બોલ ઓફ ધ સેંચુરી ફેંકનાર એ ક્રિકેટર, જેના બોલ પર નાચતા બેટ્સમેન- જુઓ શેન વોર્નના એ ખાસ બોલનો વીડિયો
ન વોર્નના નિધનના સમાચાર સામે આવતા જ સમગ્ર ક્રિકેટ જગતમાં શોકનો માહોલ છે. કારણ કે વોર્નનું નામ વિશ્વના શ્રેષ્ઠ ક્રિકેટરોની યાદીમાં સામેલ છે.
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી શેન વોર્નનું 52 વર્ષની વયે અવસાન થયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શેન વોર્નને થાઇલેન્ડમાં અચાનક હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. શેન વોર્નના નિધનના સમાચાર સામે આવતા જ સમગ્ર ક્રિકેટ જગતમાં શોકનો માહોલ છે. કારણ કે વોર્નનું નામ વિશ્વના શ્રેષ્ઠ ક્રિકેટરોની યાદીમાં સામેલ છે. બોલ ઓફ ધ સેન્ચ્યુરીનો ખિતાબ પણ શેન વોર્નના નામે છે.
બોલ ઓફ ધ સેન્ચ્યુરી શું હતો?
જો તમે નથી જાણતા કે બોલ ઓફ ધ સેન્ચ્યુરી શું છે, તો અમે તમને જણાવીએ છીએ. હકીકતમાં, 4 જૂન, 1993ના રોજ એક ટેસ્ટ મેચ દરમિયાન શેન વોર્ને એવો બોલ ફેંક્યો હતો, જેને જોઈને દુનિયાનો દરેક ખેલાડી આશ્ચર્યચકિત થઈ ગયો હતો. એશિઝ શ્રેણી દરમિયાન વોર્ને જે બોલ ફેંક્યો હતો તેને 90 ડિગ્રીનો ખૂણો બનાવીને ટર્ન કરવામાં આવ્યો હતો. આ બોલને સદીનો બોલ કહેવાતો હતો. આજ સુધી આવો બોલ કોઈએ ફેંક્યો નથી. તેથી જ શેન વોર્ન શ્રેષ્ઠ બોલરોમાં ટોચ પર હતો.
We're never getting over this, Warney 🤩pic.twitter.com/JXEAU9KGhR
— ICC (@ICC) June 4, 2020
શેન વોર્નની બોલિંગનો સામનો કરવો એ દરેક ખેલાડી માટે સરળ નહોંતું. દુનિયાના તમામ મોટા બેટ્સમેનો તેની સામે બેટિંગ કરતા ડરતા હતા. કારણ કે શેન વોર્નની સ્પિનની વિકેટ ક્યારે પડી તે કોઈને ખબર ન હતી. તેની બોલિંગના આવા ઘણા વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયા છે. શેન વોર્નના ચાહકો માત્ર ઓસ્ટ્રેલિયામાં જ જોવા મળતા નથી પરંતુ તેનો ક્રેઝ આખી દુનિયામાં જોવા મળે છે. એટલા માટે હવે તેના મૃત્યુ બાદ તમામ દિગ્ગજ ખેલાડીઓ તેને સોશિયલ મીડિયા પર યાદ કરી રહ્યા છે.
શેન વોર્ન ટેસ્ટ (Test)માં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડીમાં બીજા નંબર પર છે. વોર્ને 145 ટેસ્ટમાં 708 વિકેટ લીધી છે. જ્યારે તે પહેલા શ્રીલંકાના પૂર્વ સ્પિનર મુરલીધરનનું નામ છે તેને 800 થી વધારે વિકેટ પોતાના નામે કરી છે. તો વોર્ને 194 વનડે મેચ રમતા 293 વિકેટ લીધી છે. આ પહેલા વોર્ને પોતાની કેપ્ટનશિપ હેઠળ રાજસ્થાન રોયલ્સની ટીમને આઇપીએલનું સૌ પ્રથમ ટાઇટલ જીતવ્યુ હતું. આ તમામ બાદ મહત્વનું એ છે કે, રાજસ્થાન રોયલ્સ ત્યારબાદ એક પણ ટાઇટલ જીતી શકી નથી.