શોધખોળ કરો

IND vs NED T20 World Cup: લાઇવ મેચ દરમિયાન ભારતીય યુવકે ગર્લફ્રેન્ડને કર્યું પ્રપોઝ, ICCએ શેર કર્યો વીડિયો

ટી-20 વર્લ્ડકપમાં હાલમાં સુપર-12 તબક્કાની મેચો ચાલી રહી છે. 27 ઓક્ટોબર (ગુરુવારે), સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારત અને નેધરલેન્ડ વચ્ચે મેચ રમાઇ હતી.

ટી-20 વર્લ્ડકપમાં હાલમાં સુપર-12 તબક્કાની મેચો ચાલી રહી છે. 27 ઓક્ટોબર (ગુરુવારે), સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારત અને નેધરલેન્ડ વચ્ચે મેચ રમાઇ હતી. આ મેચમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 56 રનથી ધમાકેદાર જીત મેળવી હતી. ટૂર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયાની આ સતત બીજી જીત હતી.

View this post on Instagram
 
A post shared by ICC (@icc)

ભારત-નેધરલેન્ડ મેચ દરમિયાન એક એવી ઘટના બની જેણે ખૂબ ચર્ચા જગાવી છે. સિડનીના મેદાનમાં એક ભારતીય છોકરાએ પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું હતું. જ્યારે નેધરલેન્ડની ઈનિંગ્સની 7મી ઓવર ચાલી રહી હતી તે સમયે આ કપલને ટીવી સ્ક્રીન પર બતાવવામાં આવ્યું હતું. છોકરાએ પહેલા ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું અને પછી રિંગ પહેરાવી હતી. બાદમાં બંનેએ એકબીજાને ગળે લગાવ્યા હતા.  આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

મેચની વાત કરીએ તો ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે બે વિકેટે 179 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ 39 બોલમાં 53 રનની ઈનિંગ રમીને ભારત માટે ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. રોહિત શર્માએ પોતાની ઇનિંગમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા.

રોહિત બાદ વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવે ટીમ ઇન્ડિયાની ઇનિંગ સંભાળી હતી. વિરાટ કોહલીએ 44 બોલમાં અણનમ 62 રનની ઈનિંગ્સ રમી જેમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. આ સાથે જ સૂર્યકુમાર યાદવે માત્ર 25 બોલમાં અણનમ 51 રન બનાવ્યા હતા.

પ્રથમ બેટિંગ કરતા ટીમ ઇન્ડિયાએ કેએલ રાહુલની વિકેટ સસ્તામાં ગુમાવી દીધી હતી. આ પછી રોહિત શર્મા અને વિરાટ કોહલીએ બીજી વિકેટ માટે 73 રનની શાનદાર ભાગીદારી કરી હતી. રોહિત 39 બોલમાં 53 રનની કેપ્ટન ઇનિંગ રમીને આઉટ થયો હતો. રોહિતના આઉટ થયા બાદ સૂર્યકુમાર યાદવ અને કોહલીએ સાથે મળીને ઝડપી રન ફટકાર્યા હતા. બંનેએ ત્રીજી વિકેટ માટે અણનમ 95 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારીના કારણે ભારતીય ટીમ મજબૂત સ્કોર ઉભો કરી શકી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

કેટલાકે બહિષ્કારની વાત કરી તો કેટલાકે જણાવ્યો ઇતિહાસ...એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચને લઈને મચ્યું રાજકીય ઘમાસાણ

'ચુલ્લૂભર પાની મેં ડૂબ મરો...', Asia Cupમાં ભારત-પાકિસ્તાનની  મેચને લઈ BJP પર ઓવૈસીના આકરા પ્રહારો

'BCCI ના પરિવારમાંથી કોઈ નથી ગયું', ભારત-પાકિસ્તાનની મેચને લઈ ભાવુક થઈ શહીદ શુભમની પત્ની

Asia Cup: ભારત-પાક મેચ પર લાગ્યો અબજો ડોલરનો સટ્ટો! AAP નેતા સૌરભ ભારદ્વાજે કેમ કર્યો આવો દાવો?

વિડિઓઝ

Vibrant Navaratri: સરકારી નવરાત્રિમાં રૂપિયા 100નો પાસ, વાઇબ્રન્ટ નવરાત્રિમાં ગરબા રમવા માટે VIP ઝોન બનાવાશે
Botad Police: બોટાદમાં ચોરીના આરોપમાં સગીરને પોલીસ કર્મચારીઓએ ઢોર માર્યાંનો આરોપ
Ahmedabad Builder murdered : અમદાવાદમાં બિલ્ડર હિંમત રૂડાણીની હત્યાથી હડકંપ
Donald Trump Tariff: ટ્રમ્પનું ટેરિફ તરકટ અમેરિકામાં 10 લાખ લોકોને બનાવશે બેરોજગાર
MLA Abhesinh Motibhai Tadvi: ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, કામ નહીં માત્ર ભ્રષ્ટાચાર થાય છે
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેટલાકે બહિષ્કારની વાત કરી તો કેટલાકે જણાવ્યો ઇતિહાસ...એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચને લઈને મચ્યું રાજકીય ઘમાસાણ
કેટલાકે બહિષ્કારની વાત કરી તો કેટલાકે જણાવ્યો ઇતિહાસ...એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચને લઈને મચ્યું રાજકીય ઘમાસાણ
'ચુલ્લૂભર પાની મેં ડૂબ મરો...', Asia Cupમાં ભારત-પાકિસ્તાનની  મેચને લઈ BJP પર ઓવૈસીના આકરા પ્રહારો
'ચુલ્લૂભર પાની મેં ડૂબ મરો...', Asia Cupમાં ભારત-પાકિસ્તાનની મેચને લઈ BJP પર ઓવૈસીના આકરા પ્રહારો
'BCCI ના પરિવારમાંથી કોઈ નથી ગયું', ભારત-પાકિસ્તાનની મેચને લઈ ભાવુક થઈ શહીદ શુભમની પત્ની
'BCCI ના પરિવારમાંથી કોઈ નથી ગયું', ભારત-પાકિસ્તાનની મેચને લઈ ભાવુક થઈ શહીદ શુભમની પત્ની
Asia Cup: ભારત-પાક મેચ પર લાગ્યો અબજો ડોલરનો સટ્ટો! AAP નેતા સૌરભ ભારદ્વાજે કેમ કર્યો આવો દાવો?
Asia Cup: ભારત-પાક મેચ પર લાગ્યો અબજો ડોલરનો સટ્ટો! AAP નેતા સૌરભ ભારદ્વાજે કેમ કર્યો આવો દાવો?
Crime News: અમદાવાદમાં જાણીતા બિલ્ડરની હત્યા, મર્સિડીઝ કારમાંથી મળી આવ્યો મૃતદેહ

Gujarat News: ભરૂચમાં સંઘવી ફેક્ટ્રીમાં ભીષણ આગ, મોટા નુકસાનનો અંદાજ, જાણો અપડેટ્સ

એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની મેચને લઈ લોકોમાં રોષ, પહેલગામ હુમલાની પીડિતાએ BCCIની કાઢી ઝાટકણી

જો તમે વૈષ્ણોદેવી યાત્રાએ જવાના હોય તો થોભી જજો, શ્રાઇન બોર્ડે આપી મહત્વની જાણકારી

Embed widget