(Source: ECI/ABP News/ABP Majha)
T20 WC, Ind vs Pak: ભારત-પાક. મેચમાં જોવા મળશે જોરદાર ટક્કર, આ ખેલાડીઓ વચ્ચે જામશે જંગ
India vs Pakstan:. ભારત-પાકિસ્તાન મેચમાં હંમેશા પ્લેયર્સ વચ્ચે વ્યક્તિગત મુકાબલા પર પણ સૌની નજર હોય છે. પછી તે સચિન તેંડુલકર વિ શોએબ અખ્તર હોય કે સઈદ અનવર વિ જવાગલ શ્રીનાથ હોય.
T20 World Cup, India vs Pakistan: ટી20 વર્લ્ડકપમાં આજે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં બારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થશે. વિશ્વભરના ક્રિકેટ ચાહકોની નજર આ મુકાબલા પર છે. ત્રણ દાયકાથી પાકિસ્તાન ભારતને વર્લ્ડકપમાં હરાવી શક્યું નથી. ભારત-પાકિસ્તાન મેચમાં હંમેશા પ્લેયર્સ વચ્ચે વ્યક્તિગત મુકાબલા પર પણ સૌની નજર હોય છે. પછી તે સચિન તેંડુલકર વિ શોએબ અખ્તર હોય કે સઈદ અનવર વિ જવાગલ શ્રીનાથ હોય. આજની મેચમાં પણ બંને ટીમના ખેલાડીઓ વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળી શકે છે.
રોહિત શર્મા અને શાહીદ આફ્રિદી
ચાલુ વર્ષે ટી20 વર્લ્ડકપમાં ભારતની સફળતાનો મોટો આધાર રોહિત શર્મની બેટિંગ પર નિર્ભર રહ્યો છે. રોહિત તેની આક્રમક બેટિંગથી પાકિસ્તાનને બેકફૂટ પર ધકેલી શકે છે. તે લાંબી ઈનિંગ રમવા જાણીતો છે. પરંતુ તે ડાબોડી બોલર સામે સંઘર્ષ કરતો નજરે પડેછે. ડાબોડી બોલરનો અંદર આવતો બોલ તેની નબળાઈ છે. પાકિસ્તાન પાસે શાહીન આફ્રિદી નામનો વર્લ્ડ કલાસ ડાબોડી બોલર છે, તે ઈન સ્વિંગ બોલથી રોહિતને પરેશાન કરી શકે છે.
બુમરાહ અને ફખર જમાન
ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ અને ફખર જમાન વચ્ચે મુકાબલાના ઈતિહાસ જુનો છે. 2017 ચેમ્પિયન્સ ટ્રોફીનો મુકાબલામાં બુમરાહે તેને આઉટ કર્યો હતો પરંતુ રિપ્લેમાં નો બોલ હતો. જે બાદ જમાને સદી ફટકારીને ટીમને જીત અપાવી હતી. 2019ના વર્લ્ડકપમાં પણ જમાને બુમરાહનો આસાનાથી સામનો કર્યો હતો. આજની મેચમાં બુમરાહ 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીનો બદલો લઈ શકે છે કે નહીં તે જોવું રહ્યું.
કોહલી અને શાદાબ ખાન
કેપ્ટન તરીકે અતિંમ ટી20 વર્લ્ડ કપ રમી રહેલો કોહલી આજે પાકિસ્તાન સામે જીતથી અભિયાનની શરૂઆત કરવા આતુર છે. કોહલી ટી20માં વચ્ચેની ઓવરમાં સંઘર્ષ કરતો નજરે પડ્યો છે. યુએઈમાં ધીમી ગતિના બોલર સામે કોહલી માટે રન બનાવવા આસાન નહીં હોય. આજની મેચમાં પાકિસ્તાનના શાદાબ ખાન સાથે વિરાટ કોહલીનો મુકાબલો જોવા મળી શકે છે.