શોધખોળ કરો
Advertisement
કોહલીએ આબરુ બચાવવા આજની મેચમાં કયા કયા ચાર ફેરફાર કર્યા, જાણો વિગતે
ભારત સીરીઝ 2-0થી હારી ચૂક્યુ છે. પરંતુ ખાસ વાત છે કે આજની મેચમાં હારથી બચીને કેપ્ટન કોહલી આબરુ બચાવવાની કોશિશ કરશે. પ્રથમ બે વનડેમાં મળેલી કારમી હાર બાદ આજની વનડેમાં ચાર મોટા ફેરફાર કરવામાં આવ્યા છે
નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ત્રણ વનડે મેચોની સીરીઝની અંતિમ વનડે મેચ છે. ભારત સીરીઝ 2-0થી હારી ચૂક્યુ છે. પરંતુ ખાસ વાત છે કે આજની મેચમાં હારથી બચીને કેપ્ટન કોહલી આબરુ બચાવવાની કોશિશ કરશે. પ્રથમ બે વનડેમાં મળેલી કારમી હાર બાદ આજની વનડેમાં ચાર મોટા ફેરફાર કરવામાં આવ્યા છે.
કયા કયા ફેરફાર કરાયા ટીમમાં....
વિરાટ કોહલીએ ટીમમાં ચાર મોટા ફેરફાર કર્યા છે. પહેલા નંબરમાં મયંક અગ્રવાલની જગ્યાએ શુભમન ગીલને મોકો આપવામાં આવ્યો છે. ગીલ ધવનની સાથે ઓપનિંગમાં આવ્યો છે. બીજી ફેરફારમાં ચહલને બહાર બેસાડીને સ્પિનર કુલદીપ યાદવને રમાડવામાં આવ્યો છે. આ ઉપરાંત આજની મેચમાં ફાસ્ટ બૉલર શમીને બહાર કરાયો છે, અને ફાસ્ટ બૉલર શાર્દૂલ ઠાકુરની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
ખાસ વાત છેકે આજની અંતિમ વનડેમાં તામિલનાડુના ધાકડ યોર્કર મેન બૉલર ટી નટરાજનને વનડેમાં ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો છે. કેપ્ટન કોહલીએ નવદીપ સૈનીને બહાર કરીને ટી નટરાજનને પ્લેઇંગ ઇલેવનમાં સમાવ્યો છે.
ભારતીય ટીમઃ- શિખર ધવન, શુમન ગીલ, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, ટી નટરાજન, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દેશ
ગુજરાત
Advertisement