શોધખોળ કરો

Cricket Ban: આ દેશમાં ક્રિકેટ પર લાગશે પ્રતિબંધ! તાલિબાનના સુપ્રીમ લીડરે આપી દીધો આદેશ?

Cricket Ban: વર્લ્ડ કપની સેમી ફાઇનલ રમનારી ટીમ પર તેમના દેશમાં ક્રિકેટ પર સંપૂર્ણ પ્રતિબંધ લાગી શકે છે. જાણો કયા દેશમાં હવે ક્રિકેટ નહીં રમાય?

Cricket Ban in Afghanistan Taliban:  અફઘાનિસ્તાનની ટીમ બહુ ઓછા સમયમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઊંડી છાપ છોડવામાં સફળ રહી છે. પરંતુ હવે ધીમે ધીમે ટોપ ટીમ બનવાની તેની ઈચ્છા આડે આવી ગઈ છે. હાલમાં, અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર છે, જેણે પહેલેથી જ મહિલાઓને રમત રમવા પર પ્રતિબંધ મૂકી રાખ્યો છે. હવે કેટલાક અહેવાલો અનુસાર, દાવો કરવામાં આવી રહ્યો છે કે તાલિબાન નેતાએ દેશમાં ક્રિકેટ પર સંપૂર્ણ પ્રતિબંધનો આદેશ આપ્યો છે. આ સમાચારને લઈને ક્રિકેટરસીકોને મોટો આંચકો લાગ્યો છે.

વિષય પર કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી

જો કે આ વિષય પર કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી, પરંતુ આ સમાચારે ચોક્કસપણે ક્રિકેટ જગતમાં સનસનાટી મચાવી દીધી છે. પ્રતિબંધ ક્યારે અને કેવી રીતે લાગુ કરવામાં આવશે તે પણ હજુ સ્પષ્ટ નથી. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે તાલિબાનના લોકોનું માનવું છે કે ક્રિકેટની રમત દેશની અંદર ખરાબ વાતાવરણ બનાવી રહી છે અને તે શરિયા વિરુદ્ધ છે.

વર્તમાન સમયે અફઘાનિસ્તાનની ટીમ ભારતમાં છે

વર્તમાન સમયે અફઘાનિસ્તાનની ટીમ ભારતમાં છે, જ્યાં તેને ગ્રેટર નોઈડામાં ન્યુઝીલેન્ડ સાથે ટેસ્ટ મેચ રમવાની હતી. પરંતુ ખરાબ હવામાન અને મેદાનની ખરાબ સ્થિતિને કારણે ચાર દિવસની રમત રદ કરવામાં આવી છે. હાલમાં અફઘાન ટીમના ટેસ્ટ અને વનડે કેપ્ટન હશમતુલ્લાહ શાહિદી છે.

અફઘાન ટીમે ક્રિકેટમાં ઘણી પ્રગતિ કરી છે

રાશિદ ખાન, મોહમ્મદ નબી અને મુજીબ ઉર રહેમાન સહિત ઘણા ખેલાડીઓએ ક્રિકેટની મદદથી આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવી છે. આ ક્રિકેટરો આખી દુનિયામાં ફ્રેન્ચાઈઝી ક્રિકેટ રમીને અઢળક કમાણી કરે છે અને સાથે જ અફઘાનિસ્તાનને ગૌરવ અપાવ્યું છે. અફઘાન ટીમે ક્રિકેટમાં ઘણી પ્રગતિ કરી છે અને ટી20 વર્લ્ડ કપ 2024ની સેમી ફાઇનલમાં પણ પહોંચી હતી. તેને સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જો આ વાત સાચી પડશે તો ક્રિકેટ જગત માટે આ કોઈ મોટા આંચકાથી કમ નહીં હોય. કારણ કે, આ આદેશથી હજારો યુવા ક્રિકેટરોનું સપનું રોળાઈ જશે.

આ પણ વાંચો...

Mohammed Shami: પત્નીને ભરણપોષણ પેટે દર મહિને લાખો રુપિયા ચૂકવે છે મોહમ્મદ શમી, રકમ જાણીને ચોંકી જશો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લેબનાનમાં  સીરિયલ બ્લાસ્ટમાં 8ના મોત,  ઈરાનના રાજદૂત સહિત 2800 ઘાયલ
લેબનાનમાં  સીરિયલ બ્લાસ્ટમાં 8ના મોત, ઈરાનના રાજદૂત સહિત 2800 ઘાયલ
Delhi CM: અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું 
Delhi CM: અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું 
Champions Trophy: ભારતે પાંચમી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, હોકી ફાઈનલમાં ચીનને હરાવી ઈતિહાસ રચ્યો 
Champions Trophy: ભારતે પાંચમી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, હોકી ફાઈનલમાં ચીનને હરાવી ઈતિહાસ રચ્યો 
Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | યમદૂત નબીરાઓને ક્યારે પકડશે પોલીસ?Hun To Bolish | હું તો બોલીશ | આ દાવમાં કેટલો દમ?Ahmedabad Accident | અમદાવાદમાં પૂરપાટ આવતી કારે પરિવારને કચડ્યો, સામે આવ્યા સીસીટીવીRajkot Ganesh Visarjan | રાજકોટમાં ગણેશ વિસર્જન દરમિયાન 4 યુવાનો ડૂબ્યા | ABP Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લેબનાનમાં  સીરિયલ બ્લાસ્ટમાં 8ના મોત,  ઈરાનના રાજદૂત સહિત 2800 ઘાયલ
લેબનાનમાં  સીરિયલ બ્લાસ્ટમાં 8ના મોત, ઈરાનના રાજદૂત સહિત 2800 ઘાયલ
Delhi CM: અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું 
Delhi CM: અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું 
Champions Trophy: ભારતે પાંચમી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, હોકી ફાઈનલમાં ચીનને હરાવી ઈતિહાસ રચ્યો 
Champions Trophy: ભારતે પાંચમી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, હોકી ફાઈનલમાં ચીનને હરાવી ઈતિહાસ રચ્યો 
Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
WOMEN'S T20 WORLD CUP 2024: ICC એ કરી મોટી જાહેરાત, મહિલા ટી20 વર્લ્ડ કપની વિજેતા ટીમ થશે માલામાલ 
WOMEN'S T20 WORLD CUP 2024: ICC એ કરી મોટી જાહેરાત, મહિલા ટી20 વર્લ્ડ કપની વિજેતા ટીમ થશે માલામાલ 
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
Delhi CM Atishi Caste: દિલ્હીના નવા સીએમ આતિષીની જાતિ શું છે? ખ્રિસ્તી હોવાનો આરોપ, નામમાંથી 'માર્લેના' કેમ હટાવ્યું
Delhi CM Atishi Caste: દિલ્હીના નવા સીએમ આતિષીની જાતિ શું છે? ખ્રિસ્તી હોવાનો આરોપ, નામમાંથી 'માર્લેના' કેમ હટાવ્યું
Antibioticનો ઉપયોગ કરતા હોવ તો સાવધાન, 25 વર્ષમાં થશે લગભગ 4 કરોડનાં મોત, સ્ટડીમાં દાવો
Antibioticનો ઉપયોગ કરતા હોવ તો સાવધાન, 25 વર્ષમાં થશે લગભગ 4 કરોડનાં મોત, સ્ટડીમાં દાવો
Embed widget