India tour of New Zealand: ભારતનો ન્યૂઝિલેન્ડ પ્રવાસ થયો જાહેર, આ તારીખો દરમિયાન વન ડે અને ટી20 સિરીઝ રમાશે
India tour of New Zealand: ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે રમાનારી વન ડે અને ટી20 સિરીઝનો કાર્યક્રમ જાહેર થયો છે. ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે 3 મેચોની વન ડે સિરીઝ અને 3 મેચોની ટી20 સિરીઝ રમાશે.
India tour of New Zealand: ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે રમાનારી વન ડે અને ટી20 સિરીઝનો કાર્યક્રમ જાહેર થયો છે. જે મુજબ ટીમ ઈન્ડિયા 18 નવેમ્બરથી 30 નવેમ્બર દરમિયાન ભારતીય ટીમ ન્યૂઝિલેન્ડના પ્રવાસે જશે. આ પ્રવાસ દરમિયાન ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે 3 મેચોની વન ડે સિરીઝ અને 3 મેચોની ટી20 સિરીઝ રમાશે.
ક્યારે રમાશે વન ડે અને ટી20 સિરીઝઃ
ભારત અને ન્યૂઝિલેન્ડની આ બંને સિરીઝની શરુઆત 18 નવેમ્બરથી થશે જ્યાં આ પ્રથમ ટી20 સિરીઝ શરુ થશે. 18 નવેમ્બરે પ્રથમ ટી20, 20 નવેમ્બરે બીજી ટી20 અને 22 નવેમ્બરે ત્રીજી ટી20 મેચ રમાશે. ત્યાર બાદ 25 નવેમ્બરે વનડે સિરીઝની પ્રથમ મેચ રમાશે. જ્યારે 27 નવેમ્બરે બીજી વન ડે મેચ અને 30 નવેમ્બરના રોજ વનડે સિરીઝની અંતિમ મેચ રમાશે.
ટી20 વર્લ્ડ કપ બાદ ન્યૂઝિલેન્ડના પ્રવાસે જશે ટીમ ઈન્ડિયાઃ
તમને જણાવી દઈએ કે, 16 ઓક્ટોમ્બરથી ટી20 વર્લ્ડ કપની શરુઆત ઓસ્ટ્રેલિયામાં થઈ રહી છે. ટી20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ 13 નવેમ્બરના રોજ રમાશે. આમ વર્લ્ડ કપ પુર્ણ થયા બાદ ટીમ ઈન્ડિયાનો ન્યૂઝિલેન્ડ પ્રવાસ 18 નવેમ્બરથી શરુ થશે. હજી સુધી આ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં નથી આવી. એટલે જોવાનું એ રહે છે કે, શું વર્લ્ડ કપ રમીને આવેલી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને ન્યૂઝિલેન્ડ પ્રવાસમાં પસંદગી કરવામાં આવશે કે નહી. જો કે, અત્યારે દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી વન ડે સિરીઝના ખેલાડીઓને પણ ન્યૂઝિલેન્ડના પ્રવાસે મોકલવામાં આવી શકે છે.
ભારત અને દ. આફ્રિકા વચ્ચે વન ડે સિરીઝની અંતિમ મેચઃ
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની છેલ્લી મેચ આજે (11 ઓક્ટોબર) રમાશે. જ્યાં પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમ નવ રને જીતી હતી. બીજી તરફ ટીમ ઈન્ડિયાએ પલટવાર કર્યો અને બીજી મેચ સાત વિકેટે જીતી લીધી. આવી સ્થિતિમાં દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં યોજાનારી આ મેચ બંન્ને ટીમો માટે કરો યા મરો જેવી છે.
આ પણ વાંચો...