IND vs PAK: 'વર્લ્ડકપ અટકાવી દો' - ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ ભારત-પાકિસ્તાન મેચ વિવાદ પર કરી જોરદાર કૉમેન્ટ........
અંતિમ ઓવરના અંતિમ બોલ સુધી ચાલેલી રોમાંચક મેચમાં વિરાટ કોહલી 53 બોલમાં 82 રન બનાવ્યા હતા. વિરાટની આ ઈનિંગમાં 4 સિક્સર અને 6 ફોરનો સમાવેશ થાય છે
T20 World Cup: ભારત-પાકિસ્તાન (IND vs PAK)ની વચ્ચે રમાનારી દરેક મેચ રોમાંચથી ભરપૂર હોય છે. ટી20 વર્લ્ડકપ (T20 World Cup 2022)માં ભારતીય ટીમે પાકિસ્તાનને છેલ્લી ઓવરના છેલ્લા બૉલ પર હાર આપી, આ હાર બાદ મેચમાં વિવાદ થયો હતો, પાકિસ્તાની દિગ્ગજો આ હારને એમ્પાયરની ભૂલ ગણાવી રહ્યાં છે, તો કોઇ આઇસીસી નિયમો પર વિરોધ કરી રહ્યું છે. ત્યારે આ બધાની વચ્ચે ઓસ્ટ્રેલિયા સ્ટાર બેટ્સમેન મિશેલ માર્શે ખાસ કૉમેન્ટ કરી છે, આ મેચનો રોમાંચ જોઇને મિશેલ માર્શે કહ્યું કે વર્લ્ડકપ અટકાવી દો....
અહીં જ બંધ કરાવી દો વર્લ્ડકપ -
ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચેની મેચ પહેલા પ્રેસ કૉન્ફરન્સમાં મિશેલ માર્શે ભારત-પાકિસ્તાન મેચ વિશે વાત કરતાં કહ્યું- મને ખરેખરમાં લાગે છે કે આપણે વર્લ્ડકપને અહીંજ અટકાવી દેવો જોઇએ. જો આ આનાથી સારુ થઇ જાય છે, તો આપણે એક અદભૂત ત્રણ અઠવાડિયામાં છીએ, ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચ જોવાની રીતે હંમેશા અવિશ્વસનીય હોય છે, હું એ વાતની કલ્પના નથી કરી શકતી કે તે ભીડમાં હોવુ અને તેનો ભાગ બનવુ કેવુ રહેશે.
માર્શે આગળ વિરાટ કોહલી વિશે વાત કરતાં કહ્યું- જ્યારે તમે વિરાટ કોહલીની કેરિયર વિશે વિચારો છો, તો તેને 12 મહિનામાં ઉદાસીમાંથી પસાર થવુ પડ્યુ છે. તેના માટે આમ કરવુ, વર્લ્ડકપમાં પોતાની છાપ છો઼ડવી અને જોવાની રીતે આ એક અવિશ્વસનીય ઇનિંગ હતી. એક અવિશ્વસનીય રમત, આશા રાખુ છે કે આવુ જ કંઇક બીજુ થાય.
કેપ્ટન રોહિતે કિંગ કોહલીને ખભે ઉંચકી લીધો
અંતિમ ઓવરના અંતિમ બોલ સુધી ચાલેલી રોમાંચક મેચમાં વિરાટ કોહલી 53 બોલમાં 82 રન બનાવ્યા હતા. વિરાટની આ ઈનિંગમાં 4 સિક્સર અને 6 ફોરનો સમાવેશ થાય છે. વિરાટ કોહલીની આ તોફાની બેટિંગ બાદ ભારતને મળેલી જીતથી કેપ્ટન રોહિત શર્મા ખુબ જ ખુશ થઈ ગયો હતો. એક સમયે મેચ ભારતના હાથમાંથી સરકી રહી હતી ત્યારે વિરાટ કોહલીએ પોતાની મહત્વપૂર્વ બેટિંગ રણનીતિ સાથે ભારતનું મેચમાં કમબેક કરાવ્યું હતું. ત્યારે આ મેચના હીરો વિરાટને રોહિત શર્માએ ખભા પર ઉંચકી લીધો હતો. વિરાટ અને રોહિતની દોસ્તીને દર્શાવતી આ ક્ષણનો વીડિયો હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ ક્ષણનો ફોટો અનુષ્કા શર્માએ પણ પોતાના ઈંસ્ટાગ્રામ પર શેર કર્યો છે.
નબળી શરૂઆત બાદ જીત્યું ભારત
160 રનના ટાર્ગેટ સામે ભારત શરૂઆત નબળી રહી હતી. કેએલ. રાહુલ અને રોહિત શર્મા 4-4 રન બનાવીને આઉટ થયા હતા અને 10 રનમાં ભારતે બે વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવે બાજી સંભાળી હતી જો કે, સૂર્યકુમાર 15 રન બનાવીને આઉટ થઈ હતો. ભારતનો સ્કોર 10 ઓવર બાદ 45 રન પર જ હતો ત્યારે વિરાટ કોહલી 12 રન અને હાર્દિક પંડ્યા 7 રન સાથે રમતમાં હતા. ત્યાર બાદ વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાએ શાનદાર બેટિંગ કરતાં ભારતે અંતિમ ઓવરમાં 160 રન બનાવી લીધા હતા. આ દરમિયાન અક્ષર પટેલ 2 રન, દિનેશ કાર્તિક 1 રન બનાવી આઉટ થયા હતા. જ્યારે આર. અશ્વિન 1 રન બનાવી અણનમ રહ્યો હતો.