Suryakumar Yadav: સૂર્યકુમાર આ વર્ષે T20Iમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો, સ્ટ્રાઈક રેટ જોઈને ચોંકી જશો
સૂર્યકુમાર યાદવ પછી વર્ષ 2022માં સૌથી વધુ T20 ઈન્ટરનેશનલ રન બનાવનારમાં નેપાળના દીપેન્દ્ર સિંહ (626)નું નામ આવે છે.
T20I Records: ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવ આ વર્ષે T20I ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની T20 શ્રેણીની છેલ્લી અને નિર્ણાયક મેચમાં તેની 69 રનની ધમાકેદાર ઇનિંગ્સ તેને આ સ્થાન પર લઈ ગઈ છે. અહીં ખાસ વાત એ છે કે સૂર્યકુમારે આખા વર્ષમાં 180+ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે.
સૂર્યકુમાર યાદવે આ વર્ષે T20 ઈન્ટરનેશનલની 20 ઈનિંગ્સમાં 37.88ની બેટિંગ એવરેજ અને 182.84ના સ્ટ્રાઈક રેટથી 682 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે એક સદી અને ચાર અડધી સદી ફટકારી છે. તે આ વર્ષે T20I માં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન પણ છે. આ વર્ષે અત્યાર સુધીમાં તેણે 42 સિક્સર ફટકારી છે.
આ છે ટોપ-5 ખેલાડી
સૂર્યકુમાર યાદવ પછી વર્ષ 2022માં સૌથી વધુ T20 ઈન્ટરનેશનલ રન બનાવનારમાં નેપાળના દીપેન્દ્ર સિંહ (626)નું નામ આવે છે. ત્રીજા સ્થાને ચેક રિપબ્લિકના સબાવુન ડેવીજી (612) છે. જો કે આ બંને બેટ્સમેનોએ નબળી ટીમો સામે રમતા આટલા રન બનાવ્યા છે. આ યાદીમાં પાકિસ્તાનનો મોહમ્મદ રિઝવાન (556) ચોથા નંબરે અને વેસ્ટ ઈન્ડિઝનો નિકોલસ પૂરન (553) પાંચમા નંબરે છે.
રોહિત શર્મા આ વર્ષે T20Iમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બીજા ક્રમે છે
રોહિત શર્માએ આ વર્ષે 20 મેચોમાં 27.61ની બેટિંગ એવરેજ અને 147.04ના સ્ટ્રાઈક રેટથી 497 રન બનાવ્યા છે. તે સૂર્યકુમાર પછી વર્ષ 2022માં T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર બીજા ક્રમે છે. રોહિત શર્મા પછી આ યાદીમાં શ્રેયસ અય્યર (449), હાર્દિક પંડ્યા (436) અને વિરાટ કોહલી (433)નું નામ આવે છે.
SKY dazzled & how! 🎇 🎇
— BCCI (@BCCI) September 25, 2022
ICYMI: Here's how he brought up his 5⃣0⃣ before being eventually dismissed for 69.
Don’t miss the LIVE coverage of the #INDvAUS match on @StarSportsIndia @surya_14kumar pic.twitter.com/UVjsjSmKdC
સૌથી વધુ સિક્સર
સૂર્યકુમાર યાદવે ઓસ્ટ્રેલિયા સામેની તેની ઇનિંગ દરમિયાન 5 સિક્સર ફટકારી હતી અને તે વર્ષ 2022માં T20માં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન છે. આટલું જ નહીં, એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ છગ્ગા મારવાના મામલામાં તે હવે પાકિસ્તાનના બેટ્સમેન મોહમ્મદ રિઝવાનની સાથે જોડાઈ ગયો છે. રિઝવાને વર્ષ 2021માં એક કેલેન્ડર વર્ષમાં કુલ 42 સિક્સર ફટકારી હતી. સૂર્યકુમાર પાસે હવે આગામી મેચમાં રિઝવાનનો રેકોર્ડ તોડવાની શાનદાર તક હશે.