શોધખોળ કરો
સૌરવ ગાંગુલી પર કરવી પડશે બીજી એન્જીયોપ્લાસ્ટી, જાણો શું છે કારણ?
પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા તેમને કોલકત્તાની વુડલેન્ડ હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યો હતો. ત્યાં ગાંગુલીની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી
![સૌરવ ગાંગુલી પર કરવી પડશે બીજી એન્જીયોપ્લાસ્ટી, જાણો શું છે કારણ? Sourav Ganguly Will Require Another Angioplasty સૌરવ ગાંગુલી પર કરવી પડશે બીજી એન્જીયોપ્લાસ્ટી, જાણો શું છે કારણ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/03200417/Ganguly-01.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
(ફાઈલ તસવીર)
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડ ( બીસીસીઆઇ)ના અધ્યક્ષ અને ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા તેમને કોલકત્તાની વુડલેન્ડ હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યો હતો. ત્યાં ગાંગુલીની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી, આ કર્યા બાદ ગાંગુલીની તબિયત બરાબર થઇ ગઇ છે. જોકે, હવે રિપોર્ટ છે કે ગાંગુલીને બીજી એન્જિયોપ્લાસ્ટી કરાવવી પડશે.
રિપોર્ટ છે કે, ગાંગુલીને છાતીમાં દુઃખાવ થતા હ્રદયની ત્રણ ધમનીઓ બ્લૉક હોવાથી તેની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. ડૉક્ટરોની ટીમ પણ સમયાંતરે ગાંગુલીની હેલ્થનુ અપડેટ લેતી રહે છે. ડૉક્ટરોએ અપડેટ આપતા કહ્યું કે, ગાંગુલીની બ્લડ પ્રેશર 110/70 છે, અને ઓક્સિજન લેવલ 98 ટકા છે, ગાંગુલીની ત્રણ નસો બ્લૉક હોવાનુ જાણવા મળ્યુ અને ત્રણ સ્ટેન્ટ નાંખ્યા હતા, પરંતુ સ્થિતિને જોતા હજુ વધુ સ્ટેન્ટ નાંખવાની જરૂર છે. આ નિર્ણય બાદમાં લેવાશે. જો આમ નહીં કરવામાં આવે તો હાર્ટ એટેકનો ખતરો વધી શકે છે. ડૉક્ટરોએ કહ્યું કે, આ બ્લૉક નસોની કારણે હ્રદયમાં લોહીનુ પ્રવાહ ઘટી જશે અને તેમને કાર્ડિએક અરેસ્ટ થઇ શકે છે. પાંચ ડૉક્ટરોની ટીમે કહ્યું કે, આ બધુ ઇસીજી અને ઇકો કર્યા બાદ નક્કી કરવામાં આવશે.
સૌરવ ગાંગુલીની ક્રિકેટ કેરિયરની કેરિયરની વાત કરીએ તો ક્રિકેટમાં તેના ફેન્સ તેને દાદા તરીકે ઓળખે છે. સૌરવ ગાંગુલીએ કેરિયરમાં 113 ટેસ્ટ, 311 વનડે મેચ રમી છે, અને તેના નામે વનડેમાં 11363 અને ટેસ્ટ કેરિયરમાં કુલ 7212 રન નોંધાયેલા છે. એટલુ જ નહીં. વનડે ફોર્મેટમાં તેને 100 વિકેટ પણ ઝડપી છે, જેમાં 2 વાર 5 વિકેટ પણ સામેલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)