-

સંજુ સેમસન (કેપ્ટન), શિમરોન હેટમાયર, યશસ્વી જયસ્વાલ, કુણાલ સિંહ રાઠોડ, રિયાન પરાગ, રવિચંદ્રન અશ્વિન, જોસ બટલર, ડોનોવન ફરેરા, ધ્રુવ જુરેલ, ટ્રેન્ટ બોલ્ટ, યુઝવેન્દ્ર ચહલ, નવદીપ સૈની, કુલદીપ સેન, એડમ ઝમ્પા, સંદીપ શર્મા, અવેશ ખાન (LSG માંથી ટ્રેડેડ)

લખનૌ સુપર જાયન્ટ્સનો અવેશ ખાન રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયો

અગાઉ રાજસ્થાન રોયલ્સે અવેશ ખાનને લખનઉ સુપર જાયન્ટ્સ પાસેથી ટ્રેડ કર્યો હતો. ગત સિઝનમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમી ચૂકેલા દેવદત્ત પડિકલ હવે લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી રમશે.

IPL 2023 સીઝનમાં રાજસ્થાન રોયલ્સ પ્લેઓફમાં પહોંચી શકી નથી

તમને જણાવી દઈએ કે રાજસ્થાન રોયલ્સ IPL 2023 સીઝનમાં પ્લેઓફ માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહી હતી. આ ટીમ પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને હતી. રાજસ્થાન રોયલ્સે 14 મેચ રમી હતી, જેમાં 7 જીતી હતી, જ્યારે 7 મેચ હારી હતી. ઉલ્લેખનીય છે કે રાજસ્થાન રોયલ્સે IPL 2008નો ખિતાબ જીત્યો હતો. પરંતુ ત્યાર બાદ આ ટીમ IPL ટાઇટલ જીતવામાં નિષ્ફળ રહી છે. IPL 2008 આ ટુર્નામેન્ટની પ્રથમ સિઝન હતી. શેન વોર્નના નેતૃત્વમાં રાજસ્થાન રોયલ્સે ફાઇનલમાં ચેન્નાઇ સુપર કિંગ્સને હરાવીને ટાઇટલ જીત્યું હતું.  

હાર્દિક પંડ્યા ગુજરાત ટાઈટન્સમાં જ રહેશે

IPL 2024 માટે તમામ ટીમોના રિટેન અને રીલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરવામાં આવી છે. એક ટીમમાં ઓછામાં ઓછા 18 અને વધુમાં વધુ 25 ખેલાડીઓ હોઈ શકે છે. તેમની વચ્ચે આઠ વિદેશી ખેલાડીઓ હોવા પણ જરૂરી છે. જોકે, પ્લેઇંગ-11માં માત્ર ચાર ખેલાડીઓને જ તક આપી શકાય છે. બધાની નજર હાર્દિક પંડ્યા પર હતી, પરંતુ હાલ તે ગુજરાત સાથે જ રહેશે.

ધોની IPL 2024માં રમશે કે નહીં?
ચેન્નાઈ સુપર કિંગ્સે આઈપીએલ 2024 માટે એમએસ ધોનીને જાળવી રાખ્યો છે. મતલબ કે તે ફરી એકવાર IPLમાં રમતો જોવા મળશે. અગાઉ એવું માનવામાં આવતું હતું કે 2023 ધોનીની છેલ્લી સિઝન હોઈ શકે છે. આઈપીએલ 2023માં માહી જ્યાં પણ મેચ રમવા ગયો ત્યાં તેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા. પરંતુ તે ફરી એકવાર પોતાની રમતથી ફેન્સનું મનોરંજન કરવા માટે તૈયાર છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
Advertisement
ABP Premium

વિડિઓઝ

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરીBhavnagar: પાંચમા ધોરણમાં ભણતી બાળકીને બાઈક પર લઈ જઈ નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મWeather Updates: દેશના 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, આટલા રાજ્યોમાં એલર્ટ| Watch VideoAhmedabad Coldwave: આ તારીખે પડશે હાડથીજવતી ઠંડી, પારો 10 ડિગ્રીથી જશે નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી
Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
Smartphones: જો તમે નવો ફોન ખરીદવા માંગતા હોવ તો થોભી જજો! આ અઠવાડિયે લોન્ચ થવા જઈ રહ્યા છે ધાંસુ મોબાઈલ!
Smartphones: જો તમે નવો ફોન ખરીદવા માંગતા હોવ તો થોભી જજો! આ અઠવાડિયે લોન્ચ થવા જઈ રહ્યા છે ધાંસુ મોબાઈલ!
Blast in Balochistan:  પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત
Blast in Balochistan: પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત
Embed widget