શોધખોળ કરો
Advertisement
સૌરાષ્ટ્રને રણજી ટ્રૉફી જીતવાની આશા જાગી, કયો ધૂરંધર ખેલાડી થયો આઉટ, જાણો વિગતે
અનુષ્ટુપ મજુમદારે લડાયક બેટિંગ કરતા બંગાળની ટીમને જીતની નજીક પહોંચાડી દીધી હતી. જોકે, પાંચમા દિવસે મજુમદારને ઉનડકરે એલબીડબલ્યુ આઉટ કરીને સૌરાષ્ટ્રની જીતની આશા વધુ પ્રબળ બનાવી દીધી હતી
રાજકોટઃ રણજી ટ્રૉફીની ફાઇનલ મેચ રોમાંચક તબક્કામાં આવી પહોંચી છે. બંગાળ અને સૌરાષ્ટ્ર વચ્ચે રમાઈ રહેલી રણજી ટ્રોફીનો ફાઈનલ મુકાબલાનો આજે અંતિમ દિવસ છે, પાંચમા દિવસની રમતમાં બંગાળની બેટિંગ ચાલી છે અને જીતવા માટે 64 રનની જરૂર છે, ત્યારે સામે સૌરાષ્ટ્રે મેચને રોમાંચક મુડમાં લાવીને મુકી દીધી છે. સૌરાષ્ટ્રને મેચ જીતવાની આશા જાગી છે.
425 રનના જવાબમાં બેટિંગ કરવા ઉતરેલી બંગાળની ટીમને અત્યારે જીત માટે 64 રનની જરૂર છે. હાલ બંગાળ તરફથી અર્નબ નન્દી 30 રન અને મુકેશ કુમાર 0 રને રમતમાં છે.
અનુષ્ટુપ મજુમદારે લડાયક બેટિંગ કરતા બંગાળની ટીમને જીતની નજીક પહોંચાડી દીધી હતી. જોકે, પાંચમા દિવસે મજુમદારને ઉનડકરે એલબીડબલ્યુ આઉટ કરીને સૌરાષ્ટ્રની જીતની આશા વધુ પ્રબળ બનાવી દીધી હતી. મજુમદારે 151 બૉલમાં 8 ચોગ્ગા સાથે 63 રન બનાવ્યા હતા.
આ પહેલા ચોથા દિવસના અંતે બંગાળે પોતાની પ્રથમ ઈનિંગમા છ વિકેટે 354 રન બનાવ્યા હતા. યજમાન સૌરાષ્ટ્રની ટીમે પોતાની પ્રથમ ઈનિંગમાં 425 રનનો સ્કોર બનાવ્યો હતો.
ખાસ વાત છે કે, કોરોના વાયરસના કારણે અંતિમ દિવસે બીસીસીઆઈએ મેદાન પર દર્શકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. BCCIના આદેશ બાદ બંગાળ અને સૌરાષ્ટ્ર વચ્ચે પાંચમાં દિવસની રમત દર્શકો વગર રમાઇ રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
અમદાવાદ
Advertisement