India, T20 WC Standings: અફઘાનિસ્તાન-નામીબિયાથી પણ ખરાબ ટીમ ઈન્ડિયાનો દેખાવ, જાણો પોઈન્ટ ટેબલમાં કેટલામાં ક્રમે છે
T20 WC: ટીમ ઈન્ડિયાની સેમિ ફાઈનલમાં પ્રવેશવાની આશા ધૂંધળી બની છે.
T20 WC Standings: ટી20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાનો ફ્લોપ શો ચાલુ છે. રવિવારે સુપર 12 સ્ટેજની મેચમાં ન્યુઝીલેન્ડ સામે 8 વિકેટથી કારમી હાર થઈ હતી. તેની સાથે ટીમ ઈન્ડિયાની સેમિ ફાઈનલમાં પ્રવેશવાની આશા ધૂંધળી બની છે. પહેલી મેચમાં પાકિસ્તાન સામે 10 વિકેટથી કારમી હાર થઈ હતી. 2 મેચ બાદ ટીમ ઈન્ડિયાના 0 પોઈન્ટ છે અને ગ્રુપમાં પાંચમા સ્થાને છે અને માત્ર સ્કોટલેંડ જ પાછળ છે.
ન્યુઝીલેન્ડ સામે હાર બાદ ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં છેલ્લેથી બીજા ક્રમે છે. પ્રથમ ક્રમે પાકિસ્તાન, અફઘાનિસ્તાન બીજા, ન્યુઝીલેન્ડ ત્રીજા, નામીબિયા ચોથા, ભારત પાંચમા અને સ્કોટલેંડ છઠ્ઠા ક્રમે છે. ટીમ ઈન્ડિયાએ સેમી ફાઈનલમાં પહોંચવા માટે ત્રણેય. મુકાબલા જીતવા પડશે. ઉપરાતં ગ્રુપ 2ની બીજી ટીમોના પરિણામ પર નિર્ભર રહેવું પડશે. ટીમ ઈન્ડિયાએ હવે સ્કોટલેંડ, નામીબિયા અને અફઘાનિસ્તાનનો સામનો કરવાનો છે.
Things are getting pretty interesting 🤩
— T20 World Cup (@T20WorldCup) October 31, 2021
Which two sides will qualify from Group 2? 🤔#T20WorldCup pic.twitter.com/2NSTjsYjoZ
ગ્રુુપ-1ની શું છે સ્થિતિ
ગ્રુપ 1ની વાત કરવામાં આવે તો ઈંગ્લેન્ડ ત્રણ મેચ જીતીને ટોપ પર છે. સાઉથ આફ્રિકા બીજા ક્રેમે ચ। ઓશ્ટ્રેલિયા ત્રીજા, શ્રીલંકા ચોથી, વેસ્ટ ઈન્ડિઝ પાંચમા અને બાંગ્લાદેશ છઠ્ઠા ક્રમે છે.
મેચ બાદ કોહલીએ કહ્યું કે, ન્યુઝીલેન્ડે પ્રથમ ઓવરથી જ અમારા પર દબાણ બનાવ્યું હતું. આ ખૂબ ખરાબ દિવસ હતો. અમે બેટિંગ કે બોલિંગમાં સારો દેખાવ કર્યો નહોતો. કોહલીએ કહ્યું, ભારતીય ટીમે રમત દરમિયાન અપેક્ષાનો સામનો કરતાં આવડવું જોઈએ, જે તેમની પાસેથી કરવામાં આવે છે. કારણકે જ્યારે તમે ભારત માટે રમો છો ત્યારે ફેંસને જ નહીં ખેલાડીઓને પણ અપેક્ષા હોય છે. ભારત માટે જ પણ ખેલાડી રમે છે તેણે આનો સામનો કરવો પડે છે. કોહલીએ એમ પણ કહ્યું કે, અમે છેલ્લી બે મેચ એક ટીમ તરીકે નથી રમ્યા. જો ટીમ તરીકે રમ્યા હોત તો અપેક્ષાનું દબાણ ન હોત.