શોધખોળ કરો
Advertisement
ઓસ્ટ્રેલિયા સામેની જીત બાદ કેમ રહાણેએ 'કાંગારુ કેક' કાપવાની ના પાડી દીધી હતી, સામે આવ્યુ મોટુ કારણ
શાનદાર જીત બાદ જ્યારે કેપ્ટન અજિંક્યે રહાણે સ્વદેશ પરત ફર્યો હતો, તે સમયે તેની સામે એક કાંગારુ કેક રાખવામાં આવી હતી, પરંતુ આ કેકને કેપ્ટન રહાણેએ કાપવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. રહાણેએ આ કેક કાપવાની કેમ ના પાડી દીધી હતી તેનુ કારણ બહાર આવ્યુ છે
નવી દિલ્હીઃ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને તેના ઘરમાં જ ફરી એકવાર માત આપી અને ટેસ્ટ સીરીઝ કબ્જે કરી હતી. બોર્ડર-ગાવસ્કર ટ્રૉફીને ભારતે ફરી એકવાર પોતાના દમ પર પોતાની પાસે સાચવી રાખી છે. શાનદાર જીત બાદ જ્યારે કેપ્ટન અજિંક્યે રહાણે સ્વદેશ પરત ફર્યો હતો, તે સમયે તેની સામે એક કાંગારુ કેક રાખવામાં આવી હતી, પરંતુ આ કેકને કેપ્ટન રહાણેએ કાપવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. રહાણેએ આ કેક કાપવાની કેમ ના પાડી દીધી હતી તેનુ કારણ બહાર આવ્યુ છે.
ક્રિકેટ કૉમેન્ટેટર હર્ષા ભોગલે સાથે ટેસ્ટ કેપ્ટન અજિંક્યે રહાણેનુ એક ઇન્ટરવ્યૂ થયુ હતુ, આ ઇન્ટરવ્યૂ દરમિયાન જ્યારે રહાણેને પુછવામાં આવ્યુ કે કેમ કાંગારુ કેક કાપવાની ના પાડી દીધી હતી. આ સવાલના જવાબમાં રહાણેએ કહ્યું- કાંગારુ ઓસ્ટ્રેલિયાનુ રાષ્ટ્રીય પક્ષી છે, એટલે આવુ ના કરવુ જોઇએ, તમે વિરોધીઓને હરાવો પરંતુ તમારે સન્માન આપવુ જોઇએ. ભલે તમે જીત્યો હોય, ઇતિહાસ રચ્યો હોય. પરંતુ મારુ માનવુ છે કે પ્રતિદ્વંદ્વીને સન્માન આપવુ જોઇએ. આ કારણે મે કાંગારુ કેક કાપવાની ના પાડી દીધી હતી.
નોંધનીય છે કે, પ્રથમ ટેસ્ટ બાદ કેપ્ટન કોહલીએ પોતાની પત્ની અનુષ્કાને પ્રથમ બાળકના જન્મને લઇને સ્વદેશ પરત ફરી ગયો હતો. પ્રથમ ટેસ્ટમાં ભારતીયી ટીમની ઓસ્ટ્રેલિયા સામે કારમી હાર થઇ હતી. બાદમાં બીજી ટેસ્ટથી કેપ્ટનશીપ અજિંક્યે રહાણેને સોંપવામાં આવી અને રહાણે બાકીને ત્રણ ટેસ્ટ મેચોમાંથી બે ટેસ્ટ મેચો જીતીને ઇતિહાસ રચી નાંખ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
દેશ
દેશ
Advertisement