શોધખોળ કરો
Advertisement
Ind Vs Aus: Ravichandran Ashwin એ ટેસ્ટમાં ત્રીજી વખત 5 વિકેટ ઝડપી અને સદી ફટકારી
ભારતીય સ્ટાર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં ત્રીજી વખત પાંચ વિકેટ ઝડપવાની સાથે-સાથે સદી પણ ફટકારી છે. આ રેકોર્ડ બનાવનાર એકમાત્ર ભારતીય અને ટેસ્ટ ઈતિહાસમાંમ છઠ્ઠો ખેલાડી છે.
ભારતીય સ્ટાર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં ત્રીજી વખત પાંચ વિકેટ ઝડપવાની સાથે-સાથે સદી પણ ફટકારી છે. આ રેકોર્ડ બનાવનાર એકમાત્ર ભારતીય અને ટેસ્ટ ઈતિહાસમાંમ છઠ્ઠો ખેલાડી છે. 34 વર્ષના અશ્વિને ચેન્નઈના એમએ ચિદંમ્બરમ સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે આ ઉપલબ્ધિ મેળવી નહતી. અશ્વિને 134 બોલમાં 13 ફોર અને એક સિક્સની મદદથી સદી પૂરી કરી હતી.
અશ્વિન 106 રન બનાવી આઉટ થયો. તેણે આ ટેસ્ટમાં ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગ દરમિયાન 43ન રન આપી પાંચ વિકેટ ઝડપી હતી. અશ્વિનના ટેસ્ટ કરિયરની આ પાંચમી સદી છે. તેણે આ પાંચ સદીમાં ત્રણ વખત પાંચ વિકેટ પણ ઝડપી છે. અશ્વિન સૌથી વધારે વખત આમ કરનાર ઈંગ્લેન્ડના ઈયાન બોથમ બાદ બીજો ક્રિકેટર બની ગયો છે.
બોથમે પોતાના કરિયરમાં પાંચ વખત ટેસ્ટ ક્રિકેટમાં પાંચ વિકેટ લેવાની સાથેસાથે સદી પણ ફટકારી છે. અશ્વિને સૌથી પહેલા આ કારનામું 2011માં મુંબઈમાં વેસ્ટઈન્ડિઝ સામે કર્યું હતું. ત્યારે તેણે 103 રનની ઈનિંગ રમી હતી. આ સિવાય તેણે 156 રન આપી પાંચ વિકેટ ઝડપી હતી.
ભારતીય સ્પિનરે ત્યારબાદ 2016માં કિંગ્સટનમાં વેસ્ટઈન્ડિઝ સામે 113 રનની ઈનિંગ રમી હતી આ સિવાય 83 રન આપી સાત વિકેટ ઝડપી હતી.
બોથમ અને અશ્વિન સિવાય વેસ્ટઈન્ડિઝના પૂર્વ કેપ્ટન ગેરી સોબર્સ, પાકિસ્તાનના મુશ્તાક મોહમ્મદ, દક્ષિણ આફ્રીકાના પૂર્વ ઓલરાઉન્ડર જેક કાલિસ અને બાંગલાદેશના શાકિબ અલ હસન બે-બે વખત ટેસ્ટ ક્રિકેટમાં પાંચ વિકેટ લેવાની સાથે-સાથે સતક લગાવવાની ઉપલબ્ધિ મેળવી ચૂક્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement