(Source: ECI/ABP News/ABP Majha)
જીત બાદ પણ Sanju Samson મુશ્કેલીમાં મુકાયો, આ કારણે લાગ્યો લાખોનો દંડ
BCCI એ IPL 14માં સ્લો ઓવર રેટને જોતા ખૂબ જ અઘરા નિર્ણયો લીધા છે.
RR Vs PBKS: પંજાબ કિંગ્સ સામે રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સે બે રને જીત મેળવી હતી. આ જીત છતાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસન (Sanju Samson) મુશ્કેલીમાં મુકાયા હોય તેવું લાગી રહ્યું છે. ધીમા ઓવર રેટના કારણે સંજુ સેમસન (Sanju Samson) પર કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહીના કારણે સંજુ સેમસન (Sanju Samson)ને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
BCCI એ IPL 14માં સ્લો ઓવર રેટને જોતા ખૂબ જ અઘરા નિર્ણયો લીધા છે. BCCI એ એપ્રિલમાં જ સ્પષ્ટ કરી દીધું હતું કે કોઈપણ ટીમ જેનો ઓવર રેટ ધીમો રહેશે તેને ભારે કિંમત ચૂકવવી પડશે. 12 લાખના દંડનો સામનો કર્યા બાદ પણ સંજુ સેમસન (Sanju Samson)ને રાહત મળવાની નથી.
દંડની સાથે કેપ્ટનને ધીમી ઓવર રેટ માટે દોષિત ઠેરવવામાં આવે તો તેને એકથી બે મેચનો પ્રતિબંધ પણ લાગી શકે છે. જો સંજુ સેમસન (Sanju Samson) ફરીથી સ્લો ઓવર રેટ માટે દોષિત સાબિત થશે તો તેની સામે ખૂબ જ કડક કાર્યવાહી કરવામાં આવશે, જે અંતર્ગત તેને ઓછામાં ઓછી એક મેચ માટે પ્રતિબંધિત કરી શકાય છે.
છેલ્લી સીઝનમાં મેચો મોડી સમાપ્ત થઈ હતી
આઈપીએલ 13 દરમિયાન ઘણી મેચો ઘણી મોડી સમાપ્ત થઈ. જ્યારે એક દિવસમાં બે મેચ રમાવાની હોય, તો જો મેચ મોડી સમાપ્ત થાય, તો આયોજકો અને ટેલિકાસ્ટ રાઇટ્સ ધરાવતી ચેનલની મુશ્કેલીઓ ખૂબ વધી જાય છે. આનો ઉકેલ લાવવા માટે, બીસીસીઆઈએ સ્લો ઓવર રેટને લઈને ખૂબ જ કડક નિયમો લાગુ કર્યા છે.
જો કે, સંજુ સેમસન (Sanju Samson) આ સિઝનમાં 12 લાખ રૂપિયાનો દંડ ભોગવનાર એકમાત્ર કેપ્ટન નથી. આ પહેલા આરસીબીના કેપ્ટન વિરાટ કોહલી અને કેકેઆરના નેતૃત્વવાળા ઇઓન મોર્ગનને પણ 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.