T20 World Cup 2022: 2007 T20 WC માં રમેલા આ બે ભારતીય ખેલાડી 2022નો પણ ટી20 વર્લ્ડકપ રમશે, જાણો વિગત
T20 World Cup 2022, Team India Squad: જોકે આ ટીમમાં એક ખાસિયત છે કે ધોનીના નેતૃત્વમાં 2007નો ટી-20 વર્લ્ડકપ જીતનારી ટીમ ઈન્ડિયાના બે સભ્યો આ વખતના ટી-20 વર્લ્ડકપમાં રમતાં જોવા મળશે.
T20 World Cup 2022: ટી-20 વર્લ્ડકપ માટે સોમવારે સાંજે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી. ટીમમાં શમીનો સમાવેશ ન થતાં અનેક દિગ્ગજોને આંચકો લાગ્યો છે. રોહિત શર્માની આગેવાની વાળી ટીમમાં દીપક ચાહર, રવિ બિશ્નોઈને પણ સ્થાન મળ્યું નથી. જોકે આ ટીમમાં એક ખાસ વાત એ છે કે ધોનીના નેતૃત્વમાં 2007નો ટી-20 વર્લ્ડકપ જીતનારી ટીમ ઈન્ડિયાના બે સભ્યો આ વખતના ટી-20 વર્લ્ડકપમાં રમતાં જોવા મળશે.
રોહિત-કાર્તિક હતા 2007 ટી-20 વર્લ્ડકપ ટીમનો ભાગ
દિનેશ કાર્તિક બીજી વખત ટી20 વર્લ્ડકપમાં ભારતીય ટીમનો હિસ્સો હશે. આ પહેલા કાર્તિક 2007માં ધોનીના નેતૃત્વવાળી ટીમનો હિસ્સો હતો. જોકે તે સમયે તેને એક પણ મુકાબલો રમવાનો મોકો મળ્યો નહોતો. 2007માં કાર્તિક ઉપરાંત રોહિત શર્મા પણ ભારતીય ટીમમાં હતો. 15 વર્ષ બાદ રોહિત શર્મા અને દિનેશ કાર્તિક ટી20 વર્લ્ડકપમાં સાથે રમતાં જોવા મળી શકે છે.
આઈપીએલથી દિનેશ કાર્તિકે કર્યું ટીમ ઈન્ડિયામાં કમબેક
37 વર્ષીય દિનેશ કાર્તિકે આઈપીએલ 2022માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે શાનદાર દેખાવ કરીને ફરીથી ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું હતું. જે બાદ તેને જ્યારે મોકો મળ્યો ત્યારે ઉત્તમ પ્રદર્શન કર્યુ છે. એશિયા કપમાં તેને સતત મોકો આપવામાં આવ્યો નહોતો. તેના સ્થાને પ્લેઇંગ 11માં પંતને મોકો આપવામાં આવ્યો હતો. જોકે તે સફળ થયો નહોતો. હવે ટી20 વર્લ્ડકપમાં દિનેશ કાર્તિક વિકેટકિપર તરીકે ટીમ મેનેજમેન્ટની પ્રથમ પસંદગી હોઈ શકે છે.
15 સભ્યોની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, ઋષભ પંત (વિકેટમેન), દિનેશ કાર્તિક (વિકેટમેન), હાર્દિક પંડ્યા, રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ
સ્ટેન્ડ બાય ખેલાડી
15 સભ્યોની ટીમ ઉપરાંત ચાર સ્ટેન્ડબાય ખેલાડીઓની પણ પસંદગી કરવામાં આવી છે. જેમાં અનુભવી મોહમ્મદ શમી, દીપક ચહર, શ્રેયસ અય્યર અને રવિ બિશ્નોઈના નામ સામેલ છે. ટીમ ઈન્ડિયાના ચાહકો ઘણા ખેલાડીઓને પસંદ ન કરવાને કારણે નારાજ છે.
આ પણ વાંચોઃ
T20 World Cup 2022: સેમસનથી લઈ ઈશાન કિશન, આ 5 દાવેદોરને વર્લ્ડકપ ટીમમાં ન મળ્યું સ્થાન